મોદીએ SCOના દેશોને આપ્યો સુરક્ષા માટે SECURE નો મંત્ર, લક્ષ્ય નક્કી કરવા પણ જણાવ્યું

    ૧૪-જૂન-૨૦૧૯

 
આ વર્ષે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈજેશન (SCO) સમિટનું આયોજન કર્ગિસ્તાનના બિશ્કેક્માં કરવામાં આવ્યું છે. જેમાં નેતાઓના સંબોધનની શરૂઆત થઈ ગઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે અહીં સંબોધન કર્યું હતું. અહીં વડાપ્રધાને કહ્યું કે, આધુનિક સમયમાં કનેક્ટિવિટી ખૂબ જરૂરી છે. લોકોનો એકબીજા સાથે સંપર્ક હોવો જરૂરી છે. ટૂંક સમયમાં ભારતની વેબસાઈટ ઉપર રશિયા ટૂરિઝમની માહિતી પણ આપવામાં આવશે. તે સિવાય અફઘાનિસ્તાનના લોકો સાથે કામ કરીને આગળ વધીશું. આ સિવાય વડાપ્રધાનએ કહ્યું કે, બહુપક્ષીય વેપાર પ્રણાલીની જરૂર છે. જળવાયુ પરિવર્તનનો ઉકેલ લાવવા માટે ભારત પ્રતિબદ્ધ છે. તેમણે આતંકવાદના મુદ્દા વિશે કહ્યું કે, તેનો સફાયો થવો ખૂબ જરૂરી છે.
 
તેમણે જણાવ્યું કે પહેલીવાર પૂર્ણ સદસ્ય તરીકે અહીં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની ખુશી છે. SCOનું ભૌગોલિક, વિજ્ઞાનિક, દાર્શનિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માળખું પ્રેરણાદાયી રહ્યું છે. આજે કનેક્ટિવિટીની પરિભાષા બદલાઈ છે. SCOના દેશો સાથીની કનેક્ટિવિટી અમારી પ્રાથમિકતા રહેશે. તેમણે જણાવ્યું કે કનેક્ટિવિટીનો અર્થ માત્ર ભૌતિક સંપર્ક નહી પણ આ સાથે જોડાયેલું માનવીય પક્ષ પણ ખૂબ મહત્વનું છે. માટે People to People સંબંધ અને વિચારોનું આદાન-પ્રદાન પણ આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ.

 
SCO Food Festivel અને બૌદ્ધિષ્ઠ હેરિટેજ પ્રદર્શનનું આયોજન ભારતમાં

 
તેમણે જણાવું કે ભારતમાં જે વિદેશ યાત્રીઓ આવે છે તેમાં SCO ના દેશો માથી માત્ર ૬ ટકા જ છે. આ પ્રમાણને સરળતાની બે ગણું કરી શકાય તેમ છે. આપણી સંયુક્ત અને સાંસ્કૃતિક વિરાસત વિશેની જાગૃતિ SEO દેશો અને ભારત વચ્ચેના પર્યટનને વેગ આપી શકે છે. આથી આ સંદર્ભે ભારત SCO Food Festivel અને બૌદ્ધિષ્ઠ હેરિટેજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
 
તેમણે કહ્યું કે અફગાનિસ્તાનની સ્થિતિ આપણા સંયુક્ત ક્ષેત્રમાં અતિવાદ અને આતંકવાદના કુ પરિણામ અને એક દુર્ભાગ્યપૂર્ણ ઉદાહરણ છે. હું આશા રાખું છું કે રાષ્ટ્રપતિ ગનીએ જે શાંતિ માટેના પગલાં ભર્યા છે તેનું સન્માન SCO ના દરેક દેશ કરશે.
 

SCO ના દેશોને આપ્યો સિક્યોર (SECURE) મંત્ર

 
તેમણે SCO ના દેશોને સિક્યોર મંત્ર આપતા જણાવ્યું કે સુરક્ષા આપણી પ્રાથમિકતા છે. આપણા સંપૂણક્ષેત્રને સમગ્ર રીતે સિક્યોર (SECURE) કરવા માટે એક અંગ્રેજીનું સંક્ષિપ્તરૂપ છે. સિક્યોર એટલે….
 

S - Security for citizens,
E - Economic development,
C - for Connectivity,
U - for Unity,
R - Respect of sovereignty and integrity, and
E - environment protection

 
 
તેમણે આ મંત્ર આપ્યા પછી જણાવ્યું કે હું માનું છું કે આ દિશામાં સાર્થક સહયોગથી આગળ વધવાથી SCO સાચા અર્થમાં “Safe and Connected Organization” બની શકશે
 

SCO ના દેશોને આપ્યું લક્ષ્ય

 
પોતાના વક્તવ્યમાં વડાપ્રધાને જણાવ્યું કે આ ૧૮મી સમિટ છે. હું આગ્રહ કરું છું કે ૨૫મી SCO સમિટ જ્યારે યોજાય, આ સમિટની silver jubilee ઉજવવા આપણે જ્યારે ભેગા થઇએ ત્યારે એક લક્ષ્ય એચિવ કરીને મળીએ. તે માટે હાલ આપણે ભેગા મળીને એક લક્ષ્ય નક્કી કરીએ. અને જ્યારે ૨૫મી સમિટમાં આપણે ભેગા થઈએ તો એક એચિવમેન્ટ સાથે ભેગા થઈએ. આ માટે એક નાની કમિટી બનાવી એક રોડમેપ બનાવીએ તો હું માનું છું કે એક નિશ્ચિત સમયમાં આપણે મોટી સફળતા મેળવી શકીશું…