૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે ત્યારે પણ સત્તામાં ભાજપ જ હશે – રામ માધવ

    ૦૮-જૂન-૨૦૧૯

 

તો ભાજપ હવે કોંગ્રેસનો આ રેકોર્ડ તોડવા માંગે છે!

 
ભાજપના મહાસચિવ રામ માધવે શુક્રવારના રોજ ત્રિપુરામાં કહ્યું કે જો કોઇ પાર્ટી સૌથી વધુ સત્તામાં રહી છે તે તો કોંગ્રેસ છે. કોંગ્રેસે 1950 થી 1977 સુધી દેશમાં શાસન કર્યું છે. હું તમને આશ્વસ્ત કરું છું કે મોદીજી આ રેકોર્ડ તોડવા જઇ રહ્યા છે. 2047મા આઝાદીના 100મા વર્ષમાં પ્રવેશ કરવા સુધ ભાજપ સત્તામાં રહેશે.‘હજુ તો લાંબી મુસાફરી કરવાની છે’
 
ઉલ્લેખનીય છે કે લોકસભાની બંને સીટી જીત્યા બાદ અગરતલા, ત્રિપુરામાં ભાજપે કાર્યકર્તા ધન્યવાદ સમારંભ આયોજીત કર્યો હતો. તેમાં ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેવ, રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવની સાથો સાથ બીજા અનેક નેતા પણ હાજર રહ્યા હતા. ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રહાટકરે પણ રામમાધવના નિવેદન પછી સમારંભ દરમિયાન કહ્યું કે ફરીથી લોકસભા જીતી ગયા પરંતુ આ ફૂલ સ્ટોપ નથી. આ તો શરૂઆત છે, લાંબી મુસાફરી કાપવાની છે.  રાષ્ટ્રવાદ ભાજપના ડીએનએમાં છે.
 
રામમાધવે કાર્યકર્તાઓને અપીલ કરી કે હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે માટે ભાજપના સમર્થક અને અન્યમાં કોઇ ફરક-અતંર રાખવો જોઈએ નહી. ૧૩૦ કરોડ ભારતીઓની આ સરકાર છે. તેમણે જણાવ્યું કે સંસદ સુધી પહોંચવા અમારા પક્ષે સૈન્યનો કોઇ સહારો લીધો નથી. છેલ્લા પાંચ વર્ષમાં અમે દેશમાં સાંપ્રસાયિક અશાંતિ, ભ્રષ્ટાચાર રોકવામાં સફળ રહ્યા છીએ. મજબૂત ભારતનું નિર્માણ અને આર્થિક સ્થિરતા સ્થાપિત કરવામાં અમે સફળ રહ્યા અને જેના કારણે અમને પ્રંચડ જીત મળી છે.