ઇ-સિગારેટ પરના પ્રતિબંધને લઇને ઇન્ડિયાના ટ્રેડ રિપ્રેઝેન્ટિવ અને સ્વૈચ્છિક સંગઠન દ્વારા સરકારને રજૂઆત

    ૦૨-જુલાઇ-૨૦૧૯

 
 
- ટ્રેડ્‌સના વેપારી પ્રતિનિધિઓ આરોગ્ય મંત્રાલયને ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકતા પહેલા તેની પાછળની હકિકતોની તપાસ કરવા અને ઉદ્યોગને એ અંગેનું માર્ગદર્શન આપવાની વિનંતી કરી
 
- એમઓએચ એન્ડ એફડબલ્યુએ આ અંગે રજૂઆત કરી છે કે, આરોગ્ય મંત્રલાયલને આ બાબત પર અન્ય દેશોના ઉદાહરણ સાથે માર્ગદર્શન અને પરીક્ષણને પણ ધ્યાનમાં લેવું જોઇએ
 
-ઇ-સિગારેટ પરના પ્રતિબંધને કારણે બ્લેક માર્કેટ ઓપન થશે અને અનિયમિત પ્રોડક્ટ્‌સના ઉત્પાદનની શરૂઆત થશે
 
ઇ-સિગારેટ પરના પ્રતિબંધને લઇને ઇન્ડિયાના ટ્રેડ રિપ્રેઝેન્ટિવ અને સ્વૈચ્છિક સંગઠન દ્વારા આજે સરકારને રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમણે ભાગીદારોને કોઇપણ પ્રકારનું માર્ગદર્શન આપ્યા વગર કે પછી અન્ય તથ્યોની તપાસ કર્યા વગર ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવા માટે કોઇપણ પ્રકારની ઉતાવળ ટાળવાની વિનંતી કરી છે.

હેલ્થ મિનિસ્ટર ડા. હર્ષવર્ધન સમક્ષ રજૂઆત  

હેલ્થ મિનિસ્ટર ડા. હર્ષવર્ધન સમક્ષ એમઓએચ એન્ડ એફડબલ્યુએ એસોસિએશનના વિચારોની અપૌચારિક રીતે રજૂઆત કરી છે. એમઓએચ એન્ડ એફડબલ્યુ અને ટ્રેન્ડ્‌સે તાજેતરના મીડિયા રિપોટ્‌ર્સના આધારે તેમની ચિંતાઓને સરકાર સમક્ષ રજૂ કરી છે. તેમણે કહ્યું કે, ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (ડીટીએબી) ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લાવવા માટે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦ના સેક્શન ૨૬ એ અને ૧૦ એ હેઠળ તેમની આયાત પર પ્રતિબંધ કરવાની દરખાતને ટાળી શકે છે. પ્રતિનિધિત્વ મંડળ એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ કોઇ ડ્રગ્સ નથી. આ ધુમપ્રાન કરનાર લોકો માટે ધૂમ્રપાન ઘટાડવાનો એક વિકલ્પ છે. જે ધૂમ્રપાન કરનાર લોકોને સ્વિચ કરવા માંગે છે.
 
આ એક ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સનું એક સંક્ષિપ્ત રૂપ છે. આમાં માઇક્રો બેટરી સંચાલિત ઉપકરણો હોય છે. જે સામાન્ય રીતે ઇ-સિગારેટ્‌સ તરીકે ઓળખાય છે. જે ધૂમ્રપાનની સંવેદનાનું અનુકરણ કરે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ ઉત્પાદનો જ્વલનશીલ સિગારેટ માટે એક સક્ષમ વિકલ્પ તરીકે ઊભરી આવ્યા છે. કારણ કે તેમાં કોઇપણ પ્રકારનું તમાકું નથી. પણ સમાન્ય માત્રમાં તમાકુના અવશષો જેમ કે ટાર, કાર્બન મોનોક્સાઇડ હોય છે.
 
ટ્રેન્ડસ એસોસિએશનમાં ઇલેકટ્રોેનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ(ઇએનડીએસ) ડિવાઇસના આયતકારો, વિતરકો અને માર્કેટર્સનો સમાવેશ થાય છે. સરકારે તમામ સંબિધિત ભાગીદારોના દૃષ્ટિકોણને ધ્યાનમાં લેવાની સલાહ આપી અને સુચવ્યું છે કે સલાહકારો પાસેથી માર્ગદર્શન લઇને તેની પ્રકિયા શરૂ કરવામાં આવશે જેથી દરેકના અભિપ્રાય સુનાવણીમાં મેળવી શકાય.

 હાનિકારક બાબતો ધ્યાનમાં લેવા વિનંતી કરીશું - પ્રવિણ રિખી

ટ્રેન્ડ્‌સના કન્વીનર પ્રવિણ રિખીએ કહ્યું કે, અમે માનીએ છીએ કે સરકાર માટે ઇએનડીએસની સાથે ફરી પરીક્ષણ કરવા માટેના મજબૂત કારણો અસ્તિવમાં છે. અમે સરકારને ઉત્પાદનથી સંબધિત લાભો અને હાનિકારક બાબતો ધ્યાનમાં લેવા વિનંતી કરીશું. આ સાથે ઓપન ચર્ચા શરૂ કરવી જોઇએ જે ઇએનડીએસ કેટેગરી પર લેવાયેલા નિર્ણયને વધુ સારી રીતે જાણવામાં મદદ કરશે. આ સાથે અમે નૈતિક રીતે પ્રતિબદ્ધ થઇને ભારત સરકાર સાથે કામ કરવા તૈયાર છીએ.
ટ્રેડ્‌સ એસોસિએશનનું કહેવું છે કે આ પ્રકારના માર્ગદર્શન અને સૂચનમાં ઉદ્યોગ જગતના નિષ્ણાંતો, નાગરિક, એનજીઓ, તબીબી નિષ્ણાંતોે ( વિરોધ અને સમર્થનમાં હોય તેવા)ની આ મુદ્દા પર તમામ વાતો ધ્યાનમાં લેવી જોઇએ. આ સાથે યોગ્ય નિયમનકારી માળખું વિકસાવવાનો પ્રયાસ કરવો જોઇએ.જેનું તમામ ઉદ્યોગોએ પાલન કરવું જરૂરી છે.
ઇ સિગારેટ પર પ્રતિબંધ અને બીડી પર પ્રતિબંધ નહીં તે અગે રિખીએ કહ્યું, આનો અર્થ એ થયો કે ઓછું નુકાસાનકારક નિકોટિન ધરાવતી ડિલિવરી સિસ્ટમ પર પ્રતિબંધ અને જે સૌથી વધુ હાનિકારક છે તેને બજારમાં સરળતાથી મંજૂરી આપવામાં આવી રહી છે. આ નીતિ મૂળભૂત રીતે ઉપભોક્તાઓના અધિકારો પર એક મોટી તરાપ છે. વિકસિત અર્થતંત્રોની હકિત સાથે સરખામણી કરીએ તો આ ખૂબ જ વિપરીત અને પ્રતિક્રિયાત્મક છે. તેઓ ઇએનડીએસનો ઉપયોગ કરે છે અને ઘણા લોકો આના ઉપયોગથી તમાકુને નિયત્રણના ઉદ્દેશથી પણ જુએ છે. આજે તમામ જી ૭ દેશો એને ૩૬માંથી ૩૪ ઓઇસીડી દેશોએ આનું નિયમન કર્યું છે . આ સાથે ઇએનડીએસનું વેચાણ, માર્કેટિંગ અને ઉત્પાદન ઔપચારિક બનાવ્યું છે.

૯૫ ટકા ઓછું નુકાસાનકારક

પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ, કેન્સર રિસર્ચ યુકે અને રોયલ કોલેજ ઓફ ફિઝિશયન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે આ ધૂમ્રપાનકરવાથી ૯૫ ટકા ઓછું નુકાસાનકારક છે અને બાયસ્ટેન્ડ્‌સને નજીવી માત્રમાં જોખમ રહેલું છે. આ સાથે એક પ્રતિબંધ બ્લેક માર્કેટને ઓપન કરીને સમાપ્ત થઇ જશે અને પેટર્નના અનિયમતિ ઉત્પાદનો માટેની જગ્યા બનાવશે.
હાલ ગુજરાતના વિધાનસભામાં પણ ઇએનડીએસ પર પ્રતિબંધના મુદ્દાને જોર-શોરથી ઉછાડવામાં આવ્યો છે. આ સાથે ૬ જિલ્લાઓ જેમ કે આણંદ, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા અને પંચમહાલના ધારાસભ્યો સહિત સાંસદોને ઇએનડીએસ પર પ્રતિબંધ લગાવવાના નિયમનને લઇને એક પીટીશનની કોપી મોકલવામાં આવી છે. જેમાં ૬ સાંસદો અને ૪૨ ઘારાસભ્યોનો પણ સમાવેશ થાય છે.