જ્યા સુધી માત્ર ફિલ્મનો બહિષ્કાર થશે ત્યાં સુધી આવું થતું રહેશે!

    ૦૯-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

deepika padukon_1 &n 
 
 
દીપિકા પાદુકોણ કોઇને સપોર્ટ કરવા નહી પણ #chhapaak ની કમાણી વધારવા #JNU ગઈ છે. બાકી પદ્માવતી ફિલ્મના વિરોધ પછી જે થયું તેનાથી તેને ખબર પડી ગઈ હશે કે શું કરવું અને શું ન કરવું. તેને ખબર છે કે મારી નવી ફિલ્મ આવી રહી છે, શાંતિ રાખવી જોઇએ. ક્યાં પદ્માવતી ફિલ્મની જેમ વિવાદ ન થાય! મારા આ સ્ટેન્ડ બદલ ક્યાંક #chhapaak ફિલ્મ વિવાદમાં ન પડી જાય. આ વાત તો સામાન્ય માણસને પણ ખબર પડે. દીપિકાને ખબર નથી એવું તો નથી જ. તેણે ઇરાદા પૂર્વક આવું કરવા કહેવામાં આવ્યું છે. એટલે જ દીપિકા ત્યાં ગઈ, ૧૦ મિનિટ રહી પણ બોલી કઈ જ નહી. બાકી છપ્પાક બાયોપિક છે તેમાં સ્વાભાવિક છે લોકોને ઓછો રસ પડે. પણ આવું થવાથી લોકો હવે તે ફિલ્મ તરફ વળશે. અને તેના દર્શકો પહેલા કરતા વધશે. ટૂંકમાં આ કમાણી માટે ઇરાદા પૂર્વકનું આયોજન છે. થોડા દાખલા જુવો.
 

આપણે આંખો બંધ કરી #boycott અને #Support કરવા લાગીએ છીએ. 

 
પદ્માવતી ફિલ્મનો વિરોધ થયો પણ કમાણી ૫૮૦ કરોડ, પીકેની ૮૫૦ કરોડ, દંગલની ૨૦૦૦ કરોડ હવે છપ્પાક માટે આ થઈ રહ્યું છે. વિરોધ કરવો હોય તો ફિલ્મનો નહી વ્યક્તિનો કરવો જોઇએ. આ સેલિબ્રીટીઓ આવું એટલા માટે કરે છે કેમ કે ફિલ્મનો વિરોધ થાય છે અને તેની બીજી ફિલ્મ આવે છે તે તેનો સ્વીકાર થાય છે. દીપિકાને ખબર છે કે આ ફિલ્મને આ રીતે પ્રમોટ કરવાથી ફાયદો થશે. તેને આવું કરતા ડર એટલે નથી લાગતો કેમ કે તેને ખબર છે મારો કે મારી બધી ફિલ્મનો બહિષ્કાર થવાનો નથી. માત્ર આ ફિલ્મનો જ થવાનો છે. એટલે વાત એવી છે કે એક્ટરને જ્યારે લાગે છે કે આ ફિલ્મમાં કમાણી વધારવા વિવાદ જરૂરી છે તો આ રીતે વિવાદ ઉભો કરાય છે અને એક્ટરને લાગે કે આ ફિલ્મમાં કોઇ વિવાદની જરૂર નથી તો તેઓ દેશપ્રેમી, પ્રજાપ્રેમી બની જાય છે. આ દેશના નાગરિકોએ સમજવાની જરૂર છે. આ લોકો કમાણી માટે આપણો ઉપયોગ કરી રહ્યા છે. અને આપણે આંખો બંધ કરી #boycott અને #Support કરવા લાગીએ છીએ.
 

આવું પબ્લિકસીટી માટે અનેક એક્ટરો કરે છે 

 
આવું માત્ર દિપીકા પાદુકોણ કરે છે એવું નથી. આવું પબ્લિકસીટી માટે અનેક એક્ટરો કરે છે. જેનું તેમને સારું પરિણામ મળી પણ રહ્યું છે. આવું થતા અટકાવવું હોય તો ફિલ્મની જે તે એક્ટરનો હંમેશાં માટે બહિષ્કાર કરો. આ તો લોકોનો ઉપયોગ કરી રહ્યા હોય એવું લાગે છે. જે ન થવો જોઇએ
 
જો કે વાણી અભિવ્યક્તિનો અધિકાર બધા પાસે છે. એમા કોઇને કોઇ વાંધો ન હોવો જોઇએ પણ આ અધિકારનો ઉપયોગ અંગત લાભ માટે થાય ત્યારે તો તેનો વિરોધ કરવો જ જોઇએ. દીપિકા પાદુકોણ #JNU ગઈ તેમાં કોઇને કઈ વાંધો ન હોવો જોઇએ. તે તેના વિચાર છે. કોને સપોર્ટ કરવો અને કોને સપોર્ટ ન કરવો તે પણ તેનો વિષય છે પણ માત્ર કમાણીના આશયથી આ રીતે વિવાદ કરવો યોગ્ય ન કહેવાય!
 

લોકો સમજુ છે તેમની જાતે નિર્ણય લે 

 
કોનો બહિષ્કાર કરવો અને કોને સપોર્ટ કરવો એ પણ કોઇને કહેવાનો હક નથી. લોકો સમજુ છે તેમની જાતે નિર્ણય લે તે જરૂરી છે. પણ ફિલ્મી કલાકારો દ્વારા આવું થઈ રહ્યું છે તેવો એક વિચાર આ લેખ દ્વારા અહીં વાંચકો સામે મૂકવાનો આશય છે.