જાણો માત્ર એક ક્લિક્માં । વાવાઝોડા પહેલાની, તે દરમિયાનની અને ત્યારબાદની આપણી તૈયારી વિશે

    ૧૨-જૂન-૨૦૧૯

 

#વાવઝોડા પેહલાની તૈયારી

- રહેઠાણની મજબૂતી ની ખાતરી કરી લો, અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો
- સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો
- આપણા રેડિયો સેટ ને ચાલુ હાલતમાં રાખો, ચકાસીલો
- સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરો
- ઢોર ઢાંખરને ખૂંટેથી છુટ્ટા કરી રાખો
- માછીમારોએ દરિયામાં જવું નહિ, બોટ સલામત સ્થળે લાંગરવી
- અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું
- આશ્રય લઇ શકાય તેવા ઊંચા સ્થળો ધ્યાનમાં રાખો
- સૂકો નાસ્તો, પાણી, ધાબળા , કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો
- અગત્યના ટેલિફોન નંબર હાથ વગા રાખો

વાવાઝોડા દરમિયાન

- જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રયના લેવા માટે સમજ એવી
- રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો
- વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહિ
- વાવાઝોડા સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મસાફરી હિતાવહ નથી
- વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા સલાહ આપવી
- દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલાં કે લાઈનો નજીક ઉભા રેહશો નહિ
- વીજળીના થાંભલાથી દૂર રેહવાની સલાહ આપવી
- માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી
- અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવો
- ખોટી અથવા આશુરી જાણકારીવળી માહિતી અર્થાત અફવાહ ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો

વાવાઝોડા બાદ

- બચાવ કામગીરી માટે ફાયર બ્રીગેડ , પોલીસ, મ્યુનિસિપાલિટી કંટ્રોલરુમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી
- અસરગ્રસ્તોની મદદ કરવી , બચત કરવી, સલામત સ્થળે લઇ જવા
- જરૂર પડે તબીબી સારવાર તાત્કાલિત મળી રહે તેવી વ્યવસ્થા કરવી
- ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવું તથા સતત સંપર્કમાં રેહવું
- અસરગ્રસ્તોને જરૂર મદદ ઉપલબ્ધ કરાવવી
 

 

વાયુ  વાવાઝોડામાં સંકટ સમયે સહાય માટે જાહેર થયા કંટ્રોલ રૂમ નંબર

#દ્રારકા કંટ્રોલ રૂમ નંબર 02833 - 232125
#જામનગર કંટ્રોલ રૂમ નંબર 0288 - 2553404
#પોરબંદર કંટ્રોલ રૂમ નંબર 0286 - 2220800
#દાહોદ કંટ્રોલ રૂમ નંબર 02673 - 239277
#નવસારી કંટ્રોલ રૂમ નંબર +91 2637 259 401
#પંચમહાલ કંટ્રોલ રૂમ નંબર +91 2672 242 536
#છોટાઉદેપુર કંટ્રોલ રૂમ નંબર +91 2669 233 021
#કચ્છ કંટ્રોલ રૂમ નંબર 02832 - 250080
#રાજકોટ કંટ્રોલ રૂમ નંબર 0281 - 2471573
#અરવલ્લી કંટ્રોલ રૂમ નંબર +91 2774 250 221