કાલનેમિ - રાવણનો માયાવી અનુચર

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

kalnemi_1  H x
 
 
કાલનેમિ એ લંકાપતિ રાવણનો સૌથી વિશ્ર્વાસપાત્ર અને માયાવી અનુચર હતો. તે રાવણને પોતાના ભગવાન માની પૂજતો હતો. કાલનેમિ જેટલો મોટો માયાવી હતો તેનાથી પણ વધારે ક્રૂર હતો. લંકાના શત્રુઓને તે ક્રૂરતાપૂર્વક મારી નાખતો, જેથી તેનો ડર દૂર-દૂર સુધી ફેલાયેલો હતો. લંકામાં યુદ્ધ દરમિયાન રાવણના પુત્ર મેઘનાદ દ્વારા શક્તિપ્રહાર કરી લક્ષ્મણને મૂર્છિત કરી દેવાતાં હનુમાનજી સંજીવની જડીબુટ્ટી લેવા માટે દ્રોણાચલ પર્વત પર જવા નીકળે છે.
 
આ વાતની જાણ રાવણને થતાં તે કાલનેમિને બોલાવી હનુમાનનો માર્ગ અવરોધિત કરવાની આજ્ઞા આપે છે. કાલનેમિ એ પર્વત પર પોતાની માયાવી શક્તિથી તળાવ, મંદિર, સુંદર બગીચો અને ઝૂંપડાં બનાવી ઋષિનો વેશ ધારણ કરી.
 
હનુમાનજીને તળાવમાં સ્નાન કર્યા બાદ જ સંજીવની બુટ્ટી તોડવાની સલાહ આપે છે. તેને ઋષિ માની હનુમાનજી જેવા તળાવમાં સ્નાન કરવા ઊતરે છે ત્યારે કાલનેમિ દ્વારા બનાવાયેલ માયાવી મગર હનુમાનજી પર હુમલો કરી દે છે. બન્ને વચ્ચેના દ્વંદ્વમાં હનુમાનજી મગરને મારી નાખે છે.
 
હનુમાનજીને સમજાઈ જાય છે કે, જેને તે ઋષિ માને છે તે કોઈ માયાવી રાક્ષસ છે. કાલનેમિ પણ પોતાના અસલી રૂપમાં આવે છે, હનુમાનજી અને કાલનેમિ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, જેમાં હનુમાનજી પોતાની પૂંછડીથી કાલનેમિને પકડી પછાડી તેનો વધ કરી દે છે.