જ્યારે સુષમાજીએ ૨૩ વર્ષ પહેલા લોકસભામાં કહ્યું હતું કે અમે સાંપ્રદાયિક છીએ કારણ કે,….

    ૦૭-ઓગસ્ટ-૨૦૧૯

 
આજે કૂશળ મહિલા રાજનેતા સુષમા સ્વરાજે આપણી વચ્ચેથી વિદાઈ લીધી છે. રાજતેના તરીકે તેમણે દેશ માટે જે કામ કર્યુ છે તે ભારતીય રાજનીતિના ઇતિહાસમાં સૂવર્ણ અક્ષરે લખાશે. તેમની સાદી જીવનશૈલી અને વકૃત્વશૈલીએ પણ તેમને ધરે ધરે પહોંચાડીયા હતા. મહિલાઓ માટે તે આદર્શ રાજનેતા હતા. સંસદમાં તેઓ ધારદાર શૈલીમાં તર્કબંધ રજૂઆતો કરતા. અહી તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તેમણે ૩૭૦થી લઈને તેમની પાર્ટી પર લાગતા આરોપોનો જોરદાર કટાક્ષપૂર્ણ જવાબો આપ્યા છે.....
 

 
 
૧૧ જૂન ૧૯૯૬. લોકસભામાં ચર્ચા ચાલી રહી હતી. ભાજપ પર બીજા પક્ષો આરોપ લાગાવી રહ્યા હતા કે આ પાર્ટી તો સાંપ્રદાયિક છે. જેનો જવાબ એજ દિવસે સુષમાજીએ સંસદમાં આપ્યો હતો.
 
તેમણે જણાવ્યું કેમ હા અમે સાંપ્રસાયિક છીએ કેમ કે….
અમે વંદે માતરમ ગાવાની વકિલાત કરીએ છીએ,
 
હા અમે સાંપ્રસાયિક છીએ કેમ કે….
અમે રાષ્ટ્રીય ધ્વજના સંમ્માન માટે લડત આપીએ છીએ,
 
હા અમે સાંપ્રસાયિક છીએ કેમ કે….
અમે ધારા ૩૭૦ને હટાવવાની માંગ કરીએ છીએ,
 
હા અમે સાંપ્રસાયિક છીએ કેમ કે….
અમે હિન્દુસ્થાનમાં સમાન નાગરિક સંહિતા લાવવાની માંગ કરીએ છીએ,
 
હા અમે સાંપ્રસાયિક છીએ કેમ કે….
અમે કાશ્મીરી શરણાર્થીઓના દર્દનો અવાજ અહીં સુધી પહોંચાડીએ છીએ,.....
 
....સચ્ચાઈ તો એ છે કે અમને અમારા હિન્દુ હોવા પર શરમ નથી આવતી એટલા માટે અમે સાંપ્રદાયિક છીએ.
 
જ્યાં સુધી આ દેશમાં તમે હિન્દુ હોવા પર શરમ નહી અનુભવો ત્યાં સુધી તમને આ તથાકથિત સેક્યુલરોથી તમને સેક્યુલર હોવાનું સર્ટિફિકેટ નહી મળે....
 

જુવો વીડિઓ...