ભારત સરકારની સાંસ્કૃતિક બાબતોની અગત્યની ' યુનેસ્કો સમિતિ' માં ભાગ્યેશ જહાની નિમણૂંક...

    ૦૧-ઓગસ્ટ-૨૦૧૯

ભારત સરકારે સાંસ્કૃતિક બાબતો અંગેની યુનાઈટેડ નેશન્સની તજજ્ઞ સમિતિનું ગઠન કર્યું છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે પદ્મ ભૂષણ સત્યવ્રત શાસ્ત્રી છે, જ્યારે બીજા ક્રમે જાણીતા સાંસ્કૃતિક પ્રશાસક અને સાહિત્યકાર તરીકે શ્રી ભાગ્યેશ જહાની નિમણૂંક કરાઇ છે. સાંસ્કૃતિક મંત્રાલયે યુનેસ્કોના પ્રોજેક્ટ અને યોજનાઓની મંજુરી માટે દેશના કલા અને સાહિત્યના પ્રતિષ્ઠિત તજજ્ઞોની સમિતિ રચી છે. શ્રી ભાગ્યેશ જહાની સાંસ્કૃતિક સચિવ તરીકેના દીર્ઘ અનુભવ અને કવિ-લેખક તરીકે ની સર્જનાત્મક શક્તિઓનો રાષ્ટ્રીય કક્ષાએ ઉપયોગ થશે.