બે હાથ અને એક કાન નહીં, પગેથી લખી પરીક્ષા આપી આવ્યા ૭૭%

    ૦૫-જૂન-૨૦૧૯

 
હરિયાણાના નાહરખાનને બે હાથ નથી. ડાબા પગની ચાર આંગળીઓ પણ કરંટ લાગવાથી કપાવી નાખવી પડી છે, પરંતુ ધગશ એટલી કે જમણા પગથી લખી તેણે હરિયાણા બોર્ડની ૧૦માની પરીક્ષામાં ૭૭% માર્ક્સ મેળવ્યા. મજૂર પરિવારે મજૂરી કરી પોતાના દિવ્યાંગ પુત્રને ભણાવ્યો. ઉલ્લેખનીય છે કે મેવાતમાં સાક્ષરતા દર માત્ર ૫૪.૮ ટકા જ છે. ૨૦૦૪માં નાહરને કરંટ લાગ્યો તેમાં તેના બે હાથ અને ડાબા પગની ચાર આંગળીઓ કપાવવી પડી અને એક કાન પણ ખરાબ થઈ ગયો. ત્રણ વર્ષ તેને સારવાર લેવી પડી. મહત્ત્વની વાત એ છે કે નાહરને તેના ઘરેથી પાંચ કિ.મી. દૂર પગપાળા જ ભણવા જવું પડે છે, છતાં શાળામાં તેની ૧૦૦ ટકા હાજરી બતાવે છે.