આજે રાત્રે ૧૨ થી સંપૂર્ણ દેશમાં ૨૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર, કોરોના નામની મહામારીથી બચવાનો આ એક માત્ર ઉપાય છે…- નરેન્દ્ર મોદી

    ૨૪-માર્ચ-૨૦૨૦

narendra modi_1 &nbs
 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.
 
સંપન્ન દેશો પણ કોરોનાની મહામારીની લપેટમાં આવી ચૂક્યા છે. સાધન સંપન્ન હોવા છતાં આ દેશોમાં કોરોના રોકી શકાયો નથી. એનો મતલબ એ થાય છે કે કોરોના વાયરસ ફેલાયા પછી તેને રોકવો અશક્ય છે. અનેક પ્રયાસો પછી પણ આ દેશોમાં મુશ્કેલીઓ વધી રહી છે. આ દેશોના બે મહિનાના અનુભવ પછી જે તારણ નિકળે છે એ સમજવા જેવો છે.
 

આજ રાતથી ૨૧ દિવસનું લોકડાઉન

 
વૈશ્વિક મહામારી કોરોના સામે લડવાનો કે એક માત્ર વિકલ્પ છે એ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. ઘરમાં રહેવંછ એજ એક માત્ર વિકલ્પ છે. એટલે આજે દેશ એક મહત્વનો નિર્યણ લેવા જઈ રહ્યો છે અને એ છે કે હું સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયા માટે લોકડાઉનનું હું એલાન કરું છું. દેશવાસીઓએ તેનું ચુસ્ત પાલન કરવું પડશે કારણ કે કોરોનાને હટાવવાનો તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી.
 
આ સમય ઓછામાં ઓછો ૨૧ દિવસનો હશે. આ માત્ર કર્ફ્યુ નથી તેના કરતા પણ આગળની વાત છે. કોરોના સામે લડવા આ નિર્યણ લેવો આવશ્યક છે.
 

કોરોનાના ફેંલાવવાની ગતિ ચિંતા જનક

 
ડબ્લ્યુએઓ કહે છે કે સંક્રમિત એક વ્યક્તિ એક સપ્તાહ કે દસ દિવસમાં સેંકડો લોકોને અસર કરી શકે છે. તે આગન માફક ફેલાય છે. કોરોના વાઈરસ સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ સુધી પહોંચવામાં 67 દિવસ લાગ્યા ત્યારબાદ 11 દિવસમાં વધુ એક લાખ સંક્રમિત થયા, ત્યારબાદ 2 લાખ સંક્રમિત લોકોથી 3 લાખ સુધી પહોંચવામાં ચાર દિવસ જ લાગ્યા. તમે અંદાજ લગાવી શકો છો કે તે કેટલી ઝડપથી ફેલાય છે. જ્યારે તે ફેલાવાની શરૂઆત થાય છે ત્યારે તેને રોકવું મુશ્કેલ છે.
 

સેવકોને સલામ

 
આપણે સૌ ઘરમાં રહીને એ લોકો માટે પ્રાર્થના કરીએ જે પોતાની જાતને જોખમમાં મૂકીને ઈલાજ કરી રહ્યા છે. હોસ્પિટલમાં કામ કરી રહેલાં ડોક્ટરો, નર્સ, પેથોલોજિસ્ટ, વોર્ડબોય, એમ્બ્યુલન્સના ડ્રાઈવર એ દરેક પોતાની કે પરિવારની ચિંતા છોડીને બીજાની સેવા કરે છે. સ્વચ્છતા અને સેનિટાઈઝેશનના કામમાં જોડાયેલા દરેક કર્મચારીઓ સલામને પાત્ર છે. તમને સાચી માહિતી આપવા માટે સંક્રમણનું જોખમ ઊઠાવીને ચોવીશ કલાક કામ કરી રહેલાં મીડિયાકર્મીઓનો વિચાર કરો. રસ્તા પર ઊભા રહીને કાયદો અને વ્યવસ્થાની ચિંતા કરી રહેલાં પોલીસકર્મીઓની ચિંતા કરો. એમનો આભાર પ્રગટ કરો.
 

અફવાથી દૂર રહો

 
અફવાઓ ફેલાવશો નહિ, અફવાઓ માનશો નહિ. કોઈપણ પ્રકારના સમાચાર ખરાઈ કર્યા વગર બીજાને મોકલશો નહિ.