શાહીનબાગના સાપ શું ગજવા-એ-હિન્દના ફૂંફાડા મારી રહ્યા છે?

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૨૦

shaheeb bagh_1  
 
 
નાગરિકત્વ સુધારા અધિનિયમના વિરોધમાં ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં સંસદથી માત્ર ૧૩ કિલોમીટર દૂર શાહીનબાગમાં શરૂ થયેલો વિરોધ દેશને તોડવા અને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાના આગઝરતાં ભાષણો અને ગોળીબારો સુધી પહોંચી ગયો છે. સીએએના વિરોધના બહાને દેશમાં કોમી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનારા દેશદ્રોહી તત્ત્વો પર તત્કાલ લગામ કસવામાં ન આવી તો આગામી સમયમાં સમગ્ર દેશમાં અરાજકતાની પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. પ્રસ્તુત છે દેશના દુશ્મનોનો પરિચય કરાવતો એક વિશેષ અહેવાલ. 

સીએએના વિરોધના બહાને દેશદ્રોહી તત્ત્વોએ દેશવિભાજનનું કામ કર્યું

 
ઈસુના વીતી રહેલા વર્ષ ૨૦૧૯ના એ અંતિમ દિવસો હતા જ્યારે સેક્યુલર મીડિયાએ સમાચારો અગ્ર રીતે દેખાડવાના શરૂ કર્યા કે ભારતમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી હતી ત્યારે શાહીનબાગમાં મુસ્લિમ મહિલાઓ અને અન્ય લોકો સી.એ.એ. અર્થાત્‌ નાગરિકત્વ સુધારા અધિનિયમના વિરોધમાં આખી રાત બેઠાં હતાં.
 
સેક્યુલર મીડિયા દ્વારા પ્રસારિત પુરજોશમાં કરાયું કે આ વિરોધ સંપૂર્ણપણે ગાંધીચીંધ્યા માર્ગે છે જેમાં લોકો બંધારણનું આમુખ વાંચે છે, હાથમાં તિરંગો પકડે છે અને રાષ્ટગીત ગાવા લાગે છે. કેટલીક મુસ્લિમ યુવાન માતાઓ પોતાના નવજાત શિશુ સાથે ત્યાં વિરોધમાં કડકડતી ઠંડીમાં બેઠી હોવાનાં દૃશ્યો પણ પ્રચારિત કરાયાં. તો દાદીની ઉંમરની મહિલાઓ પણ ત્યાં ધરણા પર બેઠી હતી.
 
ડાબેરી અને કટ્ટર મુસ્લિમો જ્યારે ભેગા થાય ત્યારે તેમાં કલા અને સાહિત્ય જોડાય જ. રેલવે સ્ટેશનથી માંડીને શાહીનબાગમાં અલગઅલગ સૂત્રો માટે માહિતીવાળાં પોસ્ટરો ચોંટાડવામાં આવ્યાં હતાં તો ફૈઝની કવિતા `બોલ દો લબ આઝાદ હૈ તેરે' સહિતની કવિતાઓ પણ લલકારવામાં આવી હતી.
 
જોકે પોસ્ટરો, કવિતાઓ, ગીતો વગેરેની કોઈ નવાઈ નથી, કારણ કે ચોવીસ કલાક ચાલતા અને ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯થી ચાલેલા ધરણામાં જે લોકોને બિચારાને સીએએની ખબર જ નથી તેમને ધરણા પર બેસાડી રાખવા માટે આવા ગિમિક જરૂરી હતા.
 
વળી આ ધરણાં વિરોધ પ્રદર્શનની બીજી ખાસિયત એ હતી કે આ કોઈ સવારે દસથી છનાં ધરણાં નહોતાં. તે ચોવીસ કલાક ચાલતાં હતાં. અર્થાત્‌ તેમાં શિફ્ટ રાખવામાં આવી હતી. એક જાય અને બીજી આવે.
 

shaheeb bagh_1   
 
આ ધરણા પ્રદર્શન શું ખરેખર ગાંધીચીંધ્યા માર્ગે હતું ? આ પ્રશ્ન પૂછવાનું મન અનેક સવાલોના કારણે થાય છે. શું ગાંધીજીએ આ ધરણા પ્રદર્શન લોકોને રસ્તા રોકીને હેરાન કરીને મંજૂર કર્યા હોત? આ ધરણા પ્રદર્શનનો આયોજક શરજીલ ઈમામ ભારતને તોડવાની વાત કરે અને આ દેશને ઇસ્લામિક રાષ્ટ બનાવવાની વાત કરે તે શું ભારતના ભાગલા રોકવાની વાત કરનાર ગાંધીજીને સ્વીકાર્ય હોત? જે રીતે ગાંધીજીએ ચૌરીચૌરાની હિંસક ઘટના બાદ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું હતું તે રીતે સી.એ.એ.ના વિરોધમાં દેશમાં ઠેરઠેર હિંસા થઈ તે પછી આ વિરોધ પ્રદર્શનો તેમણે પાછાં ખેંચી લીધાં ન હોત ?
 
શાહીનબાગના વિરોધ પ્રદર્શનને કવર કરવા ગયેલા ન્યૂઝ નેશનના કન્સલ્ટિંગ એડિટર દીપક ચૌરસિયા અને તેમની ટીમ પર ત્યાં જે હિચકારો હુમલો થયો તેમજ ત્યાર પછી દીપક ચૌરસિયા અને ઝી ન્યૂઝના એડિટર સુધીર ચૌધરીને અંદર ન જવા દેવાયા અને મુસ્લિમ મહિલાઓને આગળ કરીને તેમને રોકવા માનવસાંકળ રચાઈ ગઈ. (જામિયા મિલિયામાં પણ લાદીદા સખલૂન અને આયેશા રૈનાને હિંસક પુરુષ પ્રદર્શનકારીઓને પોલીસથી બચાવવા આગળ કરાઈ હતી) આની સામે એનડીટીવીના તેમજ ઇન્ડિયા ટૂડે-આજ તકના પત્રકારોને ત્યાં નેતાઓની જેમ ભાષણ આપવા દેવાયાં. આ શું બતાવે છે? બંધારણની દુહાઈ આપતા વિરોધ પ્રદર્શનકારીઓ રાષ્ટ્રવાદી મીડિયાને રોકીને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારી રહ્યા હતા ત્યારે એનડીટીવીના એડિટર શ્રીનિવાસન જૈન ખુશ થઈ રહ્યા હતા. તેમણે ટવીટ કર્યું કે દીપક ચૌરસિયા પહેલાં સારા પત્રકાર હતા પણ હવે નથી. આના જવાબમાં શેખર ગુપ્તાના વેબ પૉર્ટલ `પ્રિન્ટ'ના પત્રકાર રોહિણી સિંહે લખ્યું કે તેના મુજબ તો દીપક ચૌરસિયા પત્રકાર જ નથી.
 
આના જવાબમાં દીપક ચૌરસિયાએ રોહિણી સિંહ પર આડકતરો આક્ષેપ મૂક્યો કે રોહિણી સિંહની નાણાં મંત્રાલયમાં યુપીએ સરકારના વખતમાં ઓળખાણ કરાવવા `ધ હિન્દુ'ના પૂર્વ સંપાદક અને `ઉડી' જેવી દેશભક્તિની ફિલ્મને હાઈપર ટૉક્સિક નેશનાલિસ્ટ ફિલ્મ ગણાવતી વેબસાઇટ `ધ વાયર'ના સહસ્થાપક એમ. કે. વેણુએ દલાલ એટલે કે લૉબીઈસ્ટ નીરા રાડિયાને ભલામણ કરી હતી (તેવી વાત તે સમયે બહાર આવેલી નીરા રાડિયાની ઑડિયો ટેપમાં જાહેર થઈ હતી). આ ઉપરાંત તથાકથિત રીતે રોહિણી સિંહે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં અખિલેશ યાદવને ફાયદો કરાવવા તેમની તરફેણમાં સમાચારો લખ્યા હતા જેના માટે તેને બે બીએચકેનો ફ્લેટ પણ મળ્યો હતો તેવો આક્ષેપ આડકતરી રીતે દીપક ચૌરસિયાએ ટવિટ કર્યો હતો.

સીએએના વિરોધના તાર પાકિસ્તાન, કોંગ્રેસ અને કટ્ટર ઇસ્લામિક બળો સાથે છે

 
સંસદનાં બંને ગૃહોમાં કલાકોના કલાકો સી.એ.એ.ના મુદ્દે ચર્ચા થઈ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં વિપક્ષના તમામ નેતાઓના સવાલોના તર્કપૂર્ણ જવાબ આપ્યા. તેમણે એકથી વધુ ચેનલને આ મુદ્દે વિગતવાર ઇન્ટરવ્યૂ પણ આપ્યા. સીએએને સમજાવવા કેન્દ્રીય પ્રધાનો તેમજ ભાજપના નેતાઓએ દેશભરમાં રેલીઓ કરી સ્પષ્ટ કર્યું કે આનાથી ભારતના મુસલમાન સહિત કોઈ નાગરિકનું નાગરિકત્વ જવાનું નથી. તો પછી આવો ભીષણ વિરોધ કેમ ? શા માટે ગરીબ અથવા તો મધ્યમ વર્ગની મુસ્લિમ મહિલાઓને આગળ કરીને આ વિરોધ પ્રદર્શનો કરાયાં ? શા માટે નવજાત શિશુને માતા સાથે કડકડતી ઠંડીમાં રહેવાની ફરજ પાડવામાં અથવા તો તે માટે પ્રેરવામાં આવ્યાં ?
 

shaheeb bagh_1   
 
આનો જવાબ બે આયામી છે. એક તો રાજકારણ અને બીજું ગજવા એ હિન્દની ઝુંબેશ. દિલ્લી અને બિહાર સહિતનાં કેટલાંક રાજ્યોની આવી રહેલી ચૂંટણીઓ. `સાધના'ના સુજ્ઞ વાચકોને યાદ જ હશે કે ૨૦૧૫માં પણ દિલ્લી અને બિહારની ચૂંટણી પહેલાં ચર્ચ પર પથ્થરમારો તેમજ અખલાકની ઘટનાને વધુ પ્રમાણમાં ચગાવાઈ હતી અને અસહિષ્ણુતાના નામે એવૉર્ડવાપસીનું નાટક ચાલ્યું હતું. શાહીનબાગ વિરોધ ચાલુ થયો એટલે કૉંગ્રેસના શશી થરૂર, દિગ્વિજયસિંહ અને પોતાની જીભથી વિષ ઓકતા મણિશંકર ઐયરે શાહીનબાગની મુલાકાત લીધી હતી.
 
કૉંગ્રેસ હાઈકૉર્ટને કે સુપ્રીમ કૉર્ટને ગણકારતી નથી તેના દાખલો શાહબાનો અને કાળાં નાણાં સામે `સીટ'ની રચના નહીં કરવા સહિત અનેક દાખલા છે. દિલ્લી હાઈકૉર્ટે જે દિવસે ચુકાદો આપ્યો કે શાહીનબાગના વિરોધના કારણે થઈ રહેલી ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા પોલીસ પગલાં લે તેના કલાકો પછી જ મણિશંકર ઐયર ત્યાં શાહીનબાગ પહોંચી ગયા હતા. કદાચ તેઓ એવું બતાવવા માગતા હતા કે કૉર્ટના આદેશના કારણે પોલીસ કોઈ પણ પગલાં લે તો તેની વિરુદ્ધ શાહીનબાગના પ્રદર્શનકારીની સાથે કૉંગ્રેસ ઊભી છે. જ્યારે દિલ્લી પોલીસ શાહીનબાગના પ્રદર્શનકારીઓને સ્થળેથી દૂર કરવા પ્રયાસ કરી રહી હતી ત્યારે જ મણિશંકર અય્યરે ત્યાં મેદનીને સંબોધી એટલું જ નહીં, સરકારને કાતિલ ગણાવી દીધી ! (આ મણિદાદા બીજા કોઈ સમયે નહીં તો ચૂંટણી સમયે અવશ્ય પ્રગટ થાય છે.) ઉલ્લેખનીય છે કે મણિશંકર અય્યર લાહોરની મુલાકાત લઈને તરત જ શાહીનબાગ પહોંચી ગયા હતા. રિપબ્લિક ટીવીએ મણિશંકર અય્યરનો લાહોરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાનો વિડિયો પણ બતાવ્યો હતો. ગુજરાતના બે મુસ્લિમ ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ પણ શાહીનબાગની મુલાકાત લઈ આવ્યા હતા જેની ગુજરાત ભાજપે આકરી ટીકા કરી હતી.
 
આ બધી કડી (જેનો અવારનવાર ઉલ્લેખ મારા `સાધના'ના લેખોમાં હું કરતો હોઉં છું) બતાવે છે કે સીએએ વિરોધના તાર કોઈક રીતે પાકિસ્તાન, કૉંગ્રેસ અને કટ્ટર ઇસ્લામિક બળો સાથે મળે છે.

shaheeb bagh_1   
 
કટ્ટર ઇસ્લામિક બળોની વાત નીકળી છે ત્યારે શાહીનબાગ ધરણાના આયોજક શરજીલ ઈમામની ભારતના ટુકડા કરવાના દેશદ્રોહી ભાષણની અચૂક વાત કરવી જોઈએ. શરજીલે શાહીનબાગ તો નહીં, પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આપેલા ભાષણમાં તેણે આસામ સહિત ઈશાન ભારતને ભારતથી કાપી નાખવાની વાત કરી. ૨૫ જાન્યુઆરીએ બહાર આવેલા વીડિયોમાં તેણે કહ્યું કે જો આપણી પાસે પાંચ લાખ ઑર્ગેનાઇઝ્ડ લોકો હોય તો આપણે ઈશાન ભારતને હિન્દુસ્થાનથી કાયમી રીતે અલગ કરી શકીએ. કાયમી નહીં, તો ઓછામાં ઓછું એક મહિના માટે તો કરી જ શકીએ. આગળ તે કહે છે, આસામને કાપવું આપણી જવાબદારી છે. આસામ અને ભારત અલગ થઈ જાય ત્યારે જ તેઓ આપણી વાત સાંભળશે... આપણે ભારતનું ચિકનનેક કાપી નાખીશું જેથી ભારતીય સેના ત્યાં પહોંચી જ ન શકે. આપણે આમાં કન્હૈયાકુમારનો ઉપયોગ કરીશું. ઉલ્લેખનીય છે કે સિલીગુડી એ ભારતનું ચિકનનેક કહેવાય છે એવો (ઉલ્લેખનીય છે કે આ સમાચારને મીડિયાએ દબાવવા અથવા ઓછું મહત્ત્વ આપ્યું હતું. એનડીટીવીના રવીશકુમારે તો એવો બચાવ કર્યો હતો કે શરજીલે અગાઉ અહિંસાની પણ વાત કરી હતી !) એક વિડિયોમાં તે મહાત્મા ગાંધીને પણ છોડતો નથી. એ મહાત્મા ગાંધી જેમણે ખિલાફત આંદોલનને ટેકો આપીને અને તે પછી અવારનવાર મુસ્લિમ તુષ્ટીકરણ કર્યું અને છેલ્લે ઝીણાને ભારતના વડાપ્રધાન બનાવવા પણ તૈયાર થઈ ગયા હતા, તેમને વીસમી સદીના સૌથી ફાસીવાદી નેતા ગણાવ્યા કારણકે તે રામરાજ્યની વાત કરતા હતા. ગોરક્ષા પર વાત કરતાં તેણે કહ્યું કે જે ગામડાંઓમાં મુસ્લિમોની વસતિ વધુ હોય છે ત્યાં ગોરક્ષા જેવી ચીજો ચાલતી નથી. તેણે એમ પણ કહ્યું કે મુસ્લિમ એક ભોજન વારંવાર ખાઈને કંટાળી જાય છે, પરંતુ ગાયનું માંસ એવું છે જે ખાઈને મુસ્લિમ ક્યારેય કંટાળતો નથી. તેણે મુસ્લિમોને ભડકાવતાં કહ્યું કે મુસ્લિમ ક્યાંય પણ નમાજ પઢી શકે છે.
 
શરજીલ ભારતને ઇસ્લામિક રાષ્ટ બનાવવા માંગે છે અને તેને ન તો સંવિધાન પર ભરોસો છે કે ન તો સરકાર પર
 
૨૬ જાન્યુઆરીએ તેનો બીજો વીડિયો બહાર આવ્યો જેમાં તે કહે છે કે મુસલમાન હિન્દુસ્થાનના દરેક શહેરમાં ચક્કાજામ કરી શકે છે. શું મુસલમાનની એટલી હેસિયત નથી કે ઉત્તર ભારતનાં શહેરોને બંધ કરાવી શકાય ? ઉત્તર પ્રદેશમાં મુસલમાનોની સંખ્યા ૩૦ ટકા છે. અરે ભાઈ, શરમ કરો. ૩૦ ટકાથી ઉપર હોય તો શહેર ચાલી કેમ રહ્યું છે ? શરજીલ પર દિલ્લી પોલીસ, હિમાચલ પ્રદેશ વગેરે અનેક જગ્યાએ કેસ દાખલ થયા છે. આ શરજીલ કોણ છે, ખબર છે? તે જેએનયુનો પીએચ.ડી. વિદ્યાર્થી છે. (અને તો પણ કેટલાક લોકો કહે છે કે જેએનયુને દેશવિરોધી વાતો સાથે ન જોડો) સ્વાભાવિક જ શરજીલ સામે કેસો થવા લાગ્યા એટલે જેએનયુનું છાત્ર સંગઠન તેના બચાવમાં આવી ગયું. તેણે કહ્યું કે મોદી સરકાર ઈસ્લામૉફૉબિક છે જેથી મુસ્લિમોને દબાવવા માગે છે. શરજીલ પાછો કૉલમિસ્ટ પણ છે અને તે સેક્યુલર મીડિયા વાયર, ફર્સ્ટ પૉસ્ટ, ધ ક્વિન્ટ અને ટીઆરટી વર્લ્ડમાં કૉલમ લખે છે.
 

shaheeb bagh_1   
 
અને જો બુરહાન વાણીના બચાવમાં સેક્યુલર મીડિયા ઊતરી પડતું હોય તો તો પોતાના જ સમુદાયના શરજીલ ઈમામને બચાવવા મેદાનમાં ન ઊતરે ? `ધ ક્વિન્ટ'એ શરમજનક બચાવ કર્યો. અને આમ કરવામાં તે ૨૦૦૮માં અમરનાથ જમીન માટે અનેક હિન્દુ સંગઠનોએ જે ચક્કાજામ કર્યો હતો તેની વાત પણ લઈ આવ્યા કે શરજીલ તો ૨૦૦૮ના જેવા ચક્કાજામની જ વાત કરતો હતો.
 
રિપબ્લિક ટીવી પર પ્રદીપ ભંડારીની એક ચર્ચા દરમિયાન તેમણે શરજીલને દેશદ્રોહી કહ્યો તો એક પેનલિસ્ટને એટલો ગુસ્સો આવી ગયો કે તેણે પ્રદીપ ભંડારીનો કૉલર પકડી લીધો અને તેમને ગાળો આપવા લાગ્યો. શરજીલના પિતા અકબર ઈમામ નીતિશકુમારની જનતા દળ (યૂ)ની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે. સેક્યુલર મીડિયાએ તો એવું પણ ચલાવ્યું કે શરજીલે હીરોની જેમ શરણાગતિ સ્વીકારી છે પરંતુ હકીકતે તે બિહારના જહાનાબાદની એક મસ્જિદમાં છુપાયેલો હતો.
 
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તો શરજીલના સમર્થનમાં કૂચ કાઢી અને માગણી કરી કે જો શરજીલને છોડવામાં નહીં આવે તો એવું કંઈક થશે જેનો અંદાજ પણ કોઈએ નહીં કર્યો હોય. આના પર રાજનીતિ કરતાં આઆપના નેતા અને દિલ્લીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શરજીલની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરી અને કહ્યું કે જો તેમ ન થાય તો સમજવું કે શરજીલ ભાજપનો માણસ છે ત્યારે ટવિટરના ચતુર વપરાશકારોએ શરજીલનો વિડિયો શોધીને તેમાં આઆપના ધારાસભ્ય અમાનુલ્લા ખાન પહેલા દિવસથી શરજીલ સાથે હતા તેવું બહાર આવ્યું. આપણે અગાઉ `સાધના'ના લેખમાં જામિયાની હિંસા વખતે લખી ચૂક્યા છીએ કે આ અમાનુલ્લા ખાને ભડકાઉ ભાષણ આપ્યું તે પછી જામિયાની હિંસા ભડકી હતી).
 
શરજીલે ભાષણમાં સંવિધાનને પણ ફાસીવાદી ગણાવ્યું પરંતુ કહ્યું કે ન્યાયાલયમાં તેનો આશરો (જ્યાં જરૂર પડે ત્યાં) લો પણ તે આપણી છેવટની આશા ન હોઈ શકે. તે કૉંગ્રેસ અને જવાહરલાલ નહેરુને પણ છોડતો નથી (કૉંગ્રેસે હવે તો જાગવું જોઈએ). તે કહે છે કે નહેરુ પણ ફાસીવાદી હતા. તેમણે કાશ્મીરમાં શૈખ અબ્દુલ્લાની ધરપકડ કરી, કેરળમાં સરકાર બરખાસ્ત કરી, મણિપુર પર હુમલો કર્યો.
 
પરંતુ ફરક કેટલો છે તે જુઓ. ઓછામાં ઓછું કન્હૈયાકુમાર એફઆઈઆર અને દિલ્લી હાઈકૉર્ટના ચુકાદા બાદ એવું કહે છે કે તેણે અફઝલ ગુરુની કે ભારતના ટુકડા થવાની વાત નથી કરી પરંતુ શરજીલને તો પોતાના ભાષણનો સહેજ પણ રંજ નથી. તેણે પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે તેનો જ આ વીડિયો છે અને તેની સાથે સહેજ પણ ચેડાં નથી થયાં. `સમયલાઇવ' વેબસાઇટ મુજબ, શરજીલ ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માગે છે અને તેને ન તો સંવિધાન પર ભરોસો છે અને ન તો સરકાર પર.
પરંતુ બંધારણ બચાવવા નીકળેલા આ શાહીનબાગના સીએએ વિરોધીઓ મુસ્લિમોને દેશના બંધારણ અને દેશની કૉર્ટ પર કેટલો વિશ્વાસ છે તે જુઓ. એક તરફ, નિર્ભયા કેસમાં વારંવાર દોષિતોની ફાંસી ટળી રહી છે તેમ છતાં નિર્ભયાની માતા આશા દેવી પોતાને ન્યાયતંત્ર પર ભરોસો હોવાનું કહે છે તો બીજી તરફ, સર્વોચ્ચમાં સીએએની સામે દાખલ અનેક અરજી દાખલ છે ત્યારે ન્યાયાલય પર આ સીએએ વિરોધીઓને ભરોસો નથી! જેએનયુની બીજી એક વિદ્યાર્થિની આફરીન ફાતિમા પ્રયાગરાજમાં જાન્યુઆરીમાં ભાષણ આપતાં સર્વોચ્ચ ન્યાયાલય પર સહેજ પણ ભરોસો વ્યક્ત કરતી નથી. તે શરજીલ ઈમામને પોતાનો નેતા માને છે ! તે અફઝલ ગુરુનો પણ બચાવ કરે છે. તે માત્ર ભાજપ સરકારનો વિરોધ નથી કરતી, તે કહે છે કે ઇન્ડિયન સ્ટેટ (ભારત દેશ)ની જે પણ સરકાર રહી છે તે મુસ્લિમવિરોધી રહી છે.

આ લોકોને હિંસા ભડકાવવા માટે કરોડો રૂપિયા મળે છે

 
આ ઉપરાંત દિલ્લીના જાણીતા પત્રકાર સંદીપ દેવે ફેસબુક પર ૨૯ જાન્યુઆરીએ અપલૉડ કરેલા વીડિયોમાં સીએએ વિરોધી મુસ્લિમ મહિલાઓ કહે છે કે જ્યારે તેમની (મુસ્લિમોની) વસતિ હિન્દુઓથી વધી જશે તો તેઓ હિન્દુઓને પછાડી પછાડીને મારશે.
 

shaheeb bagh_1   
 
શાહીનબાગમાં હિન્દુ અને શીખો પણ વિરોધ કરી રહ્યા છે. શીખો ભજન-કીર્તન કરી રહ્યા છે. દેશભરમાં ટીવી ચર્ચાથી માંડીને દેખાવોમાં કેટલાક દલિતો પણ જોડાઈ રહ્યા છે. પરંતુ આ બધા આ જેહાદી માનસિકતાવાળા મુસ્લિમોનું માત્ર મહોરું જ છે. તેનો ઉપયોગ કરીને તેમને એ જ રીતે ફેંકી દેવાશે જે રીતે પાકિસ્તાનમાં ફેંકી દેવાયા છે. કટ્ટર મુસ્લિમ પત્રકાર આરફા ખાનમના ભાષણમાં ભારતને ઇસ્લામિક રાષ્ટ બનાવવાની એક રણનીતિ ખુલ્લી પડી ગઈ. આરફા ખાનમ વીડિયોમાં કહે છે, જ્યાં સુધી આપણે (મુસ્લિમો) આદર્શ (એટલે કે ઇસ્લામિક રાષ્ટ્રવાળો) સમાજ બની ન જઈએ જ્યાં આપણી મઝહબી ઓળખ હોય, આપણી જે મઝહબી માન્યતાઓ છે (એટલે કે શરિયા, પર્સનલ લૉ વગેરે), જે આપણાં સૂત્રો છે (એટલે કે લા ઇલાહા ઇલ્લલાહ જેનો અર્થ થાય છે અલ્લાહ સિવાય કોઈ ભગવાન નથી, અલ્લાહ હો અકબર એટલે કે અલ્લાહ જ સૌથી મહાન છે) તેનો સ્વીકાર પેદા થાય ત્યાં સુધી આપણે એક ઇન્ક્લુઝિવ પ્રૉટેસ્ટ (એટલે કે દલિતો સહિતના હિન્દુ-શીખો વગેરેને સાથે રાખીને વિરોધ) કરીએ... તો, આપણે આપણી વિચારધારા સાથે સમાધાન નથી કરી રહ્યા, આપણે આપણી રણનીતિ બદલી રહ્યા છીએ. દેશદ્રોહના આરોપનો સામનો કરી રહેલા ટુકડે ટુકડે ગેંગના સદસ્ય ઉમર ખાલિદે શાહીનબાગમાં અતિ આપત્તિજનક ભાષણ આપતાં કહ્યું હતું કે કોઈ જેટલાં શાહીનબાગને ઉજાડવાની કોશિશ થશે અમે એટલા જ શાહીનબાગ બનાવીશું. દેશના પ્રત્યેક શહેરમાં એક શાહીનબાગ બનાવીશું.
 
સીએએના કારણે એવું લાગે છે કે બધા જેહાદીઓ એક પછી એક બહાર આવી રહ્યા છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના છાત્ર સંગઠનના પૂર્વ પ્રમુખ ફૈઝુલ હસને કહ્યું કે ૧૯૪૭થી મુસ્લિમોની પરીક્ષા થઈ રહી છે અને તેઓ ધારે તો કોઈ પણનો વિનાશ કરી શકે છે. તો આરફા ખાનમે મુસ્લિમોની સ્ટ્રેટેજી જાહેર કરી દીધી હોવા છતાં હિન્દુ વકીલ ભાનુપ્રતાપ સિંહ શાહીનબાગમાં જઈને મુસ્લિમોને રિલાયન્સ, બાબા રામદેવ વિરુદ્ધ આર્થિક જેહાદ માટે ઉશ્કેરે છે. તે કહે છે, તેઓ આપણા દુશ્મનો છે. આપણે તેમનો બહિષ્કાર કરી તેમની કરોડરજ્જુ તોડી નાખીશું.
 
પ્રશ્ન એ થાય કે આટલા જંગી અને આટલા લાંબા વિરોધ પ્રદર્શન પાછળ નાણાં કોનાં છે? એક વીડિયોમાં પ્રદર્શનકારી કહે છે કે અલ્લાહ ભોજન વગેરે મોકલાવે છે. તો `એબીપી'ના પત્રકાર કહે છે કે તો પછી એમ કેમ નથી માની લેતા કે અલ્લાહે જ સીએએ બનાવ્યો છે. પરંતુ `ટાઇમ્સ નાવ'ના એક અહેવાલ મુજબ, ઇડીએ સિન્ડિકેટ બૅન્કનાં ખાતાંની તપાસ કરી તો ખબર પડી કે હિંસા ભડકાવવા માટે તેમાં ૧.૨ અબજ નાખવામાં આવ્યા. આ નાણાં ત્રાસવાદી સંગઠન મનાતા પીએફઆઈનાં હતાં અને આ નાણાં કૉંગ્રેસ નેતા, રામમંદિર વિરોધી અને સુપ્રીમ કૉર્ટના વકીલ કપિલ સિબ્બલ તેમજ બળાત્કારીઓને માફ કરી દેવા અપીલ કરનાર માનવ અધિકારવાદી વકીલ ઇન્દિરા જયસિંહને મળ્યા હોવાનો દાવો છે. જોકે સિબ્બલે બચાવ કર્યો કે તેમણે નાણાં લીધાં હતાં પરંતુ ૨૦૧૭-૧૮માં. પીએફઆઈના વકીલ તરીકે. તેને સીએએ વિરોધી પ્રદર્શનો સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ તો પણ એ વાત સાચી ને કે કપિલ સિબ્બલ રામમંદિર કેસમાં મુસ્લિમોના વકીલ ઉપરાંત કટ્ટર ઇસ્લામી સંગઠન પીએફઆઈની ઢાલ તરીકે સુપ્રીમમાં ઊભા રહે છે.
 
ભાજપના નેતા અમિત માલવીયએ જાહેર કરેલા એક વાઇરલ વીડિયો પ્રમાણે, શાહીનબાગનાં વિરોધ પ્રદર્શનો સ્વયંભૂ નહોતાં, પરંતુ તેમાં ધરણા પર બેસનારને પાંચસો-સાતસો રૂપિયા આપવામાં આવતા હતા.
 

shaheeb bagh_1   

...નહીંતર આખો દેશ શાહીનબાગ બની જશે

 
જોકે આ અહેવાલો પર પડદો પાડવાનો પ્રયાસ કરનાર સેક્યુલર મીડિયાને ગોળનો દડબો હાથ ત્યારે લાગ્યો જ્યારે ૩૦ જાન્યુઆરીએ ગોપાલ નામ હોવાનું કહેવાતા એક વ્યક્તિએ જામિયાના વિદ્યાર્થીઓની કૂચ વખતે સાવ દેશી તમંચાથી ગોળીબાર કર્યો અને તેમાં એક મુસ્લિમ ઘાયલ થયો. આ ઘટના બની એટલે ૩૦ જાન્યુઆરીએ ગાંધીહત્યાની સાથે જોડીને હિન્દુ આતંકવાદનો ટવિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો. જાણીતા પત્રકાર સંદીપ દેવે પોતાની યૂટ્યૂબ ચેનલ `ઇન્ડિયા સ્પીક્સ ડેઇલી' પર સુપ્રીમ કૉર્ટના જાણીતા વકીલ પ્રશાંત પટેલ ઉમરાવ સાથે આ ગોળીબારની ઘટના વિશે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના કહેવા મુજબ, આ ગોળીબાર કરનાર વ્યક્તિનું ફેસબુક એકાઉન્ટ એક વર્ષ પહેલાં જ ખૂલ્યું હતું. વળી, ફેસબુક ખાતામાં તેની પૉસ્ટ પર ખાસ લાઇક પણ નહોતી આવતી પરંતુ ૨૮મી પછી થોડી લાઇક આવવાની શરૂ થઈ અને ૩૦ જાન્યુઆરીએ જ્યારે તેણે લાઇવ વિડિયો કર્યો ત્યારે ૨૦-૩૦ હજાર જેવી લાઇક આવી જે બતાવે છે કે આ વ્યક્તિ પાછળ કોઈ સંગઠિત ટોળી કામ કરી રહી હતી, કારણ કે જેના ખાતા તરફ લોકોનું ઓછું ધ્યાન જતું તેના લાઇવ વીડિયોની કેવી રીતે જાણ લોકોને થઈ ગઈ ? ઉપરાંત, તે જ સમયે મિડિયાની ટીમની હાજરી, તે પણ ડર્યા વગર રહી, તે પણ બતાવે છે કે તેમને પણ જાણ હતી. બધું પૂર્વઆયોજિત હતું.
 
સંદીપ દેવ અને પ્રશાંત પટેલ ઉમરાવના કહેવા પ્રમાણે, શરૂઆતમાં કેજરીવાલને શાહીનબાગ આઆપની તરફેણમાં કામ કરશે તેમ લાગી રહ્યું હતું, પરંતુ દિવસો વીત્યા અને અમિત શાહની રેલીઓના લીધે વાતાવરણ બદલાયું. શાહીનબાગથી ભાજપને ફાયદો થતો દેખાયો. સ્પષ્ટ છે કે શરજીલ ઈમામ પરથી ધ્યાન ભટકાવવા, હિન્દુને બદનામ કરવા અને શાહીનબાગના પ્રદર્શનકારીઓને ગાંધી જેવા બતાવવા આ ષડયંત્ર હોઈ શકે જે પોલીસ તપાસમાં જ બહાર આવશે.
પરંતુ અહીં નોંધવા જેવી વાત એ છે કે આ ગોળીબાર પછી જે રીતે સેક્યુલર મીડિયા મંડી પડ્યું તેણે બે દિવસ પહેલાં પિસ્તોલ લઈને, ત્યાં પિસ્તોલ લહેરાવનાર મોહમ્મદ લુકમાનની નોંધ પણ નહોતી લીધી. એ તો ઠીક, ઝારખંડના લોહરદગામાં સીએએના સમર્થનવાળી રેલીમાં ભાગ લેનાર નીરજ પ્રજાપતિ પર ૨૩ જાન્યુઆરીએ મુસ્લિમ ટોળાએ સળિયા સાથે હુમલો કર્યો હતો અને તેના કારણે બીજા દિવસે તેનું મૃત્યુ થઈ ગયું તે વાત પણ દબાવી દીધી. ઇન્ડિયા ટૂડેના ૨૯ જાન્યુઆરીના અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતા તહીરુદ્દીને તો સીએએ વિરોધી પ્રદર્શનકારીઓ સામે ગોળીબાર કર્યો હતો જેમાં બે જણાનાં મૃત્યુ થયાં હતાં. આની સામે તો ટવિટર પર ઇસ્લામિક ટેરરિસ્ટનો ટ્રેન્ડ ન ચાલ્યો ! વળી પાછાં મૃતકોમાં એક મુસ્લિમ મકબૂલ શેખ પણ હતા. તો પણ ત્યાં કોઈને મુસ્લિમની ચિંતા ન થઈ !
પરંતુ હવે મોદી સરકારે અને રાજ્યોની ભાજપ સરકારોએ જેએનયૂ, એએમયૂ, જામિયા મિલિયા જેવી યુનિવર્સિટીઓ કોઈ પણ ખચકાટ વગર ઇન્દિરા ગાંધીની જેમ થોડો સમય બંધ કરી દેવી જોઈએ. પીએફઆઈ જેવા સંગઠન પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આઈબીને વધુ એલર્ટ કરી દેવી જોઈએ, નહીંતર આખો દેશ શાહીનબાગ બની શકે છે !

આમ હિન્દુસ્તાનીની સહનશીલતા હવે જવાબ આપી રહી છે

 
૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ શાહીનબાગ વિસ્તારનાં સેકડો સ્થાનિક લોકો પ્રદર્શન વિરુદ્ધ પ્રદર્શન કરવા પહોંચી ગયા હતા. પ્રદર્શનકારીઓ નોઇડા અને કાલિંદીકુજને જાેડતો રસ્તો ખોલવાની માંગ સાથે શાહીનબાગ ખાલી કરો અને વંદેમાતરના નારા લગાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શાહીનબાગમાં ધરણા બંધ કરવાની માંગ સાથે એક સ્થાનિક મુસ્લિમ યુવક બંદૂક સાથે પહોંચી ગયો હતો અને પ્રદર્શનકારીઓને શાહીબનાગ ખાલી કરવા ધમકાવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ બન્યો હતો. શાહીનબાગમાં દેશ વિરોધી પ્રદર્શનો એ આમ હિન્દુસ્તાનીઓને કેટલાં સંવેદનશીલ બનાવી દીધા છે કે ૩૧ જાન્યુઆરીના રોજ પણ કપિલ ગુર્જર નામના એક યુવક બંદૂક સાથે શાહીનબાગ પહોંચી ગયો હતો. તો ૧ ફેબ્રુઆરીના રોજ બેથી ત્રણ અજાણ્યા યુવકો પણ બંદૂક લઈને શાહીનબાગના સમર્થનમાં જેએનયૂમાં ધરણા કરતાં લોકો સામે પહોંચી ગયા હતા અને હવામાં ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા. અગાઉ એક કિશોર બંદૂક લઈ પહોંચી ગયો હતો.
 
- જયવંત પંડ્યા
( ગુજરાતના જાણીતા પત્રકાર તથા લેખક )