Super 30 Trailer: હવે રાજાનો દિકરો રાજા નહીં પણ જે હકદાર હશે તે જ બનશે

    ૦૪-જૂન-૨૦૧૯

 
 
આ વર્ષે ૧૨ જુલાઈના રોજ Super 30 ફિલ્મ રીલિઝ થવાનું છે. આ ફિલ્મમાં ઋતિક રોશન મુખ્ય રોલમાં છે. આજે આ ફિલ્મનું ટ્રેલર યુ-ટ્યુબ પર રજૂ થયું છે. ટ્રેલરને પણ સારા દર્શકો મળી રહ્યા છે.
 
ફિલ્મ Super 30નું ટ્રેલર દમદાર છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે વિપરીત પરિસ્થિતિઓમાં પણ કઈ રીતે જરૂરતમંદ બાળકો માટે એક શિક્ષક તેમને ભણાવવાનું બીડું ઝડપે છે અને એ બાળકોને આગળ વધાનો સંકલ્પ પણ લેવડાવે છે અને તેમને સફળ પણ બનાવે છે. ફિલ્મનું ટ્રેલર જોઇને લાગે છે કે આ ફિલ્મ એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ જીવનમાં ભણી-ગણી આગળ વધવા તો માગે છે પણ તેમની પાસે સગવડતા નથી. આ એક મોટિવેશનલ ફિલ્મ છે એવું ટ્રેલર જોતા લાગે છે.
 
પોતાની Super 30 ફિલ્મનું ટ્રેલર શેર કરતા ઋતિક રોશન લખે છે કે બધા જ સુપર હીરો ટોપી નથી પહેરતા. એક વિચાર જ દેશને બનાવે છે, લોકો જ હોય છે કે વિચારને શક્તિ આપે છે. આવી જ એક સ્ટોરી આ ફિલ્મ થકી અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ.
 

 જેમના જીવન પરથી ફિલ્મ બની તે આનંદકુમાર (Anand Kumar) અને તેના વિદ્યાર્થીઓ
 
જણાવી દઈએ કે આ ફિલ્મ ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર આધારિત છે જે Super 30 નામનો કાર્યક્રમ ચલાવે છે. આ થકી ગરીબોના હોંશિયાર બાળકોને આઈઆઈટીની પરીક્ષામાં સફળતા અપાવવાનનું કામ થઈ રહ્યું છે. બિહારના આ આનંદકુમાર (Anand Kumar) વિશે ત્યારે બધાને ખબર પડી જ્યારે તેમના દ્વારા ભણાવવામાં આવેલા ૩૦ એ ૩૦ ગરીબ વિદ્યાર્થીઓને આઈઆઈટીની પરીક્ષામાં સફળતા મળી. આથી તેમના જીવનથી પ્રભાવિત થઈ ફેંન્ટમ ફિલ્મસ (Phantom Films) ના બેનર હેઠળ આનંદ કુમારના જીવન પર આ ફિલ્મ બનાવવામાં આવી છે, આ ફિલ્મના નિર્દેશક વિકાસ બહલ (Vikas Bahl) છે.
 
આ ફિલ્મનું મુખ્ય પાત્ર ઋતિક રોશન (Hrithik Roshan)એ નિભાવ્યું છે. આ ઉપરાંત ફિલ્માં મૃણાલ ઠાકુર (Mrunal Thakur) અને પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) પણ જોવા મળશે.
 

જુવો ટ્રેલર..........