રવીન્દ્ર જાડેજાના “રૉકેટ આર્મે” કરી કમાલ…રોઝ ટેલરને કર્યો આ રીતે રન આઉટ

    ૧૦-જુલાઇ-૨૦૧૯

 
 
૯ જુલાઈએ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં સેમી ફાઈનલ મેચ હતી. વરસાદને કારણે પહેલી બેટિંગ કરતા ન્યુઝીલેન્ડએ ૪૬.૧ ઓવરમાં ૨૧૧ રન બનાવ્યા હતા અને પછી વરસાદના કારણે મેચ તે દિવસે બંધ રહી અને એમ્પાયરોએ બીજા દિવસે મેચ રમાડવાનો નિર્ણય લીધો. બેજા દિવસે મેચ ન્યુઝીલેન્ડની બેટિંગથી ૪૬.૧ ઓવરથી શરૂ થઈ. તેણે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૩૯ રન બનાવ્યા છે.
 
૪૭ ઓવરની છેલ્લી બોલે જાડેજાએ જે કામ કરી બતાવ્યું તે દુનિયાનો સૌથી મજબૂત અને સ્ફૂર્તિલો ખેલાડી જ કરી શકે અને તે રવીન્દ્ર જાડેજાએ કરી બતાવ્યું. ૪૭મી ઓવરની છેલ્લી બોલે રોઝ ટેલરે શોટ માર્યો અને બે રન લેવાનો નિર્ણય લીધો પણ ૫૦ ફૂટ દૂર ઉભેલા રવીન્દ્ર જાડેજાએ ફાસ્ટ થ્રો કર્યો અને સીધો સ્ટમ્પમાં વાગ્યો. મહત્વની વાત એ છે કે જાડેજા જે જગ્યાએ ઉભો હતો ત્યાંથી તેને માત્ર એક જ સ્ટમ્પ જ દેખાતું હતું. છતાં બોલ સ્ટમ્પમાં લાગ્યો અને ટેલરને આઉટ થઈને પોવેલિયનમાં જવું પડ્યુ. આટલું ઓછુ હોય તેમ આ બોલ પછીના બીજા જ બોલે એટલે કે ભુવનેશ્વરની ૪૮મી ઓવરના પહેલા જ બોલે બાઉન્ડ્રી પર પણ જાડેજાએ ટોમ લેથમનો જોરદર કેચ કર્યો. એટલે મેદાનમાં ફિલ્ડિંગ કરીને બે વિકેટ લીધી…
 
જો કે ન્યુઝીલેન્ડની બેટિંગ પૂર્ણ થઈ ગઈ છે. તેણે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૩૯ રન બનાવ્યા છે. હવે લોર્ડમાં ફાઈનલ મેચ રમવા ભારતને ૨૪૦ રન બનાવવાના છે…..