સંપાતિ - જટાયુનો ભાઈ

    ૧૧-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

sampati_1  H x
 
 

‘હું સૂર્યના કિરણોથી દાઝી ગયો હતો. પછી હું મહામહેનતે વિંધ્ય શિખર પર જઈને પડ્યો. છ રાત્રી પછી હું ભાનમાં આવ્યો હતો.’

 
સંપાતિ અને જટાયુ બંને ભાઈઓએ પોતાના જીવનકાળ દરમિયાન એકબીજાને બહુ જ મદદ કરી હતી. શ્રી રામ જ્યારે સેના સાથે સમુદ્રકિનારે આવ્યા, ત્યારે અંગદ સંપાતિને મા હતા અને અંગદે જ સંપાતિને જટાયુના મૃત્યુના સમાચાર આપ્યા હતા. જટાયુના મૃત્યુના સમાચાર સાંભળી સંપાતિ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. તેથી અંગત તેમની પાસે રોકાઈ ગયા. અંગદના આશ્ર્વાસનથી સંપાતિનું દુઃખ હળવું થયું પછી અંગદે સંપાતિને પૂછ્યું, ‘‘તમારી પાંખો કઈ રીતે બળી ગઈ ?’’ સંપાતિ બોલ્યા, ‘‘હું સૂર્યના કિરણોથી દાઝી ગયો હતો. પછી હું મહામહેનતે વિંધ્ય શિખર પર જઈને પડ્યો. છ રાત્રી પછી હું ભાનમાં આવ્યો હતો. પહેલાં તો મારી સ્મરણશક્તિ સુન્ન થઈ ગઈ હતી. ધીમે ધીમે મને બધું યાદ આવવા લાગ્યું.
 
‘‘હું વિંધ્ય પર્વત પર આઠ હજાર વર્ષ રહ્યો હતો. આપણે અત્યારે જે જગ્યાએ છીએ ત્યાં પહેલાં એક આશ્રમ હતો. તે આશ્રમમાં નિશાકર નામના એક ઋષિ રહેતા હતા. બધા જ દેવો તેમનું ખૂબ જ સન્માન કરતા હતા. હું તેમને મો હતો. નિશાકર ઋષિ હાલમાં તો સ્વર્ગવાસી થઈ ગયા છે.’’ થોડીવાર પછી સંપાતિ બોલ્યા, ‘‘હું અને જટાયુ વિંધ્ય પર્વત પર ઘણીવાર જતા હતા. અમને બંનેને નિશાકર ઋષિનો આશ્રમ બહુ જ ગમતો હતો. એકવાર હું તેમને મળવા માટે ગયો. નિશાકર ઋષિ ત્યારે આશ્રમમાં હાજર નહોતા. હું તેમની રાહ જોઈને એક વૃક્ષ નીચે બેસી રહ્યો.
 
‘‘ત્યારે મારી પાસે અનેક પ્રાણીઓ જેમ કે હરણ, રીંછ, વાઘ અને નાગ આવી ગયા. જો કે તેઓને જેવી ખબર પડી કે ઋષિ નિશાકર આવી ગયા છે એટલે તરત જ તેઓ મારાથી દૂર થઈ ગયા. ઋષિ નિશાકર મને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. તેણે મને પ્રેમથી બેસાડ્યો અને મને ત્યાં આવવાનું કારણ પૂછ્યું.
 
‘‘તેઓએ મને પૂછ્યું, પુત્ર ! તારી પાંખો કેમ બળી ગઈ છે ? એવું તો શું થયું કે તારે મારી પાસે આવી હાલતમાં આવવું પડ્યું ? મને તો એ જાણીને પણ આશ્ર્ચર્ય થાય છે કે તારી પાંખ બળી ગઈ છે આમ છતાં તું જીવિત છે. આવું કઈ રીતે શક્ય
છે ? ત્યારે મેં કહ્યું કે એકવાર મેં અને જટાયુએ શરત લગાવી હતી કે સૂર્યદેવ અસ્તાચલ પહોંચે તે પહેલાં અમારે બંનેએ તેમની પાસે પહોંચી જવું. પછી અમે બંને સૂર્યદેવ પાસે જવા નીકળી પડ્યા. અમે અનેક સ્થળોએથી ઊડતા ઊડતા જઈ રહ્યા હતા.
 
‘‘હિમાલય, મેરુ અને વિંધ્ય જેવા પર્વતો પરથી પસાર થયા. અમે બંને બહુ જ થાકી ગયા હતા. બંને પરસેવાથી નીતરી ગયા હતા. જો કે અમારી શરતનું ઝનૂન અમારા પર હાવી થઈ ગયું હતું. આમ અમે ધીમે ધીમે સૂર્યદેવ સુધી પહોંચી ગયા. મારું મન સૂર્યના તેજથી હત્પ્રભ થઈ ગયું. મારી જોવાની શક્તિ વિલીન થવા લાગી. આમ છતાં પણ થોડી મહેનત કરીને મનની આંખોથી સૂર્યદેવની સામે જોવાનો પ્રયત્ન કર્યો. મને અને જટાયુને સૂર્યદેવ તો પૃથ્વી જેવા જ લાગ્યા.
 
‘‘જો કે જટાયુ તો મને કહ્યા વગર જ પૃથ્વી પર જવા વો. તેને આ રીતે જતો જોઈને હું પણ પૃથ્વી તરફ જવા વો. ત્યાં જ સૂર્યદેવ વધુ પ્રકાશિત થવા લાગ્યા અને અસહ્ય અગ્નિ વરસાવવા લાગ્યા. મને લાગ્યું કે જટાયુનો જીવ જોખમમાં છે. તેથી મેં મારી પાંખો થકી તેને ઢાંકી દીધો. આમ કરવાથી સૂર્યદેવના તેજથી જટાયુ બો નહીં પણ મારી પાંખો બળી ગઈ.’’
 
થોડીવાર પછી સંપાતિ બોલ્યા, ‘‘બસ આ જ રીતે મેં મારી પાંખો ગુમાવી દીધી. મને એમ હતું કે જટાયુ પણ મારી સાથે વિંધ્ય પર જ પડ્યો છે. પણ હું તેને શોધી શક્યો નહીં. આવી મૂર્ખ શરતને કારણે હું મારા ભાઈથી પણ વિખૂટો પડી ગયો.’’ ઋષિ નિશાકરે સંપાતિને સાંત્વના આપી. ત્યાર બાદ તે બોલ્યા, ‘‘તું ચિંતા ન કર. એક સમય એવો આવશે જ્યારે તમે ભગવાન શ્રી રામને મદદ કરી શકશો. તમે પ્રભુ શ્રી રામની ખોવાયેલી પત્ની સીતાજીની ભાળ મેળવવામાં મદદ કરશો. તમારો જન્મ કૃતાર્થ થશે.’’