કેસર - ક્યારી કાશ્મીરના અપ્રતિમ રખવૈયાઓને કૃતજ્ઞ રાષ્ટની આદરાંજલિ!

    ૨૭-જાન્યુઆરી-૨૦૨૦

jammu kashmir_1 &nbs
 
પંડિત નહેરુજી અને શેખ અબ્દુલ્લા જેવાઓની વિઘાતક કારવાઈથી કાશ્મિર દૂઝતા જખમ જેવું બન્યું... આવા જમ્મુ-કાશ્મીર રાજ્યના ભારતીય સંઘમાં પૂર્ણ વિલીનીકરણ અને સુરક્ષાની દિશામાં સિંહ ફાળો પ્રદાન કરનાર સરદાર પટેલ, ડૅા. શ્યામાપ્રસાદ મુખર્જી, પ્રો. બલરાજ મધોક અને પંડિત પ્રેમનાથ ડોગરા જેવા મેધાવી રાજપુરુષોને કૃતજ્ઞ રાષ્ટની આદરાંજલિ...!
 

જમ્મુ-કાશ્મીરના સંઘર્ષવીર પ્રો. બલરાજ મધોક


jammu kashmir madhok_1&nb પ્રો. બલરાજ મધોક...
 
આમ તો ૧૯૫૩માં તત્કાલીન વિપક્ષના મેધાવી મોવડી તરીકે, ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં પ્રવેશ માટેની તત્કાલીન પ્રવેશ પરમિટ વિના જ, જમ્મુ ક્ષેત્રના કઠુઆમાં પ્રવેશ કર્યો અને તત્કાલીન જમ્મુ-કાશ્મીરના તથાકથિત વઝીરે આઝમ શેખ અબ્દુલ્લાની પોલીસે, સત્યાગ્રહી ડો. મુખર્જીની ધરપકડ કરી. એ સાથે જ કાશ્મીરમાં પ્રવર્તતી ગંભીર બાબતો રાષ્ટીય ફલક ઉપર એકદમ જ ચર્ચામાં આવી પરંતુ ૧૯૫૩ના એ ઐતિહાસિક કાશ્મીર -સત્યાગ્રહની પૂર્વભૂમિકારૂપે, બે મહાન સંઘર્ષવીરોની તપસ્યા, અથક પરિશ્રમ, સાહસ, સમર્પણ, દૂરંદેશિતા અને ભારતભક્તિની સૌરભ આજે પણ દેશવાસીઓમાં મહેંકી રહી છે. તેઓ હતા : પ્રો. બલરાજ મધોક અને પંડિત પ્રેમનાથ ડોગરા અને તેમની પૂર્ણ સમર્પિત વાનરસેના જેવી રાષ્ટપ્રીતિથી છલકતી સંઘ સ્વયંસેવકોની યુવા પેઢી... ૧૯૪૪માં શ્રીનગરની ડી. એ. વી. કૅાલેજમાં ઇતિહાસના લેક્ચરર તરીકે નિયુક્ત પ્રો. બલરાજ મધોકજી, ૧૯૩૮માં માત્ર ૧૮ વર્ષની વયે જ પરિવારના આર્યસમાજી સંસ્કારોના સંબલ પર, રાષ્ટીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક પણ થયા. જન્મથી મૂળ કાશ્મીર રાજ્યના એવા પ્રોફેસર મધોકજી ગિલગીટ - બાલ્ટિસ્તાન ક્ષેત્રના સ્કાર્દુના વતની હતા. ૨૪ વર્ષની ભરયુવા વયે મધોકજી સંઘના પૂર્ણ સમયના પ્રચારક તરીકે સર્વ-સમર્પણભાવથી ભારતભક્તિના યજ્ઞમાં આત બન્યા. જમ્મુ-કાશ્મીરમાં રા. સ્વ. સંઘની શાખાઓની સુઢ શ્રૃંખલાના સર્જન-વિસ્તરણની પડકારરૂપ કામગીરી પ્રો. મધોકજીએ બખૂબી નિભાવી જાણી.
 

સ્વયંસેવકોની કામગીરી

 
આ એ જ પ્રો. મધોકજી હતા જેમણે દેશવિભાજન સાથેના સ્વરાજના પ્રાંરભિક વર્ષોના કટોકટીભર્યા એ દિવસોમાં, તેમના વિશ્વસ્ત સંઘ-સ્વયંસેવકોની ગરૂડષ્ટિ ધરાવતી શ્રૃંખલા દ્વારા; જેહાદી પાકિસ્તાનના કાશ્મીર ઉપરના નાપાક આક્રમણની સાજીશની ગંધ પારખીને; તેની આગોતરી જાણકારી મહેરચંદ મહાજન મારફત કાશ્મીરના મહારાજાને પહોંચાડેલી. આ વિરલ કામગીરીમાં લાહોર, રાવલપિંડી, મુઝફ્ફરાબાદ જેવા મુસ્લિમ લીગના અડ્ડા જેવાં શહેરોમાંના પ્રો. મધોકજીના જીવંત સંપર્ક-સૂત્રો અત્યંત ઉપયોગી નીવડેલાં. ૧૯૪૭ના ઑક્ટોબરના મધ્યભાગમાં જમ્મુ-કાશ્મીર રાજ્ય ઉપર પાકિસ્તાને આક્રમણ કર્યું. એ માટેની તૈયારીઓ તો દિવસો પહેલાં શરૂ થયેલી. ૨૪ ઑક્ટોબરે પાકિસ્તાની સેના બારામુલ્લા પહોંચી ગઈ. આ તરફ શ્રીનગરનું એરપોર્ટ ગમે ત્યારે પાકિસ્તાનના કબજામાં આવે તેવી કટોકટીભરી એ ક્ષણો હતી... તો બીજી તરફ નવી દિલ્હીમાં સરદાર પટેલની પ્રત્યક્ષ રાહબરી નીચે, ભારતીય જાંબાજ સૈન્ય શ્રીનગર એરપોર્ટ પર પાકિસ્તાનને મારી હટાવવા માટે પહોંચવાની તૈયારીમાં હતું ત્યારે; શ્રીનગરના પાકિસ્તાન તરફી ઇસ્લામિસ્ટ જેહાદીઓએ શ્રીનગર એરપોર્ટમાં તોડફોડ કરેલી. આવી કટોકટીની ક્ષણોમાં કાશ્મીરના મહારાજા શ્રી હરિસિંહજીની વિનંતીથી, સંઘમોવડી પ્રો. મધોકજીએ ૩૦૦ થી ૫૦૦ સુસજ્જ જાંબાજ સંઘસ્વયંસેવકોને શ્રીનગર એરપોર્ટના અનિવાર્ય સમારકામ અને સુરક્ષા માટે તત્કાલ મોકલી આપેલા. પરિણામે ૨૭ ઓક્ટોબરની પરોઢે ભારતીય સૈન્યનું શ્રીનગર એરપોર્ટ ઉપર સલામત ઉતરાણ શક્ય બન્યું.... કાશ્મીર ઘાટી ઉપરના ૧૯૪૭માં થયેલા પાકિસ્તાની આક્રમણના એ કટોકટીભર્યા દિવસોમાં, જમ્મુ-કાશ્મીરના હિન્દુ ડોગરા રાજવી મહારાજા હરિસિંહજીની સેના, અર્ધલશ્કરી દળો અને પોલીસમાંના અનેક જેહાદી ઇસ્લામી જવાનોએ પાકિસ્તાન તરફી બળવો કર્યો હતો અને શિયાળ જેવા ધૂર્ત શેખ અબ્દુલ્લાની ``શકુનિ-ચાલ'' વર્ષોથી એ સઘળાં ઇસ્લામિસ્ટ જેહાદીઓના પ્રગટ-અપ્રગટ સમર્થનમાં પૂરજોશમાં સક્રિય હતી. પરિણામે મહારાજા હરિસિંહજીને શેખ અબ્દુલ્લાની ધરપકડ કરવાની ફરજ પડેલી. આવી ``કરો યા મરો''ની કટોકટીની પળોમાં રાજધાની શ્રીનગરમાં જનતાનો જુસ્સો ટકાવી રાખવા માટે, મહારાજા હરિસિંહજીની વિનંતીથી ૧૯૪૭ના ઑક્ટોબર માસની વિજયાદશમીના દિવસે, રા. સ્વ. સંઘના મેધાવી અદમ્ય સાહસિક સંઘપ્રચારક પ્રો. મધોકજીએ પૂર્ણ ગણવેશધારી સંઘ સ્વયંસેવકોનું જાહેર પથ-સંચાલન શ્રીનગર શહેરના રાજમાર્ગો ઉપર કરાવીને, સમગ્ર શ્રીનગર શહેરમાં ભારતભક્તિનો જુવાળ ફેલાવ્યો હતો!
 

jammu kashmir saradar_1&n 
 
પરંતુ આ તરફ રહસ્યમય કારણોથી ભારતનાં તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત નહેરુજીએ, કાશ્મીરના મહારાજા ઉપર દબાણ લાવીને, શેખ અબ્દુલ્લાને જેલમાંથી મુક્ત કરાવ્યા અને અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરના ``વઝીરે આઝમ'' પણ બનાવ્યા. ! જેલમાંથી મુક્ત થવા માટે શેખ અબ્દુલ્લાએ મહારાજા હરિસિંહજીની માફી માગીને મહારાજા પ્રત્યે વફાદારી દર્શાવવાનું નાટક તો કર્યું. પરંતુ શેખ અબ્દુલ્લા જેવો જેલમાંથી છૂટ્યો કે તેણે તેનો અસલી ઇસ્લામી જેહાદી રંગ પ્રગટ કર્યો. શ્રીનગરના લાલચોકમાં એક લાખ જેટલા મુસ્લિમ સમર્થકોની રેલીમાં શેખ અબ્દુલ્લા ઉવાચ : ``મેં જમ્મુ-કાશ્મીર રાજ્યના વઝીરે આઝમનો તાજ કીચડમાંથી મહામહેનતે કાઢીને પહેર્યો છે. આપણે કાશ્મીરીઓએ ભારત સાથે જવું કે પાકિસ્તાન સાથે ? એ બાબત હાલ તુરત અલગ પ્રશ્ન છે : પરંતુ સર્વપ્રથમ આપણે કાશ્મીરીઓએ (હિન્દુ રાજાથી) આઝાદી મેળવવી જ રહી !''
 

જમ્મુ-કાશ્મીર પ્રજા પરિષદની સંઘર્ષગાથા...

 
શેખ અબ્દુલ્લાના જાહેર પ્રવચનના ઉપર્યુક્ત શબ્દો સાંભળીને, દૂરંદેશી ભારતભક્ત પ્રો. બલરાજ મધોકજીએ શ્રીનગરના લાલચોકની એ સભામાંથી તાત્કાલિક બહાર નીકળી જઈને, તેમની મોટરબાઇકને જમ્મુ તરફ ઝડપભેર હંકારી દીધી. વળતે દિવસે જમ્મુમાં મહાન ભારતભક્ત એવા પંડિત પ્રેમનાથજી ડોગરા અને શ્રી હરિ વઝીર જેવા મહાનુભાવોનો તત્કાળ સંપર્ક કરીને, પ્રો. મધોકજીએ જમ્મુમાં તાત્કાલિક ``જમ્મુ કાશ્મીર પ્રજા પરિષદ'' નામનો રાજકીય મંચ સક્રિય કર્યો જેનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીર રાજ્યનું ભારતીય સંઘમાં પૂર્ણ વિલીનીકરણનો હતો. ધૂર્ત શેખ અબ્દુલ્લાની માયાજાળ નષ્ટ કરીને, સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર રાજ્યનું ભારતીય સંઘમાં પૂર્ણ રૂપે જોડાણ કરવાની સમગ્ર કામગીરી પડકારરૂપ હતી. કારણ કે પંડિત નહેરુજી અને શેખ અબ્દુલ્લાની રહસ્યમય જુગલબંદીએ જમ્મુ કાશ્મીર રાજ્યમાં અલગાવવાદના વિષવૃક્ષની વાવણી કરી હતી પરિણામે જેલમાંથી મુક્ત કરાયેલા શેખ અબ્દુલ્લાને રાજ્યના મુખ્યમંત્રી નહીં પરંતુ વઝીરે આઝમ (વડાપ્રધાન) બનાવવામાં આવેલા ! જમ્મુ-કાશ્મીર રાજ્યનો અલગ ધ્વજ ઊભો કરવામાં આવ્યો. કાશ્મીરના મહારાજા રાજ્યના રાજ્યપાલ નહીં, પણ સદરે રિયાસત (રાષ્ટપ્રમુખ), જમ્મુ-કાશ્મીર રાજ્યની અલગ સંવિધાન સભા અને અલગ બંધારણ પણ થોપવામાં આવ્યું. જેનાથી ભારતીય સંઘમાં ભળવા છતાંયે જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જાે પ્રાપ્ત થયો અને પરિણામે એ રાજ્યમાં અલગાવવાદનું વિષવૃક્ષ વકર્યું... જેનાં કડવા ફળ આજે પણ સંપૂર્ણ દેશજનતા ચાખી રહેલ છે... !
 
``જમ્મુ-કાશ્મીર પ્રજા પરિષદે'' ઉપર્યુક્ત અલગાવવાદનાં એ તમામ પ્રતીકોને અવિલંબ દૂર કરવા માટેનો વ્યાપક સત્યાગ્રહ જમ્મુમાં આરંભ્યો. અબ્દુલ્લાની જુલ્મી સરકારે જમ્મુ-કાશ્મીર પ્રજા પરિષદના સેંકડો સત્યાગ્રહીઓની અંધાધૂંધ ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલ્યા. જમ્મુ-કાશ્મીર પ્રજા પરિષદના જમ્મુ-કાશ્મીરના ભારતીય સંઘ સાથેના પૂર્ણ વિલય માટેના આ ઐતિહાસિક સત્યાગ્રહે શેષ ભારતમાં પણ ભારે જાગૃતિ અને ઉત્સાહ પ્રગટાવ્યો. સંસદમાં પણ જમ્મુ-કાશ્મીર પ્રજા પરિષદના સત્યાગ્રહની ગંભીરતાથી નોંધ લેવામાં આવી...
 

jammu kashmir dogara_1&nb પંડિત પ્રેમનાથ ડોગરા...
 

પ્રજા પરિષદના સત્યાગ્રહની સંસદમાં ગુંજ

 
૧૯૫૨ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં વિપક્ષના મોવડી તરીકે કાઠુ કાઢનાર, ભારતીય જનસંઘના રાષ્ટીય અધ્યક્ષ ડૅા. શ્યામાપ્રસાદ મુખર્જીએ; ૧૯૫૨માં લોકસભામાં, જમ્મુ-કાશ્મીર પ્રજાપરિષદ દ્વારા વ્યાપક રાષ્ટહિતના સંદર્ભમાં ચાલી રહેલા સત્યાગ્રહ-જનઆંદોલનનો ગંભીર મામલો પૂરી તાકાતથી ઉઠાવ્યો. દેશના મીડિયા-જગતે પણ સંસદમાં ઊઠેલી ડૅા. મુખર્જીની રાષ્ટહિતની બુલંદ વાણીને સમગ્ર દેશવાસીઓ સુધી પહોંચાડી પરિણામે ૧૯૫૨ની વસંત ઋતુમાં જ જમ્મુ-કાશ્મીર પ્રજા પરિષદ અને ભારતીય જનસંઘ વચ્ચે સંપૂર્ણ સંકલન ઊભું કરવામાં આવ્યું. આ ઐતિહાસિક ઘટનામાં પ્રો. બલરાજ મધોકજીની ચાવીરૂપ ભૂમિકા રહી. કારણ કે એ દરમિયાન જમ્મુમાં સક્રિય રહેલા પ્રો. મધોકજીની અદમ્ય સાહસિકતા અને ભારતભક્તિથી અકળાઈ જઈને, શેખ અબ્દુલ્લાએ પ્રો. બલરાજ મધોકજીની, સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી હકાલપટ્ટી કરેલી. પરિણામે પ્રો. મધોકજી દિલ્હી આવ્યા અને ત્યાં ઇતિહાસના પ્રોફેસરની કામગીરી સાથે જ રાષ્ટીય રાજનીતિમાં પણ સક્રિય થયા. ``ભારતીય જનસંઘ'' જેવી રાષ્ટવાદી રાજકીય સંગઠનાની સ્થાપના માટે, ડૅા. શ્યામાપ્રસાદ મુખર્જીને પ્રેરિત પરિચાલિત કરવામાં દિલ્હીના બે વરિષ્ઠતમ સંઘ મોવડીઓ : પ્રો. બલરાજ મધોકજી અને શ્રી વસંતરાવજી ઓકનાં પ્રેરક નામો સદૈવ સ્મરણીય રહેશે...
 

ડો. મુખર્જીનો ઐતિહાસિક કાશ્મીર-સત્યાગ્રહ...

 
૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના પછી, ૧૯૫૩ના મે મહિનાની ૧૧મી તારીખે ડૅા. મુખર્જીએ અગાઉ કરેલી રાષ્ટવ્યાપી ઉદઘોષણા મુજબ, શેખ અબ્દુલ્લાની જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકારની ગેરબંધારણીય અન્યાયી પ્રવેશ પરમિટ પ્રથાનો ભંગ કરી, જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વગર પ્રવેશ-પરમિટે સત્યાગ્રહી બનીને ઇતિહાસ સર્જ્યો. ડૅા. મુખર્જીએ પઠાણકોટથી આગળ જઈ રાવી નદી ઉપરના પુલને પાર કરી, જમ્મુના કઠુઆમાં સત્યાગ્રહી પ્રવેશ કર્યો કે, તત્કાળ જમ્મુ-કાશ્મીર રાજ્ય પોલીસે ડૉ. મુખર્જીની ધરપકડ કરી, તેમને શ્રીનગરની જેલમાં મોકલી આપ્યા અહીં પ્રશ્ન એ થાય છે કે, પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુજી એ વાતથી વાકેફ હતા કે, ડૅા. મુખર્જી પરમિટ મેળવ્યા વગર જ જમ્મુ કાશ્મીરમાં સત્યાગ્રહપૂર્વક પ્રવેશ કરીને ધરપકડ વહોરવાના છે. તો શેષ ભારતની નવી દિલ્હીમાં બેઠેલી ભારતની સંઘ-સરકારના પ્રધાનમંત્રી પં. નહેરુજીએ, તે વખતની સંસદમાં વિપક્ષના મોવડી એવા ડૉ. મુખર્જીની પઠાણકોટમાં જ અટકાયત કરીને, તેમને શા માટે નવી દિલ્હી પરત મોકલી ન દીધા ? ! પરંતુ આ સંદર્ભમાં રાજકીય વિશ્લેષકોએ જે અંદેશો પ્રગટ કરેલો છે અને પૂ. શ્રી ગુરુજી ગોળવલકરજીએ પણ કાંઈક અમંગળ થશે, એવી દહેશતથી ડો. મુખર્જીને જમ્મુ-કાશ્મીરમાં સત્યાગ્રહી થઈને જવા સામે ચેતવેલા આ સંદર્ભમાં પં. નહેરુજી-અબ્દુલ્લા વચ્ચે કાંઈક આગોતરી ગોઠવણ થયેલી હોઈ શકે એવી આશંકા; બાજનજર ધરાવતા રાજકીય વિશ્લેષકો અને શ્રી ગુરુજી જેવાઓએ વ્યક્ત કરેલી. અત્યંત સંવેદનશીલ ડૅા. મુખર્જીએ ભારતીય એકાત્મતા, સુસંગઠિતતા અને ભારતીય રાષ્ટ-રાજ્યની સરહદી એકતા-અખંડતા માટે સર્વસ્વની બાજી લગાવી. સર્વ સમર્પણની બલિદાની ભાવનાથી ઓતપ્રોત ડો. મુખર્જીએ જે રીતે દાંડીકૂચમાં મહાત્મા ગાંધીજીએ ઉચ્ચારેલું કે, ``નમક કા કાનૂન તોડ દિયા !'' એ જ તરંગલંબાઈ ઉપર, ડો. મુખર્જીએ પણ રણગર્જના કરતાં, પંડિત નહેરુજી અને શેખ અબ્દુલ્લાને પડકાર ફેંક્યો કે : ``એક દેશ મેં દો વિધાન (બે બંધારણ), દો પ્રધાન (બે વડાપ્રધાન), દો નિશાન (બે અલગ ધ્વજ) નહીં ચાલી શકે. શ્રીનગરમાં માત્ર ને માત્ર રાષ્ટધ્વજ તિરંગો જ ફરકવો જોઈશે.... ફરકતો રહેશે!''


jammu kashmir shyama pras 
 

સત્યાગ્રહી ડો. મુખર્જીનું મૃત્યુ કે હત્યા ? !

 
આવા મહાન દેશભક્ત, કલકત્તા-બંગાળના સ્વાભિમાની વિદ્યાપુરુષ, સંસ્કારી રાજપુરુષ, અદમ્ય ભારતભક્ત, મહાન પાર્લામેન્ટેરિયન, વિપક્ષના મોવડી, જમ્મુ કાશ્મીરના શેષ ભારત સાથેના સંપૂર્ણ વિલીનીકરણમાં પ્રાણોની આતિ આપવા સદૈવ તત્પર એવા ડો. મુખર્જી, સત્યાગ્રહી તરીકે, શેખ અબ્દુલ્લાના કુશાસનમાં શ્રીનગરની જેલમાં દિવસો સુધી બંદીવાન બની રહ્યા અને અંતે ૨૩ જૂન, ૧૯૫૩ની વહેલી સવારે અત્યંત રહસ્યમય સંજોગોમાં તેમનું પ્રાણપંખેરું ઊડી નીકું! જમ્મુ-કાશ્મીર રાજ્યના શેષ ભારતવર્ષમાં સંપૂર્ણ વિલીનીકરણના એ મહાયજ્ઞમાં દેશની એકતા-અખંડતાના અવિચળ બલિદાની તાત્મા ડો. મુખર્જીનું શેખ અબ્દુલ્લાની જેલમાં રહસ્યમય નિધન એ પંડિત નહેરુજીની સરકાર માટે અત્યંત કલંકકથારૂપ ઘટના છે....!
 
ભારતવર્ષની એકતા-અખંડતાની સુરક્ષા સાથે સંવૈધાનિક સંસદીય ગણતંત્રના સંરક્ષણ-સંવર્ધન માટેના તમામ રાષ્ટીય પુરુષાર્થ વેળાએ; ભારતની કોટિ-કોટિ જનતાને જેમના દીવા-દાંડી જેવા નેતૃત્વ-કર્તૃત્વમાંથી સદૈવ પ્રેરણા મા જ કરશે; એવા ભારતમાતાના અનેકવિધ મહાન સપૂતોની યાદીમાં આજના માહોલમાં સરદાર પટેલ, ડૅા. શ્યામાપ્રસાદ મુખર્જી, પ્રો. બલરાજ મધોક અને પંડિત પ્રેમનાથજી ડોગરા જેવા રાષ્ટનાયકોના નામો ભારતીય રાષ્ટીય ઇતિહાસમાં સુવર્ણાક્ષરોથી અંકિત થઈને નિરંતર પ્રેરણાસ્રોતરૂપ બની રહેશે...
 
તદુપરાંત સરદાર પટેલના વરિષ્ઠ સહાયકો વી.પી. મેનન, એચ. એમ. પટેલ એ સાથે જ પ.પૂ. શ્રી ગુરુજી, મહેરચંદ મહાજન, લેફ્. કર્નલ થાપા, બ્રિગેડિયર રાજેન્દ્રસિંહ, સંઘના અગ્રણી અમરનાથ વૈષ્ણવી જેવા અનેક પણ ભારત માતાના મુકુટમણિ કાશ્મીરની રક્ષા માટે સિંહફાળો આપ્યો છે. આ મહાન ભારતભક્તોની સંઘર્ષગાથા, સર્વ સમર્પણભાવ, સાહસ, શૌર્ય, બલિદાની અભીપ્સા અને ભારતવર્ષની એકતા અખંડિતતા માટેની દૂરંદેશિતા અને ખેવના આપણને નિરંતર પ્રેર્યા જ કરશે. ગયા ઓગસ્ટ માસમાં કેન્દ્રની ભાજપા સરકારે કલમ ૩૭૦ અને ૩૫એ દૂર કરીને - કેસરક્યારી-કાશ્મીરના ઉપર્યુક્ત અપ્રતિમ રખવૈયાઓ પ્રત્યે કૃતજ્ઞ રાષ્ટની આદરાંજલિ રૂપ સ્વાગતાર્હ કામગીરી બજાવી છે. જેને સુઢ કરવી રહી...
 
વંદે માતરમ્... !
 
- પ્રા. હર્ષદ યાજ્ઞિક