જામવંત - શ્રી રામસેનાના સેનાપતિ

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

jamvant_1  H x  
 

હનુમાનજી પૂર્વમાં મળેલા શ્રાપને કારણે પોતાની શક્તિ વીસરી જાય છે ત્યારે જામવંત જ હનુમાનજીને તેમની શક્તિઓ યાદ કરાવે છે.

રામાયણમાં જામવંતનું પાત્ર ખૂબ જ મહત્ત્વનું છે. કહેવામાં આવે છે કે જામવંત સતયુગ અને ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં પણ હતા. જામવંત એક રીંછ હતા કે કોઈ દેવતાના સંતાન ? જામવંત આટલા લાંબા કાળ સુધી જીવિત કેવી રીતે રહી શક્યા ? આ બધાનો એક અલગ પૌરાણિક ઇતિહાસ છે, પરંતુ અહીં વાત આપણે રામાયણની કરવી છે. કહેવામાં આવે છે કે દેવાસુર સાથેના સંગ્રામમાં દેવતાઓની મદદ માટે જામવંતનો જન્મ અગ્નિના પુત્રના રૂપમાં થયો હતો. તેમની માતા એક ગાંધર્વકન્યા હતી.
 
ત્રેતાયુગમાં એટલે કે રામાયણમાં જામવંત વૃદ્ધ થઈ ગયા હતા અને તેઓએ શ્રીરામ-રાવણ યુદ્ધમાં ભગવાન શ્રીરામની મદદ કરી હતી. એવું કહેવામાં આવે છે કે જામવંત સમુદ્ર કૂદવામાં સક્ષમ હતા, પરંતુ તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી તેઓએ હનુમાનજીને તેના માટે તૈયાર કર્યા હતા અને હનુમાનજી લંકા ગયા હતા. વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડમાં જામવંતના પાત્રનો વિશેષ ઉલ્લેખ છે. જ્યારે હનુમાનજી પૂર્વમાં મળેલા શ્રાપને કારણે પોતાની શક્તિ વીસરી જાય છે ત્યારે જામવંત જ હનુમાનજીને તેમની શક્તિઓ યાદ કરાવે છે અને સમુદ્ર પાર કરવા તૈયાર કરે છે.
 
માનવામાં આવે છે કે જામવંતજી આકાર અને પ્રકારમાં કુંભકર્ણથી થોડાક જ નાના હતા. સતયુગથી ધરતી પર હયાત હોવાથી તેમને પરમજ્ઞાની અને અનુભવી માનવામાં આવતા હતો. લક્ષ્મણ મૂર્છિત થાય છે અને લંકાના વૈદ્ય સંજીવની લાવવાની વાત કરે છે. ત્યારે તેઓએ જ હનુમાનજીને હિમાલયમાં જોવા મળતી ચાર દુર્લભ ઔષધિઓનું વર્ણન કર્યું હતું, જેમાંની એક સંજીવની હતી.
 

રામ-રાવણના યુદ્ધમાં જામવંત

 
શ્રી રામસેનાના સેનાપતિ હતા. યુદ્ધ પૂરું થયા બાદ જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફરી રહ્યા હતા ત્યારે જામવંતજીએ તેમને કહ્યું, પ્રભુ, આટલું મોટું યુદ્ધ થયું, પરંતુ મને પરસેવાનું એક ટીપું પાડવાનો અવસર પણ ન મો. પ્રભુ, યુદ્ધમાં બધાને લડવાનો અવસર મો, પરંતુ મને મારી વીરતા દેખાડવાનો કોઈ જ અવસર આપે ન આપ્યો. જેથી યુદ્ધ કરવાની અને મારું પરાક્રમ બતાવવાની મારી ઇચ્છા મનમાં ને મનમાં જ રહી ગઈ. આ સાંભળી ભગવાન શ્રીરામ સમજી ગયા કે જામવંતજીની અંદર અહંકાર પ્રવેશી ગયો છે. તેઓએ જામવંતજીને કહ્યું. તારી આ ઇચ્છા જરૂરથી પૂર્ણ થશે અને તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે.
 
ભગવાન શ્રીરામના ભવિષ્યવચન પ્રમાણે દ્વાપર યુગમાં સ્યમંતક મણી માટે ભગવાન શ્રીકૃષ્ણ સાથે જામવંતને યુદ્ધ લડવું પડ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ અને જામવંતના બરોબરના યુદ્ધમાં જામવંતજી જ્યારે હારવા લાગ્યા ત્યારે તેઓએ પોતાના આરાધ્ય ભગવાન શ્રીરામને યાદ કર્યા અને તેમની પુકાર સાંભળી શ્રીકૃષ્ણ ભગવાને શ્રીરામના રૂપમાં આવીને જામવંતજીને ત્રેતાયુગમાં આપેલ વચન પૂરું કર્યું છે એમ જણાવ્યું ત્યારે જામવંતજીએ શરણાગતિ સ્વીકારી અને મણી પણ ભગવાન શ્રીકૃષ્ણને આપી દીધો.