કોર્પોરેટ અને ફિલ્મજગતના માંધાતા કોરોના સામે લડવા આ કામ કરી રહ્યા છે...

    ૨૬-માર્ચ-૨૦૨૦

corona_1  H x W 
 
 
# આનંદ મહિન્દ્રાએ સંક્રમિતો માટે પોતાના રિસોર્ટ્સ ખુલ્લા મુક્યા
 
# મુકેશ અંબાણી દરોરજ ૧ લાખ માસ્ક બનાવશે
 
# ફિલ્મસ્ટાર રજનીકાંતે ફેડરેશન ઓફ સાઉથ ઇન્ડિયા યુનિયન વર્કસને ૫૦ લાખનું દાન આપ્યું છે.  
 
કોરોના વાયરસ દેશભરને ભરડામાં લઈ રહ્યો છે ત્યારે સંકટના આ સયમાં ઉદ્યોગપતિઓથી માંડી ફિલ્મજગત, ખેલાડીઓ અને રાજનેતા પણ મદદ માટે સામે આવ્યા છે. મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી, ફિલ્મ અભિનેતા રજનીકાન્ત, પહેલવાન યોગેશ્વર દત્ત, ભારતીય રેસલર બજરંગ પુનિયા સહિતના લોકો આર્થિક મદદ માટે આગળ આવ્યા છે.
 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સ માટે પ્રતિદિન ૧ લાખ માસ્ક તૈયાર કરવાનું એલાન કર્યું છે.
 
આનંદ મહિન્દ્રાએ કોરોના સંક્રમિત દર્દીઓના ઈલાજ માટે પોતાના રિસોર્ટ આપવાની તૈયારી બતાવી છે અને એક મહિનાનો પગાર પણ દાનમાં આપવાની જાહેરાત કરી છે 
 
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાની પત્નિ અનુપમા વેણુગોપાલે ૨ કરોડ રૂપિયા તેલંગણાના કોરોના રાહત કોષમાં દાન આપ્યા છે. નડેલાએ જરૂરિયાત મુજબ આગળ પણ મદદ માટે તૈયારી બતાવી છે.
 
તેલંગણા સરકાર તમામ કર્મચારી અને શિક્ષકોએ પોતાના એક દિવસનો પગાર દાન કર્યો છે. તેલુગુ ફિલ્મ અભિનેતા નિતિને પણ ૧૦ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
 
ફિલ્મસ્ટાર રજનીકાંતે ફેડરેશન ઓફ સાઉથ ઇન્ડિયા યુનિયન વર્કસને ૫૦ લાખનું દાન આપ્યું છે.
 
ભારતીય રેસલર બજરંગ પુનિયાએ ૬ મહિનાનો પગાર દાનમાં આપ્યો છે તો પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ અને તેમના ભાઈ યુસુફ પઠાણે ૪ હજારથી વધુ માસ્ક વહેંચ્યા છે.
 
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પોતાનો એક મહિનાનો પગાર દાન કર્યો છે. તો પીટીએમના સીઈઓ વિજયશેખરે પણ ટ્વીટ કરી જાણકારી આપી છે કે તેમની કંપની પણ પાંચ કરોડ રૂપિયાની મદદ કરશે.
 
કોરોના સામે જંગ : નેતા, અભિનેતા અને જનતાનો એક જ નાદ, આવાજ દો હમ એક હૈ