શું અમેરિકાને બર્બાદ કરવા ચીનેની લેબોરેટરીમાંચી લીક કરવામાં આવ્યો છે કોરોના વાઈરસ?!

    ૨૭-માર્ચ-૨૦૨૦

corona china virus_1 
 
 
કોરોના વાઈરસથી સૌથી પ્રભાવિત દેશ હવે ચીના નહિ પણ અમેરિકા છે. વિશ્વાસ ન આવતો હોય તો આ લિંક પર ક્લિક કરીને જોઇલો. https://www.worldometers.info/coronavirus/#countries
 
સોશિયમ મીડિયા પર Shanghai – 0, Beijing – 0, Wuhan - 3,000, United States - 82,000 Europe - 4,00,000 Tell me this wasn’t planned… આ મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. વિચાર કરો ચીનના ધમધમતા શહેર શાંધાઈમાં એક પણ કોરોનાનો કેસ નથી. અને કોરોનાના ઉદભવથી અત્યાર શુધીમાં એટલે કે ત્રણ મહિનામાં ચીનમાં તો કોરોના કાબૂમાં આવી ગયો છે પણ અમેરિકાની હાલત ખરાબ થઈ ગઈ છે. આ લખાય છે ત્યારે ૮૫,૬૧૨ કોરોનાના કેસ સાથે અમેરિકા પહેલા નંબરે આવી ગયું છે. ત્યારે શંકા સેવાઈ રહી છે કે શું આ ચીનેની ચાલ તો નથી ને? આવો સમજીએ…..
 
સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાવાઇરસથી ફફડી રહ્યું છે. ચીનના હુવેઇ પ્રાંતમાં આવેલા વુહાન શહેરમાં આ રોગના કેસ સૌથી પહેલી વાર જોવા મળ્યાં હતા ને અત્યારે ચીનના બીજા ભાગમાં જ નહીં પણ એશિયાના ઘણા દેશોમાં કોરોનાવાયરસનો આતંક છે. ચીના અત્યારે દુનિયાભરમાં ફેલાઈ ગયા છે
 

corona china virus_1  
  

કોરોના ચીન સરકારનું જૈવિક શસ્ત્ર ?

 
ઈઝરાયેલની મિલિટરી ઇન્ટેલિજન્સ (જાસૂસી)માં કામ કરી ચૂકેલા દાની સોહામે ધડાકો કર્યો છે કે, આ જાસૂસનો બીજો દાવો તો વધારે ખતરનાક છે. તેના કહેવા પ્રમાણે કોરોના ચીનની સામ્યવાદી સરકારે બનાવેલું બાયોલોજિકલ વેપન (જૈવિક શસ્ત્ર) છે. દુશ્મન દેશમાં જીવાણુ અને વિષાણું છોડીને મોટા પ્રમાણમાં લોકોની હત્યા કરવા માટે રોગચાળો ફેલાવવા બનાવાતા વાયરસ અને અન્ય વિષાણુ બાયલોજિકલ વેપન કહેવાય છે. વુહાનમાં આવેલી ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજીમાં આવા ખતરનાક અને જીવલેણ વાયરસ પર સંશોધન થઈ રહ્યું છે અને વુહાનમાં આવેલી આ લેબોરેટરીમાંથી જ આ વાઈરસ લીક થયા છે.
 

corona china virus_1  
 
ચીનની વુહાન લેબોરેટરીમાં કામ કરતા અને આ વાયરસ પેદા કરવાની પ્રક્રિયામાં ભાગ લેનારા વિજ્ઞાની પાસેથી તેને આ માહિતી મળી છે. દાનીના કહેવા પ્રમાણે, ચીન ભવિષ્યના યુધ્ધો માટે ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજીમાં ખતરનાક ઘાતક વાઈરસ તૈયાર રહી રહ્યું છે પણ ગરબડના કારણે પોતાનો જ વાયરસ લીક થતાં ચીનને પોતાનો દાવ પોતાને ભારે પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. વાયરસ લેબોરેટરીમાંથી લીક થઈ જતાં હવે ચીનમાં જ રોગચાળો ફેલાઈ રહ્યો છે અને લોકો ટપોટપ મરી રહ્યા છે તેવો પણ દાનીનો દાવો છે.
 

ચીનનું વલણ શંકાસ્પદ

 
દાનીના દાવાને આખી દુનિયા ગંભીરતાથી લઈ રહી છે કેમ કે, ચીન ખાનગીમાં ઘણું બધું કરે છે. ચીન પોતાનાં શસ્ત્રો તથા બીજાં હથિયારોની વિગતો દુનિયાને આપતું નથી. ચીન કોરોનાવાયરસ અંગેની ઘણી માહિતી છૂપાવી રહ્યો છે. ચીન સંશોધનમાં દુનિયાના દેશોમાં અવ્વલ મનાય છે છતાં વાયરસ ક્યાંથી આવ્યો તે ચોક્કસ રીતે હજુ સુધી જાણી શકાતું નથી એવું કહ્યા કરે છે. તેના કારણે પણ ચીનની દાનત પર શંકા જાગે છે અને દાનીની વાત સાચી લાગે છે. ચીન કંઈ પણ કરી શકે એવો દેશ છે, માટે આવા ન કરવા જેવા પ્રયોગો કરતો હોય એવી વાતથી કોઈને આંચકો લાગ્યો નથી. અમેરિકાના સ્થાને દુનિયાનો રાજા બનવાની ચીનની મહત્વાકાંક્ષા જાણીતી છે ને એ માટે તે ગમે તે કરી જ શકે તે જોતાં ચીન પોતે કોરોના વાયરસનું જનક હોય એ શક્યતા પૂરી છે. વૈશ્વિક સંધી પ્રમાણે તો કોઈ દેશે બાયોલોજિકલ કે કેમિકલ્સ વેપન્સ તૈયાર કરવાની છૂટ નથી પરંતુ ઘણા દેશો ખાનગી રાહે પ્રયોગો કરતાં રહે છે. ચીનમાં તો ઘણું બધું ખાનગી રાહે થયા જ કરે છે એ જોતાં ચીન ગમે તે કરી જ શકે.
 
આ ધડાકો ભારત માટે ખતરાની ઘંટડી છે. ભારત અને ચીન વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે. ચીન ભારતના ઘણ પ્રદેશો પર પોતાનો દાવો પણ કરે છે. ભારત તેમને ગાંઠતું નથી એ અલગ વાત છે પણ ચીનની માનસિકતા ખતરનાક છે. ભારતને કનડવા માટે એ બાયોલોજિકલ વોરફેરનો ઉપયોગ પણ કરી શકે. ચીની સરહદે આવેલા પ્રદેશોમાં એ કંઈ પણ કરી શકે તે જોતાં ભારતે સતર્ક રહેવું જ પડે.