દિગ્વિજયસિંહની ઓડિઓ ટેપ લિક - સમાજવાદી પાર્ટીના ઉમેદવારને કહી રહ્યા છે કે “બેટા વિડ્રો કર લો…”

    ૨૯-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

digvijaysinh audio clip_1
 
 
બિહારમાં તો ચૂંટણીનો માહોલ છે પણ સાથે સાથે મધ્યપ્રદેશમાં પણ પેટાચૂંટણીનો માહોલ હવે જામી રહ્યો છે. આગામી ૩ નવેમ્બરે મધ્યપ્રદેશમાં ૨૮ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. જેની મતગણતરી ૧૦ નવેમ્બરે થવાની છે એટલે તે દિવસે પરિણામ આવવાનું છે. આ પેટાચૂંટણી ભાજપ અને કોગ્રેસ માટે એટલા માટે મહત્વની છે કે આનું પરિણામ કોની સત્તા રહેશે તે નક્કી કરી શકે તેમ છે. આથી અહીં બન્ને પક્ષો વધારે બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
 
આ બધાની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ પણ મેદાને પડ્યા છે. હવે દિગ્વિજયસિંહ જ્યાં હોય અને મીડિયાનો વિષય ન બને એવું ચાલે? ના ચાલે! તેમની એક વિવાદિત કથિત ઓડિઓ ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ છે.
 
 
 
આ કથિત ઓડિઓ ક્લિપમાં તેઓ સમાજવાદી પાર્ટીના એક ઉમેદવારને પ્રેમથી ધમકાવી રહ્યા છે, તે ઉમેદવારને નીચો દેખાડી, પૈસાની અને અન્ય લાલચ આપી ઉમેદવારીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવાની સલાહ આપી રહ્યા છે. આ હકીકતનો ખુલાશો ખૂદ સમાજવાદી પાર્ટીના આ ઉમેદાવાર રોશન મિર્જા એ કર્યો છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશની ગ્વાલિયરની બેઠક પરથી રોશન મિર્જા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
 
લિક થયેલ ઓડિઓ ક્લિપની વાત કરીએ તો આ ઓડિયોમાં ખૂદ દિગ્વિજયસિંહ એ વાતની પુષ્ટિ કરી રહ્યા છે કે હું દિગ્વિજયસિંહ બોલી રહ્યો છું. આ કથિત ઓડિઓમાં દિગ્વિજયસિંહ સપાના આ ઉમેદવારને કહી રહ્યા છે કે “અરે તમે કેમ ચૂંટણી લડી રહ્યા છો? ભાજપને જીતાડવા માટે?” રોજન મિર્જા તેનો જવાબ આપતા કહે છે કે હું ચૂંટણી મારા માટે લડી રહ્યો છું. ભાજપને કેમ જીતાડીશું?
 
પછી દિગ્વિજયસિંહ કહે છે કે “તમે જાણો છો કે ચૂંટણી કેવી હોય છે, તેમાં શું થાય છે?” તમે કેમ કારણ વગર ચૂંટણી લડી રહ્યા છો? પોતાનું નામ પાછુ લઈ લો, અમે તમારું ધ્યાન રાખીશું. સુનીલને જઈને મળી લેજો અને પોતાનું નામ પાછું લઈ લો, દેવેન્દ્રને પણ મળી લો, ચૂંટણી ન લડો.
 
દિગ્વિજયસિંહ આગળ જણાવે છે કે “ તું જોઇ રહ્યો છે કે ભાજપ અને કોંગ્રેશ કેવી હાલતમાં ચૂંટણી લડી રહ્યું છે. તો પછી તુ કેમ આમાં વચ્ચે પડી રહ્યો છે. સુનીલ શર્માથી નારા જ છો? આના પર રોશન કહે છે કે હું સુનીલ પાસે ગયો હતો, મે કહ્યું કે હું કોર્પોરેટર (કાઉન્સિલર)ની ચૂંટણી લડવાનું આયોજન કરી રહ્યો છુ પણ તેમણે યોગ્ય જવાબ ન આપ્યો.
 
 
જેના પર દિગ્વિજયે કહ્યું કે પાર્ષદી (કાઉન્સિલર )ની ચૂંટણી લડવી છે ને? એ ચૂંટણી આવે ત્યારે મારી પાસે આવજે જું તારું કામ કરાવી દઈશ પણ હાલ વિડ્રો કરી લો…
 
આ ટેપ પછી સમાજવાદી પાર્ટીના આ ઉમેદવારનો પણ એક વીડિઓ સામે આવ્યો છે જેમાં એક ન્યુઝ ચેનલને તે કહી રહ્યા છે કે હા મને દિગ્વિજયસિંહનો ફોન આવ્યો હતો અને તેમને મને વિડ્રો કરવાની સૂચના આપી હતી. રોશન મિર્જાએ એ પણ કહ્યું કે દિગ્વિજસિંહે મને લાલચ આપી અને કહ્યું કે તમે ચૂંટણી કેમ લડી રહ્યા છો, તમને ચૂંટણી લડતા આવડતું જ નથી.