પોનુંગ ડોમિંગ : અરૂણાચલ પ્રદેશમાંથી લેફ્ટિનેન્ટ કર્નલના પદ સુધી પહોંચનારી પહેલી મહિલા અધિકારી

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૧૯

 
 
અરૂણાચલ પ્રદેશમાંથી ભારતીય સેનામાં પ્રવેશ મેળવનારી મેજર પોનુંગ ડોમિંગએ એક ઇતિહાસ રચ્યો છે. તે પોતાના પ્રદેશમાંથી એટલે કે અરૂણાચલ પ્રદેશમાંથી લેફ્ટિનેન્ટ કર્નલના પદ સુધી પહોંચનારી પહેલી મહિલા અધિકારી બની ગઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ ટ્વિટર પર પોનુંગ ડોમિંગને સશક્ત અને સાહસી મહિલા તરીકે સંબોધી છે.
અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખંડૂએ પણ તેમને અભિનંદન આપતા લખ્યું કે પોનુંગ અરૂણાચલ પ્રદેશની પહેલી મહિલા અધિકારી છે જે લિફ્ટિનેન્ટ કર્નલ બની છે.
 
મીડિયાના અહેવાલો મુજબ ડોમિંગ પૂર્વી સિયાંગ જિલ્લાના પાસીઘાટના જીટીસીની વતની છે. તેને ચાર ભાઈ-બહેન છે અને તેમાં તે સૌથી મોટી બહેન છે. સરકારી શાળામાં ભણેલી પોનુંગ બાળપણથી જ સૈન્ય અધિકારી બનવા માંગતી હતી.
 

 
 
ડોમિંગે ૧૨માં ધોરણ સુધીનો અભ્યાસ સરકારી શાળામાં કર્યો છે. આ પછી પ્રવેશ પરીક્ષા પાસ કરી ડોમિંગે મહારાષ્ટ્રની વાલચંદ કોલેજમાં એડમિશન લીધુ અને સિવિલ એન્જીનીયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. એન્જીનીયરિંગનો અભ્યાસ કર્યા પછી તેમણે કોલકત્તામાં એલ એન્ડ ટી કંપનીમાં નોકરી મેળવી અને બે વર્ષ સુધી કામ કર્યું. આ દરમિયાન તેમણે સર્વિસ સિલેક્શનની પરીક્ષાની તૈયારી પણ કરી.
 

 
 
વર્ષ ૨૦૦૮માં ડોમિંગ ભારતીય સેના સાથે જોડાઈ. ચેન્નઈની ઑફિસર્સ ટ્રેનિંગ એકાદમીમાં ટ્રેનિંગ લીધી. અને થોડા સમયમાં જ સેનામાં તે આટલી મોટી પોસ્ટ સુધી પહોંચી ગઈ છે…