આવતા રવિવારે એટલે કે 22 માર્ચના રોજ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી, બધા દેશવાસીઓને, જનતા કર્ફ્યુનું પાલન કરવાનું છે: વડાપ્રાધાન

    ૧૯-માર્ચ-૨૦૨૦

narendra modi_1 &nbs
 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસને લઇને આજે દેશના નામે સંદેશ પાઠવ્યો હતો. ૩૦ મિનિટના સંદેશમાં તેમણે કોરોના સંદર્ભની, સરકાર શું કરી રહી છે અને જનતાએ દેશ માટે કોરોનાને હરાવવા શું કરવાનું છે તે વિગતે વાત મૂકી હતી. પોતાના આ સંદેશ દરમિયાન તેમણે જે જણાવ્યું તે દરેક દેશવાસીઓએ જાણવી જરૂરી છે. અહી તેમની વાતોનો ટૂંકો સાર રજૂ કરવામાં આવ્યો છે.
 
વડાપ્રધાને કહ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં જેટલા દેશ પ્રભાવિત નહોતા થયા તેના કરતા વધારે કોરોના વાયરસના લીધે થયા છે. તેમણે જણાવ્યું કે આ અંગ અમે એક સમીક્ષા બેઠક બોલાવી હતી જેમાં કોરોનાને રોકવાની તૈયારીઓ મજબૂત કરવા અને સુવિધાઓ વિસ્તારવા અંગે ચર્ચા થઇ હતી.
 

જનતા કર્ફ્યૂથી દેશહિતનો સંકલ્પ

 
આ દરમિયાન ભારત આવી મહામારીઓ સામે લડી શકવા સક્ષમ છે એવું કહી જનતાને એક સૂચન એક અપીલ કારી હતી. તેમણે કહ્યું કે આ રવિવારે 22 માર્ચના સવારે સાત વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરેક દેશવાસીઓને જનતા કર્ફ્યૂનું પાલન કરે અને દેશને સાથ આપે. આ દરમિયાન કોઇ પણ નાગરિક ઘરથી બહાર ન નિકળે. 22 માર્ચના આપણો આ પ્રયાસ દેશહિતમાં એક મજબૂત પ્રયાસ સાબિત થશે.
 

સેવા આપનારા સેવકોનો આભાર વ્યક્ત કરો

 
પ્રધાનમંત્રીએ સંક્રમણ રોકવા માટે કામ કરી રહેલી રાજ્ય સરકારો, ડોક્ટર્સ, પેરામેડિકલ કર્મચારીઓ, પેરામિલિટરી ફોર્સ અને એવિએશન સેક્ટર, નગરપાલિકા કર્મચારીઓ અને આ કામમાં લાગેલા દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે અપીલ કરી એ જનતા કર્ફ્યુના દિવસે આપણે આ સેવકોનો આભાર માની તેમનો ઉત્સાહ વાધારવાનો છે. આ દિવસે સાંજે પાંચ વાગે ઘરની બારીમાંથી કે અગાસીમાંથી તાળી પાડી કે થાળી ખખડાવી તેમનો આભાર વ્યક્ત કરો.
 

જીવન જરૂરિયાત વસ્તુઓની અછત નહીં થાય

તેમણે જણાવ્યું કે હું દેશવાસીઓને એ વાત માટે પણ આશ્વસ્ત કરું છું કે દેશમાં દૂધ, ખાણીપીણી, દવાઓ, જીવનજરૂરી ચીજોની અછત ન થાય તેના માટે બધા પગલા ભરવામાં આવી રહ્યા છે. આ સપ્લાય ક્યારેય રોકવામાં નહીં આવે. તેથી દેશવાસીઓને આગ્રહ છે કે જરૂરી સામાન સંગ્રહ કરવાની હોડ ન લગાવતા. તમે પહેલા જેમ કરો છો તેવી રીતે જ ખરીદી કરો. પેનિક બાઇંગ ઠીક નથી. તે ન કરો. 
 
 
સાંભળો.....