અયોધ્યા મામલે મધ્યસ્થતા પેનલ નિષ્ફળ, હવે આ બાબતે રોજ ઓપન કોર્ટમાં સુનાવણી થશે

    ૦૨-ઓગસ્ટ-૨૦૧૯

સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવી દીધું છે કે અયોધ્યા જમીન વિવાદ બાબતે જે મધ્યસ્થતા પેનલની રચના કરવામાં આવી હતી તે કોઇ નિર્ણય સુધી પહોંચી નથી. કોર્ટના મટે હવે આગળ આગામી ૬ ઓગષ્ટથી અદાલતમાં રોજ સુનવણી થશે.
 
નોંધનીય છે કે, કોર્ટે એક અરજીના આધારે 11 જુલાઈએ મધ્યસ્થતા પેનલ પાસેથી આ રિપોર્ટ માંગ્યો હતો. સોમવારે દરેક પક્ષો વચ્ચે દિલ્હીમાં આવેલા ઉત્તર પ્રદેશ સદનમાં આ વિશે છેલ્લી મીટિંગ કરવામાં આવી હતી. આ પહેલાં 18 જુલાઈએ મધ્યસ્થતા પેનલે કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારે સીજેઆઈએ કહ્યું હતું કે, અત્યારે મધ્યસ્થતા રિપોર્ટને રેકોર્ડમાં નથી લેવામાં આવ્યો, કારણ કે હાલ તે ખાનગી છે.
 
પેનલ ટૂંક સમયમાં અંતિમ રિપોર્ટ કોર્ટને સોંપશે. જો તેમાં કોઈ સકારાત્મક પરિણામ નહીં આવે તો 2 ઓગસ્ટથી રોજ સુનાવણી વિશે વિચાર કરવામાં આવશે. તે જ દિવસે સુનાવણીને લઈને આગામી મુદ્દાઓ અને દસ્તાવેજોના અનુવાદની ખામીઓ ચિન્હિત કરવામાં આવશે. ઉલ્લેખનીય વાત એ છે કે આ પેનલમાં રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજ ફકીર મુહમ્મદ ઇગ્રાહિમ, ધર્મગુરૂ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ મંચૂ હતા. પણ આ પેનલ કોઇ નિર્ણય સુધી પહોંચી શકી ન હતી.