૪૫ દિવસની બાળકીને ટબમાં મૂકીને પૂરના પાણીમાંથી બચાવનારા પીએસઆઈ જી.કે. ચાવડાનો વીડિઓ આવ્યો છે

    ૦૨-ઓગસ્ટ-૨૦૧૯

 
 
વડોદરામાં પૂર આવ્યુ છે. વડોદરાના પૂરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. પૂરના કારણે વિશ્વામિત્રી નદીના મગરો લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. તેના વિડીઓ પણ વાઈરલ થઈ ગયા છે.
 
આ બધાની વચ્ચે વડોદરાથી બીજો એક વીડિઓ સામે આવ્યો છે. પહેલા આની તસવીર આવી હતી પણ હવે વીડિઓ પણ સામે આવ્યો છે. જેમાં એક પોલીસકર્મી પોતાના માથે એક પ્લાસ્ટિકના ટબમાં ૪૫ દિવસની બાળકીને મૂકીને પૂરના પાણીથી બચાવી સલામત સ્થળે લઈ જઇ રહ્યો છે. આ પોલીસકર્મી એટલે વડોદરાના રાવપુરા પોલીસ મથકના PSI જી.કે.ચાવડા છે.
 
હાલ તેઓ સોશિયલ મીડિયામાં હીરો બની ગયા છે. લોકો તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે. તમનું કહેવું છે કે આ વીડિઓ વાઈરલ થઈ જશે એની ખબર ન હતી. આ કામ માટે આટલા બાધી વાહવાહી મળશે એવું પણ લાગતું ન હતું. અમે માત્ર અમારું કામ કર્યું છે. ત્યાં ૭૩ લોકો ફસાયા હતા અને અમારું કામ હતું તેમને સલામત રીતે યોગ્ય જગ્યાએ લઈ જવા. અમે તે કરી શક્યા. આમા મારી સ્થાનિક યુવાનોએ અને મારી ટીમના જવાનોએ પણ કામ કર્યુ છે.

જુવો વીડિઓ...