સરહદ વળી કેટલા પ્રકારની હોય? એક રાજ્ય, અનેક સરહદ

    ૩૧-જાન્યુઆરી-૨૦૨૦

jammu kashmir borders_1&n 
 

એક રાજ્ય, અનેક સરહદ

 
સરહદ વળી કેટલા પ્રકારની હોય? એ સવાલનો જવાબ સમજવા કાશ્મીરની સરહદો સમજવી પડશે. અહીં ચાર પ્રકારની સરહદ છે.
 

૧. ઇન્ટરનેશનલ બોર્ડર (આઈબી)  international border


jammu kashmir borders_1&n 
 
જે ૧૯૪૭માં ભાગલા વખતે નક્કી થઈ હતી. સરહદ હોય ત્યાં માર્કિંગના પિલ્લર, ફેન્સિંગ વાડ વગેરે હોય છે. એટલે કોઈ ઓળંગે તો તુરંત ખબર પડી જાય. આ બોર્ડરને પાકિસ્તાન વર્કિંગ બાઉન્ડરી તરીકે પણ ઓળખે છે.
 

૨. લાઈન ઓફ કન્ટ્રોલ LOC line of control


jammu kashmir borders_1&n 
 
૧૯૭૧ના યુદ્ધ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે સિમલામાં કરાર થયા. સિમલા કરાર નામે ઓળખાતી એ સંધિમાં એવું નક્કી થયું કે બન્ને દેશની સેના જ્યાં હોય ત્યાં જ ઊભી રહે. ત્યાં નવી લાઇન બનાવીએ જે લાઇન ઓફ કન્ટ્રોલ કહેવાશે. કેમ કે લાઈનની બન્ને તરફના પ્રદેશ પર બન્ને સેના પોતપોતાનો કન્ટ્રોલ ધરાવે છે. એ અસલ સરહદ ન હતી. પરંતુ એમ નક્કી થયું કે ભવિષ્યમાં જ્યારે સરહદનો ઉકેલ આવે ત્યારે પાછા ખસી જઈશું. ત્યાં સુધી બન્ને સેના આ રીતે એલઓસી પર રહે. આ લાઇન ઓફ કન્ટ્રોલની લંબાઈ ૭૪૦ કિલોમીટર છે. જમ્મુ પાસે આવેલા છામ્બથી શરૂ થતી એલઓસી છેક સિઆચેન પાસે આવેલા એનજે-૯૮૪૨ નામના પોઇન્ટ પર પૂરી થાય છે.
 

૩. ત્રીજા પ્રકારની સરહદ એટલે લાઇન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ, line of actual control


jammu kashmir borders_1&n 
 
જે ચીનને સ્પર્શે છે. ૧૯૬૨ના યુદ્ધ પછી ભારતે કાશ્મીરનો કેટલોક પ્રદેશ ગુમાવી દીધો. એ પરત મળે ત્યાં સુધી ભારતે ચીન સાથે એલએસી બનાવી રાખી છે. આ રેખા ભારતના કાશ્મીર અને ચીન કબજાના કાશ્મીર (અક્સાઈ ચીન) બન્નેને અલગ પાડે છે.
 

૪. પોઇન્ટ એનજે-૯૮૪૨ points nj 9842


jammu kashmir borders_1&n 
 
પોઇન્ટ એનજે-૯૮૪૨થી શરૂ થઈ ઉત્તર તરફ આગળ વધે એ ચોથા પ્રકારની સરહદ છે. આ વિસ્તાર સિઆચેનનો છે. અહીં પણ ભારત અને પાકિસ્તાન અલગ અલગ પ્રદેશ પર દાવો કરે છે. માટે બન્નેની સરહદ પણ અલગ અલગ છે.