બાબા કા ધાબા …૮૦ વર્ષના દંપતિની લોકોએ એટલી મદદ કરી કે કહેવું પડ્યુ હવે મદદની જરૂર નથી

    ૦૮-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

baba ka dhabha _1 &n 
 

પાવર ઓફ સોશિયલ મીડિયા Social Media Power

 
 
૮૦ વર્ષના દંપતિએ વીડિઓમાં રોતા રોતા સંભળાવી દુઃખ ભરી દાસ્તાન, લોકોએ એટલી મદદ કરી કે આ દંપતિ હંસતા-હંસત કહે છે હવે પૈસા નથી જઈતા, બસ અહીં ખાવા આવો…
 
દિલ્લીના માલવીયા નગરમાં એક વૃધ્ધ દંપતિ દ્વારા ચલાવાતું બાબા કા ધાબ પર કાલ સુધી જોઇ જમવા આવતું નહી પણ હવે માત્ર એક દિવસમાં સોશિયલ મીડિયામાં પર એવી કમાલ થઈ કે હવે અહીં જમવાનો ઓર્ડર આપવા લાઈનમાં ઉભા રહે છે.
 
 

baba ka dhabha  

 
બાબા કા ધાબા…. #babakadhabha આ હેસટેગે એક દિવસમાં જે કરી બતાવ્યું છે તે અદભુત છે. સોશિયલ મીડિયાને ગાળો આપનારા લોકો પણ આ હેસટેગ પાછળની વાત સાંભળશે તો નક્કી સોશિયલ મીડિયાના વખાણ કરવા લાગશે. કહેવાનો મતલબ એ છે કે ટેકનોલોજીનો સદઉપયોગ કરવામાં આવે તો અનેક લોકોની મદદ કરી શકાય છે. તેનું આ તાજુ ઉદાહરણ છે.

શું છે આખી વાત?

 
વાત એમ છે કે દિલ્લીના માલવીયા નગરમાં એક ૮૦ વર્ષના વડિલ દંપતિ છેલ્લા ૩૫ વર્ષથી એક નાનકડા ગલ્લામાં “બાબા કા ધાબા” ચલાવે છે. અહીં ખાવાનું શું મળે? તો મટર પનીર, દાળ, સોયાબીન, પરોઠા…. આ ખાવાનું જો તમે જોવો તો જોતા જ રહી જાવ, જોઈને જ ખાવાનું મન થાય. પણ વાત એમ હતી કે અહીં કોઇ ખાવા આવતું ન હતું. આખો દિવસ પૂર્ણ થઈ જાય પણ આ દંપતિએ જે ખાવાનું બનાવ્યું હોય તેમાંથી માંડ થોડું વેચાય. ગલ્લામાં માંડ ૧૦૦/૨૦૦ રૂપિયા આવે. બસ આટલું જ. ખૂબ સારુ અને ખૂબ સસ્તુ જમવાનું મળતું હોવા છતા કોઇ ખાવા અહીં આવતું નહી. છતાં ૮૦ વર્ષ આ દંપતિ કંટાળ્યા વગર છેલ્લા ૩૫ વર્ષની આ કામ મનથી કરી રહ્યા છે…મજાની વાત એ છે કે છેલ્લા બે દિવસથી હવે એવું થયું છે કે અહીં ખાવા માટે એટલી ભીડ જામી રહી છે કે આ દંપતિ હવે પહોંચી નથી વળતું, કેટલાંક યુવાનો હવે તેમને મદદ કરી રહ્યા છે. પ્રશ્ન એ થાય કે એક દિવસમાં એવું શું બન્યું કે બાબા કા ધાબા પર ભીડ થવા લાગી. તો વાત એમ છે કે,….
 

baba ka dhabha _1 &n 
 

એક યુ-ટ્યુબ (Youtube) ની કમાલ (swad official)

 
ગૌરવ વાસન નામનો એક દરિયાદિલ યુવાન પોતાની સ્વાદ ઓફિશિયલ નામની યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે. ફેસબૂક પેજ અને ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ પણ છે. અહીં આ યુવાન ક્યાં કેવું ખાવાનું મળે છે તેનો વીડિઓ બનાવી અહીં પોસ્ટ કરે છે. ૬ ઓક્ટોબરના રોજ તે દિલ્હીના માલવીય નગરમાં પહોંચી જાય છે. બાબા કા ધાબ પર એની નજર પડે છે. તે આ વડિલ દંપતિ જોડે વાત કરે છે, અહીં શું – શું અને કેવું મળે છે તેનો વીડિઓ બનાવે છે. વીડિઓમાં તે આ દંપતિ જોડે વાત પણ કરે છે. કોણ ખાવા આવે છે, દિવસમાં કેટલી આવક થાય છે. આ પ્રશ્નોના જવાબ આપતા આપતા વડિલદાદા રોવા લાગે છે. સ્વભાવિક છે આવક ખૂબ નજીવી થાય છે. આથી આ યુ-ટ્યુબર ગૌરવ વાસન વીડિઓમાં લોકોને આ વડિલ દંપતિની મદદ કરવાની અપીલ કરે છે. એક નંબર શેર કરી પૈસાની મદદ પણ કરવાની અપીલ કરે છે.
 
આટલું કર્યા પછી તે આ વીડિઓને પોતાની swad official યુટ્યુબ ચેનલ પર અને સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો પર પોસ્ટ કરે છે. અને તેના પર એક વાક્ય લખે છે કે “ઇન્હે હમારી મદદ કી જરૂરત હૈ”
 
બસ પછી જે કઈ પણ થયું તે અદભુત છે. બપોરે ૧૨ વાગે આ વીડિઓ પોસ્ટ થાય છે અને વાઈરલ થઈ જાય છે. ટ્વિટરથી લઈ ફેસબૂક સુધી સોશિયલ મીડિયામાં #babakadhabha હેસટેગ ટ્રેન્ડ થવા લાગે છે. વીડિઓ પોસ્ટ થવાના બે જ કલાક પછી લોકો આ ધાબા પર આવવા લાગે છે. તમને જણાવી દઈએ આ જ્યારે લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં માત્રા ફેસબૂક પર ૨.૮ કરોડ લોકો આ વીડિઓ જોઇ ચુક્યા છે, ૪ લાખ ૮૫ હજાર લોકો આ વીડિઓને શેર કરી ચુક્યા છે. આ માત્ર બે જ દિવસમાં થયું છે.
 
 
 
હવે આ બાબા કા ધાબા પર ભીડ જોવા મળે છે. માત્ર બે દિવસમાં નેતાથી લઈને અભિનેતા સુધી અનેક લોકો આ ધાબાની અને આ વડિલ પ્રેરણાત્મક દંપતિની મુલાકાત લઈ ચુક્યા છે. મજાની વાત એ છે કે લોકોએ પૈસારૂપી એટલી મદદ પહોંચાડી છે કે આ વીડિઓ બનાવનાર ગૌરવ કહે છે કે હવે પૈસાની જરૂર નથી, લોકોએ મન ભરીને મદદ કરી છે, હવે મદદ કરવી હોય તો દિલ્હી આવો તો અહીં જમવા જરૂર આવજો.
 
 

baba ka dhabha _1 &n 

કોણ છે આ દંપતિ

 
બાબા કા ધાબા ચલાવનાર બાબાનું નામ છે કાંતા પ્રસાદ અને તેમની પત્નીનું નામ છે બાદામી દેવી. બન્નેની ઉમર ૮૦ વર્ષ કરતા વધારે છે. છેલ્લા ૩૫ વર્ષથી આ દંપતિ માલવીય નગરમાં એક નાનકડી દુકાન ચલાવે છે, જ્યાં પંજાબી ખાવાનું મળે છે. કાંતા પ્રસાદને બે દિકરા અને એક દિકરી છે પણ કોઇ તેની મદદ કરતું નથી. ધાબાનું બધુ જ કામ આ લોકો જાતે જ કરે છે. સવારે ૬ વાગે દુકાને પહોંચે છે, ૯ વાગ્યા સુધી ખાવાનુ બનાવે છે. તેમનું કહેવું છે કે લોકડાઉન પહેલા તો થોડા લોકો આવતા પણ હવે કોઇ આવતું નથી. પણ આ વીડિઓ વાઈરલ થતા હવે સ્થિતિ કઈ બીજી જ છે. હવે તો ઓર્ડર મળતા થઈ ગયા છે.
 
જય સોશિયલ મીડિયા. જય માનવતા…
 
સાચ્ચે જ આપણા દેશના લોકોમાં લાગણી કુટી-કુટીને ભરી છે. તમે જો સાચુ અને સારુ કામ કરતા હો તો લોકો મદદ કરવા અવે જ છે. આશા રાખીએ આ ધાબા પર ભીડ માત્ર એક- બે દિવસ ન રહે. જય સોશિયલ મીડિયા. જય માનવતા…
 
જુવો એક ઝલક અત્યારની....