દેશનાં આ રાજ્યોમાં બળજબરીથી ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદા બન્યા છે

    ૧૭-ડિસેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

love jihad_1  H
 

વાત આઝાદી પહેલાંની

 
આઝાદી અગાઉ બ્રિટિશ ઇન્ડિયાના સમયે જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને રોકવા માટે કોઈ કાયદો નહોતો, પરંતુ એ સમયે પણ દેશનાં ચાર રજવાડાં રાજગઢ, પટના, સરગુજા અને ઉદયપુરમાં આ અંગેના કાયદા હતા. સૌપ્રથમ ૧૯૩૬માં રાજગઢમાં એવો કાયદો બન્યો, એના પછી ૧૯૪૨માં પટના, ૧૯૪૫માં સરગુજા અને ૧૯૪૬માં ઉદયપુરમાં કાયદો બન્યો. આ કાયદાનો હેતુ હિન્દુઓને ખ્રિસ્તીઓમાં પરિવર્તિત  Religious Conversion થતાં રોકવાનો હતો.
 

આઝાદી પછી

 
આઝાદી પછી જબરદસ્ત ધર્મ પરિવર્તનને રોકવા માટે પ્રથમવાર ૧૯૫૪માં લોકસભામાં ભારતીય ધર્માંતરણ નિયમન તથા નોંધણી બિલ લાવવામાં આવ્યું, પરંતુ એ પાસ ન થયું. એ પછી ૧૯૬૦ અને ૧૯૭૯માં પણ બિલ તો આવ્યાં, પરંતુ બહુમતીના અભાવમાં પાસ ન થઈ શક્યું.
 
એ પછી ૧૦ મે, ૧૯૯૫ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કુલદીપસિંહ અને જસ્ટિસ આર. એમ. સહાયની બેન્ચે સરલા મુદગલ વિ. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મામલે ધર્મના દુરુપયોગને રોકવા માટે ધર્મ પરિવર્તન  Religious Conversion પર કાયદો બનાવવાની સંભાવનાઓને શોધવા માટે એક કમિટી બનાવવાનું સૂચન આપ્યું હતું.
 
આવું સૂચન એટલા માટે કે એ સમયે હિન્દુ પુરુષ એકથી વધુ લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ કબૂલ કરી રહ્યા હતા, જ્યારે હિન્દુ મેરેજ એક્ટમાં જોગવાઈ છે કે જ્યાં સુધી પ્રથમ પત્ની જીવિત હોય અને છૂટાછેડા ન આપ્યા હોય ત્યાં સુધી બીજાં લગ્ન થઈ ન શકે.
 

તો શું જબરદસ્તી ધર્મ પરિવર્તન  Religious Conversion રોકવા માટે કોઈ કાયદો નથી ?

 
સિનિયર એડવોકેટ ઉજ્જ્વલ નિકમ કહે છે, આપણા બંધારણમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને રોકવા માટે કોઈ કાયદો નથી. આપણા બંધારણમાં કોઈપણ પોતાની મરજીથી પોતાનો ધર્મ બદલી શકે છે. જોકે કાયદો એમ પણ કહે છે કે કોઈની ઇચ્છા વિરુદ્ધ અને કોઈને ડરાવી-ધમકાવીને તેનું ધર્મ પરિવર્તન કરવું ગુનો છે.
 

આવો કાયદો બની શકે ?

 
અહીં ઉજ્જ્વલ નિકમ  Ujjwal Nikam કહે છે, રાજ્યોની પાસે પોતાનો કાયદો બનાવવાનો અધિકાર હોય છે. જોકે વિધાનસભામાં પાસ થયા પછી રાષ્ટપતિના હસ્તાક્ષર થવા જરૂરી છે. રાષ્ટપતિના હસ્તાક્ષર પછી જ તે કાયદો બને છે. આ કાયદાઓને શું સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાય છે ? આ સવાલના જવાબમાં નિકમ કહે છે, હા, બિલકુલ. રાષ્ટપતિના હસ્તાક્ષર પછી પણ આ કાયદાઓની વેલિડિટીને લઈને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.
 

કયાં કયાં રાજ્ય જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કે કથિત  લવ જેહાદને રોકવા માટે કાયદો લાવી રહ્યો છે ?

 
મધ્યપ્રદેશમાં શિવરાજ સરકાર કથિત લવ જેહાદને રોકવા માટે કાયદો લાવી રહી છે. તેનો વટહુકમ લાવી દેવાયો છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું કહેવું છે કે ડિસેમ્બરમાં વિધાનસભામાં એને પાસ કરાવી લેવામાં આવે. જોકે મધ્યપ્રદેશની પાસે ૧૯૬૮થી જ કાયદો હતો, પરંતુ એ એટલો આકરો નહોતો, આથી આ કાયદાને બદલે સરકાર નવો કાયદો લાવી રહી છે.
ઉત્તરપ્રદેશની યોગી સરકારે તો એના માટે કાયદો બનાવી પણ દીધો છે અને તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. આ કાયદામાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરવા પર ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. એમપી, યુપી ઉપરાંત કર્ણાટક, હરિયાણા, આસામમાં પણ કથિત લવ જેહાદ Love Jihad ને રોકવા માટે કાયદો લાવવાની વાત થઈ રહી છે.
 

કયાં કયાં રાજ્યોમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન રોકવા માટે કાયદો ?

 
અત્યારે દેશનાં ૯ રાજ્યમાં ધર્મ પરિવર્તનને રોકવા માટે આકરો કાયદો છે. તમિલનાડુમાં પણ આ માટે કાયદો હતો, પરંતુ ૨૦૦૩માં એને રદ કરી દેવાયો હતો.
 

શું બીજા દેશોમાં પણ એને રોકવા માટે કાયદો બન્યો છે ?

 
હા, ભારતના પડોશી દેશોમાં પણ જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને રોકવા માટે કાયદો છે. નેપાળ, મ્યામાંર, ભૂતાન, શ્રીલંકા અને પાકિસ્તાનમાં આવા કાયદા છે. પાકિસ્તાનમાં સૌથી વધુ ધર્મ પરિવર્તનના કેસ સામે આવે છે, પરંતુ અહીં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા પર આજીવન કેદ સુધીની સજાની જ જોગવાઈ છે. અહીં મુસ્લિમ સમુદાય આ કાયદાને રદ કરવાની માંગ કરતો રહ્યો છે.