શ્રીલંકામાં મુસ્લિમ ડૉક્ટરે ૪૦૦૦ બૌદ્ધ મહિલાઓની નસબંધી કરી દીધી!

    ૨૦-જૂન-૨૦૧૯

 
 
શ્રીલંકાના મીડિયામાં અહીંના એક મુસ્લિમ તબીબ દ્વારા છૂપી રીતે ૪૦૦૦ બૌદ્ધ મહિલાઓની નસબંધી કરી દેવાના અહેવાલ છપાતાં હડકંપ મચ્યો છે. દિવાઈના નામનાં શ્રીલંકાના રાષ્ટ્રવાદી દૈનિકે પોતાના પ્રથમ પાના પર અહેવાલ પ્રકાશિત કરી દાવો કર્યો છે કે ડૉક્ટર સેગુ શિહાબદીન મોહમ્મદ શફી નામના તબીબ પોતાના દવાખાનામાં આવતી સિંહાલી પ્રસૂતાઓની છૂપી રીતે નસબંધી કરી દે છે. અત્યાર સુધી લગભગ ૪૦૦૦ જેટલી સિંહલ મહિલાઓની નસબંધી તેણે કરી દીધી છે. આરોપ બાદ શફીની ધરપકડ કરવામાં આવી છે અને ૬૦૦ જેટલી મહિલાઓએ તેના વિરુદ્ધ નિવેદનો પણ આપ્યાં છે. અખબારે દાવો કર્યો છે કે ડોક્ટર શફી ઈસ્ટર પર થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર એવા સ્થાનિક ઇસ્લામિક સંગઠન નેશનલ તૌહીદ જમાતનો સદસ્ય છે.
 
આ દૈનિકના સંપાદક અનુરા સોલોમન્સને રોયટર ન્યુઝ એજન્સીના પત્રકારે આ સંદર્ભે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે આ રીપોર્ટ પોલિસ અને હોસ્પિટલના અમારા સૂત્રો દ્વારા મળેલી જાણકારીના આધારે તૈયાર થયો છે. પણ ડૉક્ટરની ઓળખ હજી થઇ નથી
ઉલ્લેખનીય વાત એ છે કે શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના પ્રચારકો અનેકવાર મુસ્લિમો પર આબાદી ઝડપથી વધારવાનો આરોપ લગાવતા રહ્યા છે. આવામાં એક મુસ્લિમ ડોક્ટર દ્વારા આવી હરકત થઈ છે તે શ્રીલંકામાં વાતાવરણ ખરાબ કરી શકે છે. આ રીપોર્ટ પ્રકાશિત થયાના બીજા દિવસે સેગુ શિહાબદીન મોહમ્મદ શફી નામના એક ડોક્ટરની પોલિસે ધરપકડ કરી છે. પોલિસનું કહેવું છે કે તે આ સંદર્ભે તપાસ કરી રહી છે. પોલિસે પીડિત મહિલાઓને સામે આવવા અપીલ કરી છે. પોલિસના પ્રવક્તા રૂવાન ગુણાશેખરાએ જણાવ્યું છે કે જે ડોકટરની ધરપકડ થઈ છે તેના પર શંકાસ્પદ પૈસાથી સંપત્તિ ખરીદવાનો આરોપ છે. ડોકટર સફીના વકીલનું કહેવું છે કે પોલિસ દ્વારા લગાયેલા આરોપ ખોટા છે કેમ કે નસબંધી સંદર્ભે જે દાવાઓ થઈ રહ્યા છે તેની યોગ્ય તપાસ થઈ નથી.