Jioએ લોન્ચ કર્યું કોરોનાના લક્ષણ તપાસવાનું ટુલ

    ૨૫-માર્ચ-૨૦૨૦

jio_1  H x W: 0
 
 
કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા રિલાયન્સ જીઓએ માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી એક ટુલ વિકસાવ્યું છે જે COVID-19ના લક્ષણો તપાસવા સક્ષમ છે. CORONA VIRUS INFO TOOLS MYJIO પર ઉપલબ્ધ છે. અને તેને એન્ડ્રોઈડ અને આઈફોનમાં ઇન્સ્ટોલ કરી શકાય છે.
 
ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ કરવા માટે કોઈએ રિલાયન્સ જિયોના યુઝર હોવું જરૂરી નથી. કોરોના વાયરસના લક્ષણોને ચેક કરનાર આ ટુલ તમારા દ્વારા એન્ટર કરવામાં આવેલી માહિતી અંતર્ગત કામ કરે છે. તેમાં ટ્રેવલ હિસ્ટ્રીથી લઈ ફ્લુ સુધીની જાણકારી આપવાની રહેશે. અહીં તમારા ડેટાને તપાસી એ પણ જણાવવામાં આવશે કે તમારે હોસ્પિટલ કે લેબ ટેસ્ટ માટે જવાની જરૂર છે કે નહીં.
 
કંપનીનો દાવો છે કે આ ટુલ વપરાશકર્તા દ્વારા એન્ટર કરાયેલા ડેટાના આધારે એ પણ જણાવશે કે, તમારામાં કોરોના વાયરસને લગતા સામાન્ય લક્ષણો છે કે નહીં. આ ટુલમાં WHO અને ભારત સરકારની ગાઈડલાઈન (માર્ગદર્શિકા) પણ આપવામાં આવી છે.