રાષ્ટ્રીય બિસ્કીટ કહી શકાય તેવા પાર્લે-જીની આખી કહાની । અંગ્રેજો સામે સ્વદેશી આંદોલનને મજબૂત કરનારી બ્રાંડ

    ૨૧-ઓગસ્ટ-૨૦૧૯

 
હમણા જ સમાચાર આવ્યા છે કે પાર્લે-જીનું વેચાણ ઘટી રહ્યું છે. તેને પોતાના કર્મચારીઓને છૂટા કરવાની નોબત આવી છે ત્યારે આવો જાણીએ પાર્લે-જીનો શાનદાર ઇતિહાસ….
 
આઝાદી પહેલા ભારતીય બજારોમાં માત્ર અને માત્ર વિદેશની કંપનીઓનું જ જોર વધારે હતું. ભારતમાં તે વખતે વિદેશી વસ્તું વધારે વેચાતી હતી. સ્વભાવિક છે આ વસ્તું મોંઘી પણ ખૂબ હતી. સામન્ય ભારતીય જનતા તો તેને ખરીદી જ શકતી ન હતી. માત્ર અંગ્રેજોને કે ધનવાન ભારતીયોને તે આવી વસ્તુઓનો ઉપયોગ કરતા જોતી હતી. આનો ફાયદો પણ અંગ્રેજોને જ મળતો હતો. તે સમયે અંગ્રેજો ભારતમાં ઇંગ્લેન્ડમાં બનેલી એક કેન્ડી બહુ ખાતા. ભારતમાં પણ તે ખૂબ વેચાતી થઈ. પણ મોંઘી હોવાથી અમૂક લોકો જ તે ખાઇ શકતા. આ વાત એક ભારતીય અને રેશમના વેપારી મોહનલાલ દયાલને ખબર પડી. મોંઘી હોવાથી ભારતીય સામાન્ય લોકો આવી વસ્તું ખાઈ શકતા ન હતા. પણ સારી હોવાની વાતો જરૂર કરતા. તેમને આ વાત ઘર કરી ગઈ. તેમણે નક્કી કર્યું કે અંગ્રેજો જે કેન્ડી ખાય છે એવી જ કેન્ડી ભારતીય સામાન્ય લોકો માટે બનાવવી અને ખૂબ સસ્તી વેચેવી.
 

 
 

કેન્ડી શીખવા જર્મની ગયા…

 
વર્ષ ૧૯૨૮માં મોહનલાલ પહોંચી ગયા જર્મની. પહેલા તો ત્યાં જઈને તેમણે કેન્ડી બનાવતા શીખ્યું. અને એક વર્ષ પછી ૧૯૨૯માં ૬૦ હજાર રૂપિયામાં કેન્ડી બનાવવાનું એક મશીન ખરીદ્યુ અને ભારતમાં લઈ આવ્યા. ભારતમાં આવીને મુંબઈના ઇર્લા-પાર્લા વિસ્તારમાં તેમણે એક જૂની ખંડેર જેવે ફેક્ટ્રી ખરીદી. મુંબઈના પાર્લા વિસ્તારમાં આ ફેક્ટ્રી હોવાને કારણે તેમણે તેનું નામ પણ પાર્લે રાખ્યું. અને થોડાક જ સમય પછી આ ફેક્ટ્રીમાં પ્રોડક્સન શરૂ થયું. આ પ્રોડક્શન હતું ઓરેન્જ કેન્ડીનું…યાદ છે જે આપણને ૨૫ પૈસામાં પાંચ જે ખાટી-મીઠી નારંગીની એક ચીર આકારની ગોળી મળે છે ને તે જ આ ઓરેન્જ કેન્ડી. ત્યારેપાઈ, આનાના જમાનામાં તો તે ખૂબ સસ્તી હતી. આ પછી તો પાર્લેએ બીજી અનેક કેન્ડી બનાવી. ધીરે ધીરે તેનો વેપર દેશમાં ફેલાવવા લાગ્યો.
 
 

કેન્ડી પછી બિસ્કીટ બનાવ્યા…

 
પાર્લેની કેન્ડી તો દેશમાં સામાન્ય જનતાની સ્વદે ચડી ગઈ હતી પણ હવે વારો હતો બિસ્કીટનો. અંગ્રેજો ચા સાથે બિસ્કીટ ખાતા હતા. સ્વભાવિક છે બિસ્કીટ વિદેશી કંપનીના જ તેઓ ખાતા હતા. ભારતીય સામાન્ય લોકો તે ખરીદીને ખાઈ શકે શકે તેવું એ જમાનામાં શક્ય ન હતું. વળીપાછુ મોહનલાલ ને લાગ્યું કે મારે મારા ભારતીય સામાન્ય લોકો માટે સારા અને સસ્તા બિસ્કીટ બનાવવા જોઇએ. બસ પછી શું? લાગી ગય તેઓ તમના નવા કામમાં. બિસ્કીટ બનાવ્યા પણ ખરા. વર્ષ ૧૯૩૯માં તેમણે પાર્લે-ગ્લૂકો બિસ્કીટની શરૂઆત કરી. આ બિસ્કીર મેદામાંથી નહી પણ ઘંઉમાંથી બનેલા હતા. સસ્તા હતા અને ભારતની સામાન્ય જનતાને સ્વાદમાં ભાવે તેવા પણ હતા. જેનું પરિણામ શું આવ્યું. લોકોને આ બિસ્કીટ ખૂબ ગમ્યા. લોકો પાર્લે ગ્લૂકોથી પોતાના દિવસની શરૂઆત કરવા લાગ્યા. એવું કહેવાય છે કે અંગ્રેજો પણ ચા જોડે પાર્લે ખાવા લાગ્યા હતા.
 

 
 

બીજા યુદ્ધના સૈનિકો ખાતા પાર્લે-જી

 
આ સમય હતો પાર્લેના વિકસનો પણ એ સમય બીજા વિશ્વયુદ્ધનો પણ હતો. થોડા સમય પછી જ બીજુ વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું. ભારતમાંથી હજારોની સંખ્યામાં સૈનિકોને યુદ્ધ લડવા મોકલવામાં આવ્યા હતા. એવું કહેવાય રહ્યું છે કે તે સમયે કટોકટીની સ્થિતિમાં સૈનિકો માટે પાર્લે-ગ્લૂકો બિસ્કીટના પેકેટ મોકલવામાં આવ્યા હતા.
 

…અને કંપનીએ પ્રોડક્શન પાર્લે બિસ્કીટનું ઉત્પાદન બંધ કર્યુ

 
બસ આ સમયગાળામાં તો પાર્લે એક બિસ્કીટની મોટી બ્રાન્ડ બની ગયું હતું. પણ એવા સમયે જ કંપનીને પોતાનું પ્રોડક્શન બંધ કરવું પડ્યું. કેમ ખબર છે? એકબાજું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું. પ્રોડક્શન માટે કંપનીને જે કાચો માલ અને ઘંઉની જરૂર પડતી હતી તે કંપની ને મળતો બંધ થઈ ગયો હતો. ૧૯૪૪ના બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ કારણોથી બિસ્કીટનું ઉત્પાદન બંધ કરવું પડ્યું. લગભગ ૧૦ વર્ષ સુધી પાર્લેના બિસ્કીટ જનતાથી દૂર રહ્યા. આ દરમિયાન પાર્લેની માંગ વધતી રહી. લોકો રીતસર માંગ કરતા હતા. આથી કંપનીએ તે સમયે આગળ આવીને કહેવુમ પડ્યું હતું કે કંપની બંધ થતી નથી પણ સ્થિતિ સામાન્ય થસે એટલે પાર્લે તમારી વચ્ચે હશે. આઝાદી પછી દેશની સ્થિતિ સામાન્ય બની એટલે ફરી પાર્લે-ગ્લૂકોનું પ્રોડક્શન શરૂ થયુ અને લોકો તેને ફરી વધાવી લીધું.
 

પાર્લે-ગ્લૂકોમાંથી પાર્લે-જી નામ કેમ કરાયું?

 
મહત્વની વાત એ છે એ સમયે પણ એવું જ થયું જેવું અત્યારે થઈ રહ્યું છે. પાર્લેના નામે અનેક બિસ્કીટ બજારમાં આવી ગયા હતા. પાર્લેને ટક્કર આપવા ભળતા નામ સાથેના બિસ્કીટ આવી ગયા હતા પણ લોકોને બીજા બિસ્કીટ ભાવ્યા નહી. તે વખતે કંપનીએ પોતાના નામનું રજિસ્ટર્ડ કરાવ્યું ન હતુ એટલે આ નામનો ઉપયોગ કરીને અન્ય કંપનીઓ પણ આવા બિસ્કીટ બનાવવા લાગી હતી. આથી લોકો પણ કન્ફ્યુસ રહેતા કે કયા બિસ્કીટ લેવાના. આથી સૌથી પહેલા કંપએ પોતાનું નામ બદલ્યું. તેણે પાર્લે-ગ્લૂકોનું પાર્લે-જી કરી નાખ્યું. અને ૧૯૮૨માં બિસ્કીરની પહેલી ડિજિટલ એડ પણ બનાવી પ્રસારિત કરી.
 

પાર્લે-જીની એ પહેલી ટીવી એડ…

 
આ ટીવી પર પ્રસારિત થઈ અને જોત જોતામાં પાર્લેનું વેચાણ આકાશે આંબી ગયું. વેંચાણમાં તેણે બધા રેકોર્ડ તોડી નાખ્યા. એવું કહેવાય છે કે વર્ષ ૧૯૯૧માં બિસ્કીટ માર્કેટના ૭૦ ટકા ભાગ પાર્લે-જી પાસે હતો. પાર્લે-જી એક પ્રકારે “રાષ્ટ્રીય બિસ્કીટ” તરીકે સ્વીકારાય ગયું હતું. પછી તો પાર્લેએ બીજા અનેક પ્રકારના બિસ્કીટ, બોલી, ચોકલેટ બનાવ્યા પણ પાર્લે-જી જેવી સફળતા કોઇ પ્રોડક્ટને મળી નહી.
 

 
 

વર્ષે ૧૪, ૫૦૦ કરોડ બિસ્કીટનું ઉત્પાદન…

 
થોડા આંકડાઓ પર નજર ફેરવીએ તો વર્ષ ૨૦૧૨માં કંપનીએ ૫૦૦૦ કરોડના માત્ર બિસ્કીટ વેચ્યા હતા. કંપની દર વર્ષે ૧૪,૫૦૦ કરોડ બિસ્કીટ બનાવે છે. આ બિસ્કીટ દુનિયાભરમાં ૬૦ લાખ સ્ટોર્સમા મોકલવામાં આવે છે. જેના થકી પાર્લે દર વર્ષે ૧૬ મિલિયન ડોલર્સની રેવન્યૂ જનરેટ કરે છે.
 

અને હવે છટણીની વાત…

 
પણ આજેની વાત થોડી જૂદી છે. આજે જ સમાચાર આવ્યા છે કે પાર્લે કંપની ખોટમાં ચાલી રહી છે. બંધ થાય એવી ખોટમાં નહી પણ પોતાના કર્મચારીઓને છૂટ કરવા પડે તેવી ખોટમાં ચાલી રહી છે. કંપની કેટેગરી હેડ મયંક શાહે મીડિયાને જણાવ્યું છે કે પારલે-જીની ઘટતી માંગના કારણે અમારે ૮થી૧૦ હજાર કર્મચારીઓને છૂટા કરવા પડે તેવી સ્થિતિ છે.