સંપૂર્ણ લોકડાઉનથી કોરોના વાયરસના કેસ ૧૬૧ ઘણા ઓછા થઈ શકે છે

    ૨૬-માર્ચ-૨૦૨૦

corona_1  H x W
 
આજે ભલે ૨૧ દિવસનું લોકડાઉન આપણને પરેશાન કરી રહ્યું હોય પરંતુ અમેરિકાના મિશિગન વિશ્વ વિદ્યાલયના સંશોધન મુજબ એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉનથી કોરોનાના સંભવિત સંક્રમણ ૧૬૧ ઘણું ઓછું થઈ શકે છે. અને તે મુસાફરી અને સોશિયલ ક્વારન્ટાઈન જેવા ઉપાયોથી અનેક ઘણુ વધારે કારગર છે.
 
અધ્યયનમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો કોરોના વાયરસને રોકવા માટે કોઈ ઉપાય કરવામાં ન આવે તો ૧૫ મે સુધી પ્રતિ એક લાખ આબાદીમાંથી ૧૬૧ લોકો કોરોનાના સંક્રમિત બની શકે છે. જો દેશભરમાં આ દરમિયાન મુસાફરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે તો આ આંક ઘટીને પ્રતિ લાખ આબાદી પર ૪૮ થઈ જશે. જો આની સાથે સોશિયલ ક્વારન્ટાઈન પણ કરી દેવામાં આવે તો આ આંકમાત્ર ૪ જ રહી જશે. ત્યારે જો એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવે તો આ સંક્રમણને પ્રતિલાખ જનસંખ્યા પર ૧ વ્યક્તિ સુધી લાવી શકાય છે.
 
સંશોધન મુજબ જો આ મુદ્દે તત્કાળ કડક પગલા ન લેવાયા તો જે રીતે ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતાં આ આંકડો આગામી અઢી મહિનામાં ૧૬ લાખને આંબી જશે.
 
આ અધ્યયનમાં આંકડા અત્યાર સુધી ઘણે ખરે એ પણ સાચા ઠર્યા છે. અધ્યયમાં ૧૭-૧૮ અને ૧૯ માર્ચમાં ભારતના ૧,૧૯૧૨૬ અને ૧૩૩ કેસોની ભવિષ્યવાણી કરી હતી. તે તારીખોમાં ભારતમાં ક્રમશઃ ૧૪૨, ૧૫૬ અને ૧૯૪ કેસ આવ્યા હતા.