સિંહિકા - જેણે હનુમાનજીના પડછાયાને પકડી લીધો હતો)

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

Simhika Sinhika_1 &n
 
 

સિંહિકા નામની એક મહાકાય રાક્ષસીની વાત રામાયણમાં આવે છે.

 
ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન રાવણ સીતા માતાનું હરણ કરી ગયો ત્યાર બાદ રામ અને લક્ષ્મણને હનુમાનજી મળે છે. હનુમાનજી રામના પરમસેવક છે. તેઓ કહે છે કે, ‘પ્રભુ, આપ ચિંતા ન કરો હું માતા સીતાને શોધવા લંકા સુધી જઈશ.’
 
આ રીતે હનુમાનજી સીતા માતાને શોધવા માટે નીકળે છે અને ઊડતા ઊડતા સમુદ્ર પરથી પસાર થાય છે. ત્યારે સિંહિકાએ હનુમાનજીનો પડછાયો પકડી લીધો હતો. સિંહિકાને એવી માયાવી શક્તિઓ મળી હતી કે તે સમુદ્રમાં રહેતાં રહેતાં જ સમુદ્ર પરથી ઊડી રહેલાં પક્ષીઓ વગેરેને તેમના પડછાયા મારફતે પકડીને ખાઈ જતી હતી.
 
જામવંત દ્વારા પોતાની શક્તિઓને યાદ કરાવ્યા બાદ હનુમાનજી સમુદ્ર પર ઊડીને લંકા જઈ રહ્યા હતા ત્યારે સિંહિકાએ સમુદ્રમાં પડતા હનુમાનજીના પડછાયાને પકડી લીધો. હનુમાનજી અનેક પ્રયાસો છતાં આગળ વધી શકતા ન હતા. તેમને સમજાતું જ ન હતું કે આખરે થઈ શું રહ્યું છે. સિંહિકા હનુમાનજીને પડછાયા મારફતે જ ખેંચી નીચે લાવી અને તેનું મહાકાય મુખ ખોલ્યું. હનુમાનજી સમજી ગયા કે આ માયાવી રાક્ષસી તેમને તેનું ભોજન સમજી બેઠી છે. તેઓ ખુદ સિંહિકાના મુખમાં ચાલ્યા ગયા અને પોતાની શક્તિનો ઉપયોગ કરી તેના મોઢાની અંદર ઉપરના ભાગે ગદાથી જોરદાર પ્રહાર કર્યો. ગદા પ્રહાર એટલો શક્તિશાળી હતો કે તેના મસ્તકના ફુરચા ઊડી ગયા અને સિંહિકાનું મૃત્યુ થયું.