૩૭૦ની નાબૂદી પછી પહેલીવાર વડાપ્રધાન આજે દેશને સંબોધશે, જાણો વિગત

    ૦૮-ઓગસ્ટ-૨૦૧૯

 
 
૫ ઓગષ્ટ સંસદના ઇતિહાસમાં લખાઈ ગઈ છે. આ દિવસે ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી ધાર ૩૭૦ને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આજે જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ હટી ગઈ છે ત્યારે સૌને આ સંદર્ભે વડાપ્રધાન મોદીનું શું કહેવું છે? તે જાણવામાં રસ છે. જો કે તેમણે ગઈ કાલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ૪૮ જેટલી ટ્વીટ જૂદી જૂદી ભાષામાં મૂકી આ બાબતે પોતાનો નાનકડો મત મૂક્યો હતો.
 
૩૭૦ની ધારા હટી ત્યારે સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન ૭ ઓગષ્ટે દેશ સામે આ સંદર્ભે પોતાનો વિચાર મૂકશે. પણ સુષમાજીનું અવસાન થવાથી આ ઉદબોધનને એક દિવસ માટે રોકવામાં આવ્યું અને હવે મળતા સમાચાર મુજબ આજે સાંજે ૮ વાગે રેડિયોના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધારા ૩૭૦ સંદર્ભે દેશને સંબોધશે…