મૂર્તિપૂજા કેમ ? સ્વામી વિવેકાનંદ સમજવા જેવો જવાબ આપે છે!

    ૧૮-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

pathey vivekananda_1 
 
 
એક દિવસ સ્વામી વિવેકાનંદજીને એક રાજાએ મળવા માટે નિમંત્રણ આપ્યું. બન્નેની મુલાકાત દરમિયાન રાજાએ હિન્દુઓની મૂર્તિપૂજાની ઠેકડી ઉડાવવાના આશયથી કહ્યું, `તમે હિન્દુઓ માટી, પથ્થર અને પિત્તળની બનેલી મૂર્તિઓની પૂજા કેમ કરો છો ? હું એને નથી માનતો. તે તો માત્ર એક પદાર્થનો ટુકડો છે.'
 
પેલા રાજાના સિંહાસન પાછળ એક વ્યક્તિની તસવીર લગાવેલી હતી. વિવેકાનંદજીએ પૂછ્યું, `રાજા, આ તસવીર કોની છે ? એ તસવીરને હાથમાં લેશો ?' રાજાએ તેમ કર્યું. સ્વામીજીએ કહ્યું, `હવે એક કામ કરો, એને જમીન પર ફેંકો અને ધૂળમાં રગદોળો.'
રાજા ક્રોધથી ધૂંઆપૂંઆ થઈ ગયો અને કહ્યું, `સ્વામીજી, તમે ભાનમાં તો છો ને, એ મારો બાપ છે. હું એવું કઈ રીતે કરી શકુ ?'
 
સ્વામીજીએ કહ્યું, `કેમ ? આ તસવીર પણ તો માત્ર કાગળનો એક ટુકડો જ છે ને જેને રંગના બેચાર લસરકા કરી એક આવરણમાં જડી દેવાઈ છે. તેમાં ન તો જીવ છે કે ન તો તે સાંભળી, બોલી શકે છે તેમ છતાં તમે તેનું અપમાન સહી શકતા નથી, કારણ કે તેને તમે તમારા પિતાનું સાક્ષાત્ સ્વરૂપ માનો છો. જેના અનાદરને તમારા પિતાનો અનાદર ગણો છો,
 
બસ, તેવી જ રીતે મૂર્તિપૂજકો પણ માટી, પથ્થર કે ધાતુની પૂજા ભગવાનનું સ્વરૂપ માની કરીએ છીએ. ભગવાન તો કણ-કણમાં વસેલા હોય છે જ છતાં પણ એક આધાર માટે અને મનને એકાગ્ર કરવા માટે અમે મૂર્તિપૂજકો આ મૂર્તિઓની સાક્ષાત્ ઈશ્વરની પ્રતિમાની પૂજા કરીએ છીએ. પેલો રાજા સ્વામીજીની આ વાત સાંભળી તેમના ચરણોમાં પડી ગયો અને પોતાના કૃત્યની માફી માંગવા લાગ્યો.