ગુજરાતમાં બની શકે છે દેશનું પહેલું ‘ડિઝની વર્લ્ડ’

    ૨૮-જૂન-૨૦૧૯

 
વિશ્ર્વ પ્રવાસનના નકશા પર ગુજરાતમાં વધુ એક આકર્ષણ ટૂંક જ સમયમાં જોડાઈ શકે છે. વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના પ્રથમ ડાયનોસર મ્યુઝિયમ બાદ હવે ગુજરાતમાં દેશનું પ્રથમ ડિઝનીવર્લ્ડ થીમ પાર્ક પ્રોજેક્ટ સ્થાપિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તરફથી ડિઝનીવર્લ્ડ થીમ પાર્કને ગુજરાતમાં સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે આ પાર્કને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈમાં સ્થાપિત કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. પરંતુ આ સ્પર્ધામાં ગુજરાત આગળ છે. આ પાર્ક અમેરિકાના ડિઝની વર્લ્ડ, કેનેડાના વંડરવર્લ્ડ, સિંગાપોરના સેન્ટોસા ડિઝની વર્લ્ડ કક્ષાનો હશે. સંભાવના છે કે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતના વાપી કે પછી સુરતની આસપાસ આ પાર્ક આકાર લઈ શકે છે.