Laal Kaptaan Trailer નું આ ભયાનક ટ્રેલર જોઇ તમારા હોશ ઉડી જશે!

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૧૯

 
 
સૈફાઅલી ખાનનું એક ભયાનક લાગતું ફિલ્મ આગામી ૧૮ ઓક્ટોબરે આવવાનું છે પણ આજે તેનું એક ટ્રેલર રીલિસ થયું છે. જેના વિષે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. તો આવો આપણે પણ થોડી ચર્ચા કરી લઈએ!
 
સૈફ અલી ખાનની ફિલ્મ 'લાલ કપ્તાન' ટ્રેલરનો પ્રથમ ભાગ રિલીઝ થઇ ગયો છે. પ્રથમ ભાગને 'ચેપ્ટર વન-ધ હંટ' નામ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનાં કેરેક્ટરનું નામ 'નાગા સાધુ' છે. એક નાગા સાધુ બદલો લેવા નીકળે તો શું થાય તેની ઝલક આ ટ્રેલરમાં જોવા મળે છે. જોકે સૈફની વેબ સિરીઝ વિવાદાસ્પદ રહી છે. આશા રાખીએ કે નાગા સાધુઓનું અપમાન કરતી આ ફિલ્મ નહી હોય.
 

 
 

ટ્રેલરમાં શું છે?

 
સૌથી પહેલા એ જાણી લો કે આ ફિલ્મનું આ પહેલું ટ્રેલર છે. થોડા સમયમાં આ ફિલ્મના થોડા બીજા ટ્રેલર આવશે. જેમાં નાગા સાધુઓને લઈને અલગ અલગ રહસ્મય વાતો આ ટ્રેલરમાં બતાવાશે. આ પહેલા ટ્રેલરનું નામ છે “ધી હંટ” એટલે કે શિકાર. સૈફાઅલી ખાનનો રોલ આ ફિલ્મમાં ભયાનક લાગે છે. આટ્રેલર પરથી તો એવું જ લાગે છે. મારકાટવાળું આ ફિલ્મ લાગે છે. ટ્રેલરની શરૂઆત જ એક ભયાનક ડાયલોગથી થાય છે. “આદમી કે પેદા હોતે હી, કાલ અપને ભૈંસે પે બૈઠ કે ચલ પડતા હૈ, ઉસે વાપિસ લિવાને….”
  
 

ઘટના શું છે આ ફિલ્મની?

 
૧૭૮૦નું રાજસ્થાન. હિન્દુસ્થાનમાં અંગ્રેજોનું રાજ છે. એક પરિવારના બેઅ ભાઈ છે. જેમાંથી એક ને નાગા સાધુ બનવું હોય છે. બન્ને એ માર્ગ પર ચાલી નીકળે છે. આ ભાઇઓ નાગા સાધુ બને છે કે નહી એ પછી ખબર પડશે પણ લાલ કપ્ટાનનું ટ્રેલર જોતા લાગે કે આ દગાનો બદલો લેતી ઘટનાની વાર્તા છે. લગભગ ૧ મિનિટ કરતા વધારે મોટા આ ટ્રેલરમાં હિંસા જ છે. સૈફાઅલી ખાન ઓમકારાના લંગડા ત્યાગી કરતા પણ વધારે ભયાનક આમાં લાગે છે.
 

 
 

18 ઓક્ટોબરનાં રોજ રીલિઝ

 
પહેલા લાલ કપ્તાન 11 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થવાનું હતું પરંતુ હવે તેની રિલીઝ ડેટ બદલાઇ ગઈ છે. હવે 18 ઓક્ટોબરનાં રોજ રીલિઝ થશે. સૈફ અલી ખાન લાલ કેપ્ટનમાં લીડ રોલમાં છે. ફિલ્મને નવદીપ સિંહે ડાયરેક્ટ કરી છે અને આનંદ એલ રાયે પ્રોડ્યૂસ અને દીપક વેંકેટેશે લખી છે.