નર્મદાના આ જિલ્લામાં તમે જાવ તો આ રીતે નોન આલ્કોહોલીક બિયર ખૂબ વેચાય છે! પોલીસે બંધ કરાવી!

    ૦૮-જૂન-૨૦૧૯

 
સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) ના કારણે નર્મદામાં દેશ તથા વિદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યાં છે જેના કારણે તેમને આકર્ષવા અહીં સહેલાણીઓને નોન આલ્કોહોલિક બીયર પીરસવામાં આવી રહી છે. કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ થયા બાદ કેવડીયાને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની અટકળો ચાલી રહી છે. આવું એટલા માટે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂ છુટથી વેચી શકાય. આ અફવા હોય કે કેટલાક વેપારીઓ દ્વારા ઇરાદાપૂર્વક આ વાતો ફેલાવવમાં આવી હોય શકે પણ આ અટકળો વચ્ચે અહીંના વેપારીઓએ પ્રવાસીઓને આર્કષવા માટે નવો તુકકો શોધી લીધો છે. નર્મદા જિલ્લાના કેવડીયા, પોઇચા, રાજપીપળા અને દેડીયાપાડામાં તમે નિકળો એટલે બિયર શોપના પાટીયા મારેલા તમને દેખાશે અને એક બે નહી પણ ઠેર ઠેર…અહીં હાલ નોન આલ્કોહોલીક બિયરનું ધુમ વેચાણ થઇ રહયું છે. જાણે દારૂની જ દૂકાન હોય તેમ આ દુકાનોને લુક આપવામાં આવ્યો છે.
 

 
 
જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર વિવિધ પ્રોજેક્ટો લાવી રહી છે. આથી ફરી કેવડિયાને કેન્દ્રશાસિત રાજ્ય બનાવવાની અટકળો વધુ તેજ થઈ છે. જો કે આ વાત પ્રકાશમાં આવતા હાલમાં પોલીસ એક્શનમાં આવી છે. તે આવા નોન આલ્કોહોલીક બિયર શોપના બેનરો તોડીને આ વેપારીઓને આ પ્રમાણે જાહેરમાં બિયરના બોર્ડ લગાવી નહિ વેચવા સૂચના આપી રહી છે. હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલી 'Beer shop' પોલીસે બંધ કરાવી દીધી છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસે રેડ કરી જિલ્લામાં આવેલા આવા બિઅર શોપના બેનરો તોડી નાખ્યા છે. અને તેમના પાસેના લાઇસન્સ પણ ચેક કર્યા હતા. અને આગામી દિવસોમાં આવી સોંપ નહીં ખુલે એની પોલીસે ખાતરી આપી હતી.