રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કવિતા ચારણ કન્યાની આવી સરસ રજૂઆત તમે ક્યારેય નહી જોઇ હોય!

    ૨૮-ઓગસ્ટ-૨૦૧૯

 
 
 
28 ઓગષ્ટ એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જન્મેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિવસ. ઝવેરચંદ મેઘાણીને યાદ કરીએ એટલે એક સાચો કિસ્સો એટલે કે ચારણ કન્યા યાદ આવે જ. તેમણે એક કવિતા લખી. ચારણ કન્યા. ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. અને તેના પરથી ઝવેરચંદ મેઘાણી કવિતા લખે છે. આ કવિતા રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી આપણી સામે રજૂ કરે તો કેવી રીતે કરે? આ કલ્પના કરવી અઘરી છે પણ 93.5 Red FM ના આરજે (Radio Jocky) આકાશે ખૂબ સરસ રીતે આ કવિતા વીડિઓના માધ્યમથી આપણી વચ્ચે મૂકી છે. સાંભળો. આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિવસે આ કવિતા સાંભળવાનો લ્હાવો લેવા જેવો છે….આરજે આકાશે આ કવિતા એ રીતે રજૂ કરી છે કે સાંભળતા સાંભળતા તમારા રૂવાંડા અનેક વાર ઊભા થઈ જશે…
 
 
સાંભળો…