Happy Birthday Amrish Puri: અમરીશ પુરીના આ ત્રણ દમદાર ડાયલોગ તમે નહીં ભુલ્યા હોવ

    ૨૨-જૂન-૨૦૧૯

આજે એ દમદાર કલાકારનો જન્મદિવસ છે જેના ડાયલોગથી લોકો રીયલ લાઈફમાં પણ ડરી જતા

અમરીશ પુરી. નામ લેતા જ એક ખતરનાક છબી આંખ સામે આવી જાય. દમદાર અવાજ, મોટી મોટી આંખો અને વાંકડિયા વાળ. રીયલ લાઈફમાં પણ સામે આવી જાય તો ડર લાગે કે હમણા આ ભાઈ ઠપકો આપશે. રીલ લાઈફમાં અમરીશ પુરીએ ભલે ખલનાયકની ભૂમિકા ભજવી હોય પણ દર્શકોના દિલમાં તેઓ એક દમદાર એક્ટર તરીકે હંમેશાં રહ્યા. ડોંગ કભી રોંગ નહીં હોતા….મોગેમ્બો ખુશ હુઆ…આ ડાયલોગ તો તમને યાદ જ હશે. અમરીશ પુરી હંમેશાં પોતાના ડાયલોગ અને દમદાર અવાજના કારણે ફિલ્મમાં છવાયેલા રહેતા. તેમની ડાયલોગ ડિલિવરી અને દમદાર અવાજ સામે મોટા મોટા સુપર સ્ટાર પણ ફીકા લાગતા. આજે આ દમદર એક્ટરનો જન્મદિવસ છે. આવો તેમના ડાયલોગ થકી તેમને યાદ કરીએ…
 

 

મોગેમ્બો ખુશ હુઆ  (Mogambo Khush Hua)

મિસ્ટર ઈન્ડિયા…આ ફિલ્મમાં અમરીશ પુરીએ મોગેમ્બોનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રમાં તેમને જીવ પુરી દીધો હતો. ફિલ્મના ૩૦ વર્ષ પૂર્ણ થઈ ગયા છે પણ આ ફિલ્મમાં અમરીશ પુરીનો “મોગેમ્બો ખુશ હુઆ” નો ડાયલોગ આજે પણ લોકો યાદ કરે છે. તે વખતે પણ આ ડાયલોગ લોકોની જીભ ઉપર ચડી ગયો હતો. આ ડાયલોગે જ અમરીશ પુરીને બોલિવૂડમાં સૌથી ખતરનાક ખલનાયકની ઓળખ અપાવી હતી…
 

 

આઓ કભી હવેલી પર (Aao Kabhi Haveli Pe)

“નગીના” ફિલ્મમાં જ્યારે મોટી આંખો કરી લાંબા વાળ વાળો અમરીશ પુરી કાળા કપડાના ગેટઅપમાં બોલે કે “આઓ કભી હવેલી પર” એટલે સમજી જવાનું કે હવે કંઇક ખરાબ થવાનું છે. આ ડાયલોગ આજે પણ અનેક લોકો મજાક-મજાકમાં બોલતા હોય છે.
 

 

જા સિમરન જા…જી લે અપની જિંદગી  (jaa simran ja jeele apni zindagi)

એવું નથી કે અમરીશ પુરીએ માત્ર ખલનાયકની જ ભૂમિકા ભજવી છે. તેમણે અનેક હકારાત્મક ભૂમિકાઓ પણ ભજવી છે. ફિલ્મમાં એક પિતા તરીકેના તેમણે કરેલા રોલ યાદગાર રહ્યા છે. એમા પણ “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” ફિલ્મનો સખ્ત પણ અંદરથી નરમ પિતાનો રોલ આજે પણ લોકોના હ્યદયમાં છે. આજ ફિલ્મમાં છેલ્લે અમરીશ પુરી બોલે છે કે “જા સિમરન જા…જી લે અપની જિંદગી.” આ ફિલ્મમો એ ટ્રેઇનવાળો સીન બધાને યાદ છે પણ તેની સાથે આ ડાયલોગ જ પહેલા યાદ આવે છે.
 

આ વીડિયો જોવો તમને ગમશે....