દેશનું દુર્ભાગ્ય કે બંધારણની જોગવાઈઓઓનો દુરુપયોગ થાય છે

    ૧૬-માર્ચ-૨૦૨૦

nirbhaya case_1 &nbs 

નિર્ભયાના આરોપીઓની ફાંસી વારંવાર પાછી ઠેલાઈ... 

 
આપણો ભારત દેશ કાયદાના રાજને વરેલો છે. આપણા દેશમાં કાયદાની સર્વોપરિતા છે. આ કાયદાની સર્વોપરિતા નાગરિકોના હક્કોના સંરક્ષણ અને સલામતી માટે છે.
 
આ હકીકત હોવા છતાં એક બહેન નિભર્યા ઉપર ચાર વ્યક્તિઓએ રાતના સમયે એકલતાનો લાભ લઈ સામૂહિક બળાત્કાર કરી તેનું ખૂન કરેલું. આ બાબતે દિલ્હીની સેશન્સ કોર્ટમાં કેસ ચાલેલો તેમાં ચારેય આરોપીઓને ફાંસીની સજા થયેલ.
ચારેય આરોપીઓએ કાયદાના પ્રાવધાન પ્રમાણે દિલ્હીની હાઈકોર્ટે અને ના. સુપ્રીમ કોર્ટમાં અપીલો, અરજીઓ અને કાયદેસરની કાર્યવાહી કરેલ. આરોપીઓની આ તમામ અપીલો અરજીઓ અને કાર્યકારી નામંજૂર થયેલ અને તેમની મૃત્યુદડની સજા કાયમ રહેલી છે.
 
આપણા ભારતમાં કાયદાનું રાજ છે અને બંધારણ અને કાયદો અમલમાં છે. બંધારણની કલમ ૭૨થી આપણા રાષ્ટપતિને મૃત્યુદડના આરોપીને ક્ષમા કરવાનો અધિકાર આપવામાં આવેલ છે.
 
રાષ્ટપતિએ પોતાને મળેલા કલમ ૭૨ અને ૭૩ અન્વયે મળેલા અધિકારો, બંધારણની કલમ ૭૪ પ્રમાણે વાપરવાના છે. બંધારણની કલમ ૭૪ અન્વયે વડાપ્રધાનની અગ્રેસરતાવાળી મંત્રી પરિષદની મદદ અને સલાહ પ્રમાણે રાષ્ટપતિએ પોતાના કલમ ૭૨ અને ૭૩ના અધિકારો વાપરવાના છે.
 
બંધારણની કલમ ૭૨, ૭૩ મૃત્યુદડના દોષિતે જો ક્ષમા માટે અરજી કરી હોય તો તેવી અરજીનો નિકાલ કરવા બંધારણની કલમ ૭૪ અન્વયે મંત્રી પરિષદની મદદ અને સલાહ માગવામાં આવે છે. આવી સલાહ મા પછી જ રાષ્ટપતિ આવી ક્ષમાની અરજીનો નિકાલ કરે છે. રાષ્ટપતિ મળેલી સલાહ બાબતે મંત્રીમંડળને ફેરવિચારણા કરવા જણાવી શકે છે અને આવી ફેરવિચારણાનું સૂચન મોકલ્યા પછી મંત્રીમંડળની જે સલાહ મળે તે મુજબ નિર્ણય લેવા બંધાયેલા છે.
 

nirbhaya case_1 &nbs 
 
આપણા ભારતમાં ન્યાય મેળવવામાં ખૂબ જ ઢીલ થાય છે, તેથી ન્યાયની ઢીલને લઈ મોટા ભાગે ન્યાય ન મળ્યા જેવી સ્થિતિ પરિણમે છે. ન્યાયમાં ઢીલ થવાનાં કારણો પૈકી નિર્ભયા જેવા બનાવામાં એક કારણ જે મારી ષ્ટિએ અગત્યનું છે તે બંધારણની કલમ ૭૨, ૭૩ અને ૭૪ની જોગવાઈઓ બાબતે કોઈ સમયબદ્ધતા નથી. સમયબદ્ધતા બાબતે કહીએ તો...
 
(૧) ના. સુપ્રીમ કોર્ટનો આખરી નિર્ણય આવ્યા પછી કેટલા સમયમાં કલમ ૭૨ની અરજી કરવી જોઈએ.
 
(૨) આવી અરજી કરવામાંનો સમય ન જળવાય તો કેટલો સમય માફ કરી શકાય તેનો પ્રબંધ
 
(૩) રાષ્ટપતિ પાસે આવી કલમ ૭૨ની અરજી કેટલા સમયમાં તે મંત્રીમંડળની મદદ અને સલાહ માટે મોકલવી જોઈએ.
 
(૪) જો મંત્રીમંડળ આ સમય બદ્ધતા ન જાળવે. તો રાષ્ટપતિ પોતે પોતાની રીતે યોગ્ય સલાહ મેળવી નિર્ણય લઈ શકે અને તે આખરી ગણાશે તેવો પ્રબંધ કરવો જોઈએ અને ના સુપ્રીમ કોર્ટને આ કમમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી તેમ કાયદાકીય સુધારા થવો જોઈએ.
 
(૫) એક ગુના એક કરતાં વધારે મૃત્યુદડના આરોપીઓ હોય તો ક્ષમાની અરજી એક જ આરોપીએ કરી હોય તો તેવી ક્ષમાની અરજી તરફ બીજા આરોપીઓનું ધ્યાન દોરી તેમને અરજી કરવા અથવા આ અરજીમાં સંમત થવા અથવા આ અરજીમાં પોતાના સુધારા વધારા કરવા જણાવી શકાય. આવી કાર્યવાહી કોઈ એનજીઓ દ્વારા હાથ ધરાવી જોઈએ.
 
(૬) નિર્ભયા કેસમાં ચારેય આરોપી જુદે જુદે સમયે જુદી જુદી અરજી, જુદાં જુદાં કારણોસર સમયબદ્ધતાના પ્રબંધ ન હોવાથી કરી શક્યા અને પરિણામે દેશની ન્યાયિક પ્રક્રિયાને લાંછન લાગે તેવી છાપ ઊપસી. આવી છાપની અસર એવી જણાય કે ન્યાય પ્રક્રિયામાં શુ અને કેટલો વિશ્વાસ રાખી શકાય તે માટે પ્રશ્ન ચિહ્ન ઊભું થયું છે.
 
ભારતના નાગરિકને બંધારણ અને કાયદાની જોગવાઈ પ્રમાણે તમામ હક્ક અધિકારો કાયદેસર રીતે ભોગવવાનો, મેળવવાનો બંધારણીય અધિકાર છે. નિર્ભયા કેસમાં આરોપીઓએ તેમને મળતા તમામ હક્ક અધિકાર કાયદાકીય રીતે ઉપયોગમાં લીધા છે. આપણા દેશનું બંધારણ અને કાયદાની જોગવાઈઓ કોઈપણ નાગરિક કે બિન નાગરિકના માનવ અધિકારોનું હનન ન થાય તેવી જોગવાઈવાળા છે. દેશનું દુર્ભાગ્ય ગણાય કે આવા બંધારણની જોગવાઈઓ અને કાયદાનો પણ દુરુપયોગ ખાસ કરીને જ્યાં મુનસફી વાપરવાની જોગવાઈ છે ત્યાં આજકાલ વધારે થાય છે.
 
દા.ત. જ્યાં ન્યાયના હિતમાં સમય આપવાની મુનસફીનો ઉપયોગ, સમયનું હિત, ન્યાયના હિત કરતાં મોટુ જણાય છે.
 
***
 
- જસ્ટિસ એસ.એમ.સોની 
(લેખક ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ તથા ગુજરાતના પૂર્વ લોકાયુક્ત છે)