પાથેય । જ્ઞાન મેળવવા શિષ્યે જ ગુરુ પાસે જવું પડે છે

    ૧૦-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

c v raman_1  H
 
એક સમયની વાત છે. એક વિદેશી યુવા વિજ્ઞાનીએ શરીર વિજ્ઞાનના માધ્યમથી આંતરિક રંગોનું ઊંડુ અધ્યયન કર્યું હતું. મહાન વિજ્ઞાનિક ડો. સી.વી. રામનને જ્યારે આની જાણ થઈ ત્યારે તે ઉત્સુકતાવશ તે પેલા વૈજ્ઞાનિકની પ્રયોગશાળામાં પહોંચ્યા. તે સમયે રમનને નોબેલ પુરસ્કાર પણ મળી ચૂક્યો હતો. જ્યારે યુવા વૈજ્ઞાનિકે એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિકને પોતાની પ્રયોગશાળામાં આવેલા જોયા તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ડૉ.. સી. વી. રમનનું સ્વાગત કર્યું અને થોડા સંકોચ સાથે તેઓને બેસવા માટે કહ્યું, પરંતુ રમન બેઠા નહીં અને પેલા વૈજ્ઞાનિકને કહ્યું, મને માફ કરજો પણ હું તમારી સામે બેસી શકુ નહીં. વૈજ્ઞાનિકે કહ્યું એવી તો કઈ વિવશતા છે ? તમે તો મારાથી મોટા અને સન્માનનીય છો.
 
ડો. સી. વી. રમને ખૂબ જ આદરપૂર્વક કહ્યું, હાલ તો હું તમે રંગોને લઈને જે સંશોધન કર્યું છે તે અંગે તમારી પાસે કઈક શીખવા આવ્યો છું. એટલે તમે મારા ગુરુ થાવ. અહીં હું મારા ગુરુ સામે કઈ રીતે બેસી શકુ ? તમે મને રંગોના વિષયે જાણકારી આપશો ? પેલા યુવા વૈજ્ઞાનિકના આશ્ચર્યનો પાર ના રહ્યો. તેણે કહ્યું, એ તો મારું અહોભાગ્ય ! બોલો, ક્યારે હું તમારી સમક્ષ હાજર થાઉં ? ડો. રમને કહ્યું, જ્ઞાન તો મારે મેળવવાનું છે અને ગુરુ શિષ્યની પાસે ક્યારેય નથી જતા. જ્ઞાન મેળવવા માટે તો શિષ્યે જ ગુરુ પાસે આવવું પડે છે. તમે તમારી સુવિધા અનુસાર સમય જણાવી દો, હું આવી જઈશ. પેલા યુવા વૈજ્ઞાનિકના જીવનનો આ સ્વર્ણિમ અવસર હતો. તે ડૅા. સી. વી. રમનની વિનમ્રતા અને શાલીનતા જોઈ દગ જ રહી ગયો.