વિધુ વિનોદ ચોપ્રાની ફિલ્મ શિકારા કશ્મીર ખીણના પીડિત હિન્દુઓની યાતનાઓની ક્રૂર મજાક કરે છે !

    ૧૬-માર્ચ-૨૦૨૦

shikara_1  H x  
 

બોલિવૂડ કોમવાદી ચશ્મા ક્યારે ઉતારશે ?

હું `શિકારા' ફિલ્મની વિષયવસ્તુનો સ્વીકાર કરી શકતી નથી કેમ કે તેમાં હિન્દુઓની થયેલી સામૂહિક હત્યાને દર્શાવાતી નથી એટલું જ નહીં તેમાં તો કટ્ટર ઇસ્લામને ગૌરવપૂર્ણ રીતે પ્રદર્શિત કરાયો છે, પરંતુ કાશ્મીર છોડવા માટે મજબૂર કરાયેલા હિન્દુઓને કોમવાદી ચીતરવામાં આવ્યા છે. કાશ્મીરી વિસ્થાપિત દિવ્યા રાઝદાનનું આ ટવિટ અન્ય એક વિસ્થાપિત હિન્દુ વિધુ વિનોદ ચોપ્રાની ફિલ્મ `શિકારા' વિશે બધું જ કહી દે છે.
 
કોમવાદને આધારે ૧૯૪૭માં ભારતમાતાના ટુકડા થયા તે પછી પાકિસ્તાનની માંગણી કરનારા સમાજ પ્રત્યે ભારતીયોનો રોષ ઓછો થાય તે માટે બોલિવૂડમાં મધુબાલા કે દિલીપકુમાર જેવાં નામોનો મારો ચાલ્યો હતો. હિન્દુ સંતોને નીચા બતાવવામાં બોલિવૂડે ક્યારેય પાછું વળીને જાેયું નથી. કાશ્મીર ખીણમાં ઇસ્લામી આતંકનો ભોગ બનનારા વિધુ વિનોદ ચોપ્રા પણ બોલિવૂડના કોમવાદમાંથી બાકાત રહ્યા નથી! કાશ્મીરી પંડિતો ઉપર કટ્ટરપંથી મુસ્લિમોએ કરેલા અત્યાચારોની વાત કરવાને બદલે ફિલ્મ શિકારા પીડિત સમાજની યાતનાઓની ઠેકડી ઉડાડે છે. બોક્સ ઓફિસ ઉપર છપાકની જેમ જ પીટાઈ ગયેલી ફિલ્મ શિકારા સેક્યુલર ગેંગને પ્રસન્ન કરવા માટે જ બની હોય તેમ જણાઈ આવે છે. લાખો હિન્દુ વિસ્થાપિતોની ક્રૂર મજાક કરનારી ફિલ્મ શિકારાની પ્રસ્તુતિ પછી પ્રશ્ન થાય છે કે હવે અંડરવર્લ્ડના ઇશારે નાચતુ બોલિવૂડ કોમવાદી ચશ્મા ક્યારે ઉતારશે ?
 
હું `શિકારા' ફિલ્મની વિષયવસ્તુનો સ્વીકાર કરી શકતી નથી કેમ કે તેમાં હિન્દુઓની થયેલી સામૂહિક હત્યાને દર્શાવાતી નથી એટલું જ નહીં તેમાં તો કટ્ટર ઇસ્લામને ગૌરવપૂર્ણ રીતે પ્રદર્શિત કરાયો છે, પરંતુ કાશ્મીર છોડવા માટે મજબૂર કરાયેલા હિન્દુઓને કોમવાદી ચીતરવામાં આવ્યા છે. કાશ્મીરી વિસ્થાપિત દિવ્યા રાઝદાનનું આ ટવિટ અન્ય એક વિસ્થાપિત હિન્દુ વિધુ વિનોદ ચોપ્રાની ફિલ્મ `શિકારા' વિશે બધું જ કહી દે છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણપ્રદેશમાં આવેલી વિધુ વિનોદ ચોપ્રાની ૨૦ જેટલાં ખંડો ધરાવતી ભવ્યાતિભવ્ય હવેલી કટ્ટરપંથી મુસ્લિમોએ ૩૦ વર્ષો પહેલાં પચાવી પાડી હતી. તે ઘટના નહીં વિસરનારા ચોપ્રા ફિલ્મ `શિકારા'માં તેમના જેવા લાખો હિન્દુઓના વિસ્થાપન અને નર્કાગાર બનેલા જીવન માટે કટ્ટરપંથી મુસ્લિમોને નહીં, પણ પીડિત હિન્દુઓને જ દોષિત ઠેરવે તેના જેવી વાહિયાત વાત કઈ હોઈ શકે ?
 

shikara_1  H x  
 
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ રીલિઝ થઈ તે પૂર્વે દેશપ્રેમીઓ એવું ધારીને ચાલતા હતા કે કાશ્મીરમાં મુસ્લિમ આતંકથી પીડિત વ્યક્તિ પોતે જ કાશ્મીર ઉપર ફિલ્મ બનાવે છે તો તેમાં પીડિત હિન્દુ સમાજની વેદનાને વાચા મળશે. આવી ધારણાને કારણે વિશેષ કરીને નિર્વાસિત બનેલા હિન્દુઓ તો શિકારા ફિલ્મની ઉત્કઠાપૂર્વક પ્રતીક્ષા કરતા હતા, પરંતુ ચોપ્રાની Untold Story of Kashmiri Pandits (કાશ્મીરી પંડિતોની અપ્રગટ થયેલી કથા) જ્યારે પંડિતોની ક્રૂર મજાક છે એવું ધ્યાનમાં આવતાં સૌમાં ઘોર નિરાશા વ્યાપી હતી. કાશ્મીર ખીણમાં પીડિત હિન્દુઓની વ્યથાકથા શિકારા એક નીરસ અને કટાળાજનક પ્રણયકથામાં પરિવર્તિત થાય છે. દાયકાઓથી હાડમારીભર્યું જીવન વિતાવી રહેલા લાખો કાશ્મીરી પંડિતો ચોપ્રાની આવી સેક્યુલર ફિલ્મથી એટલા તો આક્રોશમાં છે કે તેમણે આ કોમવાદી ફિલ્મનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. પંડિતોની ક્રૂર મશ્કરીનું પરિણામ શિકારાને બોક્સ ઓફિસમાં મળી રહેલી નિષ્ફળતામાં જાેઈ શકાય છે. કાશ્મીરના મુસ્લિમ આતંકનો ભોગ બનેલા વિધુ વિનોદ ચોપ્રાએ આ અગાઉ પણ મિશન કાશ્મીર જેવી સેક્યુલર ફિલ્મ બનાવી હતી. તેમાં પણ પીડિત હિન્દુઓની વેદનાની ક્રૂર મજાક ઉડાડવામાં આવી હતી. જે રીતે મિશન કાશ્મીર જેવી સેક્યુલર ફિલ્મને ભારતીયોએ બોક્સ ઓફિસમાં ધરાર જાકારો આપ્યો તે જ રીતે ચોપ્રાની આ શ્રેણીની બીજી સેક્યુલર ફિલ્મ શિકારા પણ ભૂંડે હાલ પીટાઈ રહી છે તેમ સૂત્રો જણાવે છે.
 

shikara_1  H x  
 
અમેરિકાના રાષ્ટપ્રમુખ રેડિકલ ઇસ્લામિક ટેરર એ શબ્દપ્રયોગ વિશ્વભરમાં જાહેર રીતે કરતા હોય છે, પરંતુ કોમવાદી ચશ્મા પહેરીને સેક્યુલર બનેલા પીડિત કાશ્મીરી વિધુ વિનોદ ચોપ્રા કાશ્મીરના આતંકવાદીઓને માર્ગ ભૂલેલા છોકરાઓ તરીકે સ્વીકારે છે! એક નીરસ પ્રણયકથા પ્રસ્તુત કરવા માટે ચોપ્રાની ફિલ્મ શિકારા ધર્માંધતા અને કટ્ટરવાદને જ ગૌરવાન્વિત કરે છે. નિર્વાસિત હિન્દુઓની વસાહતોનાં શ્યોને પણ અત્યંત સેક્યુલર બનાવવામાં ચોપ્રાએ કશું જ બાકી રાખ્યું નથી. મુસ્લિમ આતંકને કારણે ૩૦-૩૦ વર્ષોથી ગંદી વસાહતોમાં રહેવા મજબૂર બનેલા હિન્દુઓને ટામેેટા લેવા પડાપડી કરતા બતાવવામાં ચોપ્રાને લેશમાત્ર શરમ આવી નથી. પરંતુ આવું નર્કાગાર જીવન વિતાવી રહેલા જે લાખો હિન્દુઓએ તેમના બંધારણીય અધિકારો માટે એક પથ્થર ફેંક્યો નથી. તેમને બે રૂપિયાના ટામેટાની લૂંટાલૂંટ કરતા બતાવીને ચોપ્રાએ લાખો હિન્દુઓની આંતરડી કકળાવી છે. સેક્યુલર બનવા માટે ચોપ્રાએ માનવતાને કોરાણે મૂકી દીધી ! બીજું શિકારા એક મુસ્લિમ પ્રેમી અને હિન્દુ યુવતીની પ્રણયકથા પ્રદર્શિત કરે છે, પરંતુ આ સેક્યુલર ફિલ્મકાર આ પાત્રોના ધર્મોની અદલાબદલી કરવાની વીરતા બતાવી શકત ? જેની પોતાની જ હવેલી આજે મુસ્લિમ આતંકીઓએ પચાવી પાડી છે તેવા ચોપ્રા તેમના દિગ્દર્શન માટે જાણીતા હતા, પરંતુ મિશન કાશ્મીર નં. ૨ ગણી શકાય તેવી કોમવાદી રંગવાળી ફિલ્મ શિકારા તો સમગ્ર સમાજનું ઘોર અપમાનથી વિશેષ કશું જ નથી ! હજારો હિન્દુઓની સામૂહિક હત્યાને ગૌરવાન્વિત કરતી ફિલ્મ શિકારા મુસ્લિમ આતંકથી પીડિત સભ્ય સમાજ દૂર જ રહે તે સ્વાભાવિક જ ગણી શકાય.
 
***
 
- શિવાંગ ખન્ના ( ફિલ્મ નિર્માતા અને સામાજિક કાર્યકર્તા ) 
 
(સાભાર - ઓર્ગેનાઇઝર, પ્રસ્તુતિ -  જગદીશ આણેરાવ)