દુનિયાની સૌથી લાંબી ટનલનું આજે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યુ છે, જાણો આ ટનલની રોચક ખસિયતો

    ૦૩-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

atal tunnel_1  
 
દુનિયાની સૌથી લાંબી ટનલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ઉદ્ઘાટન કર્યુ છે. સામરિક રૂપે અતિ મહત્વ ધરાવતી આ ટનલ હિમાચલ પ્રદેશના રોહતાંગમાં આવેલી છે. પહેલા વર્ષમાં ૬ મહિના માટે લેહ અને મનાલીનો સંપર્ક તૂટી જતો હતો તે હવે આ ટનલના કારએ નહી તૂટે અને લેહ અને મનાલી વચ્ચેનું અતંર ૪૬ કિલોમીટર જેટલું ઘટી પણ જશે. આવો જાણીએ આ ટનલની કેટલીક રોચક ખાસિયત…
 
# આ ટનલને બનતા ૧૦ વર્ષ લાગ્યા છે. ટનલ બનાવવાનું શરૂ થયું ત્યારે ટનલ બનવાનો સમય ૬ વર્ષ નક્કી કરવામાં આવ્યો હતો પણ પાછળથી ૪ વર્ષનો સમય વધારવામાં આવ્યો.
 
# અટલ સુરંગ ૧૦,૦૦૦ ફૂટ કરતા વધારે લાંબી છે. આ ટનલના કારણે મનાલી અને લેહ વચ્ચેની મુશાફરી ૪૬ કિલોમીટર જેટલી ઘટી જશે. પહેલા આ અતંર ૪૭૪ કિલોમીટરનું હતું આ ટનલના કારણે આ અતંર ઘટીને ૪૨૮ કિલોમીટરનું થઈ ગયું છે.
 

atal tunnel_1   
 
# અત્રે ઉલ્લેખનીય છે કે મનાલીથી લેહને જોડતી આ ટનલ દુનિયાની સૌથી લાંબી ટનલ છે.
 
# ટનલમાં દર ૫૦૦ મીટરના અંતરે એક ઇમરજન્સી એગ્સિટ છે. ટનલમાં દર ૬૦ મીટરના અંતરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
 

atal tunnel_1   
 
# આ સુરંગના બન્ને ગેટ પર બેરિયર લગાવેલા છે. ઇમરજન્સી દરમિયાન સંવાદ જળવાઈ રહે તે માટે દર ૧૫૦ મીટરે ટેલિફોન અને દર ૬૦ મીટરે અગ્નિશામક યંત્ર લગાવવામાં આવ્યું છે.
 

atal tunnel_1   
 
# ટનલમાં કોઇ પણ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે અંદર ફાઈટર હાઈન્ડ્રેન્ટ લગાવાયા છે.
 
# ઘોડાની નાળ જેવા આકારવાળી આ ટનલ આઠ મીટર પહોંળી છે, ૯.૦૨ કિલોમીટર લાંબી અને ૫.૫૨૫ મીટર તેની ઉંચાઈ છે.
 

atal tunnel_1   
 
# આ ટનલ બનાવતા મુશ્કેલીઓ પણ અનેક આવી. ટનલ એક બાજુથી બનાવતા બનાવતા બીજી બાજુ જવાનું હતું અને એમા પણ ખરાબ વાતાવરણના કારણે વર્ષમાં ૫ મહિના જ અહીં કામ ચાલતું હતુ.
 
# અટલ ટનલ પ્રોજેક્ટ જ્યારે વિચારમાં આવ્યો એટલે કે ૨૦૧૦માં તેનો ખર્ચ ૧૭૦૦ કરોડ હતો પણ ૨૦૨૦માં આ ટનલ તૈયાર થઈ છે ત્યારે તેનો કુલ ખર્ચ ૩૨૦૦ કરોડ જેટલો થયો છે.
 

atal tunnel_1   
 
# આ સુરંગની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે અહીંથી દરરોજ ૩૦૦૦ કાર અને ૧૫૦૦ ટ્રક અવર-જવર કરી શકે.
 
# આ ટનલમાં વાહનોની સ્પીડ વધુમાં વધુ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની હશે.
 

atal tunnel_1   
 
# આ ટનલનો મુખ્ય લાભ એ છે કે પહેલા ભારી હિમવર્ષાના કારણે વર્ષમાં ૬ મહિના લેહ અને મનાલી વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો, હવે આવું નહી થાય.
 
# આ ટનલ અટલજીનું સપનું હતું. પહેલા આ ટનલનું નામ રોહતાંગ ટનલ હતું પણ હવે વડાપ્રધાને આ ટનલનું નામ “અટલ ટનલ ” કર્યુ છે.
 

atal tunnel_1