ગુજરાતમાં અત્યાર સુધી 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

    ૨૭-માર્ચ-૨૦૨૦

corona gujarat_1 &nb 
 
ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા. ત્યારે શહેરીજનો ચિંતામા પેઠા છે. રાજ્ય સરકાર પણ કોરોના વાયરસના કેસો વધે નહીં તેના માટે તમામ કોશિશો કરી રહી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ગુજરાતમાં 53 પર પહોંચી છે.
 
નોવેલ કોરોના વાયરસ સંદર્ભે - રાજ્યમાં આજે રાજકોટમાં ત્રણ નવા પોઝિટિવ કેસ : ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 53 - રાજ્યમાં 3.98 કરોડ નાગરિકોનું સર્વેલન્સ કરાયું - રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલને કોરોના ટેસ્ટિંગ લેબની માન્યતા: ગુજરાતમાં હવે કુલ 8 લેબો...
 
નોવેલ કોરોના વાયરસ સંદર્ભે - રાજ્યમાં આજે છ નવા કેસ પોઝીટીવ કુલ 53 કેસ પોઝીટીવ નોંધાયા - આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતિ રવિ •
 
પ્રોટ્રોકોલ મુજબ બે વાર ટેસ્ટીંગ કર્યા પછી 3 કેસ નેગેટીવ રીપોર્ટથી રાહતના સમાચારઃ ચૌદ દિવસનો કોરેન્ટાઈન સમયગાળો પાળવો પડશે
 
• રાજ્યમાં અત્યાર સુધીમાં 993 સેમ્પલનું ટેસ્ટિંગઃ 938 સેમ્પલ નેગેટીવ આવ્યા
 
• આરોગ્યકર્મીઓ દ્વારા રાજ્યભરમાં 4 કરોડથી વધુ નાગરિકોનું સર્વેલન્સ-ટ્રેકિંગ પૂર્ણ
 
• રાજ્યમાં પર્યાપ્ત માત્રામાં દવા-સાધનોનો જથ્થો ઉપલબ્ધ
 
• પર્સનલ પ્રોટેક્ટિવલ ઈક્વીપમેન્ટ્સ, માસ્કનો જથ્થો આજે દિલ્લીથી ગુજરાત આવશે 
 
ગુજરાતમાં લોકડાઉનનો ભંગ કરનાર 35થી વધુ સામે ગુનો નોંધાયો, 135થી વધુની ધરપકડ

dgp_1  H x W: 0 
 
ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનની સ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને બહાર ન નીકળવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે તેમણે કડક શબ્દોમાં મેડિકલ સ્ટાફને સોસાયટીમાં પ્રવેશવા ન દઈને હેરાન કરતાં લોકોને છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું.
 
તેમણે રાજ્યની પોલીસને કડક થવા આદેશ આપ્યા છે. ક્લોજડાઉનના જાહેરનામાં ભંગના 343, ક્વોરેન્ટાઈન ભંગના 272 ગુના નોંધવામાં આવ્યા છે. તો ક્લોઝડાઉનના નિયમ ભંગ મુદ્દે અત્યાર સુધીમાં 2205 લોકોની અટકાયત કરવામાં આવી છે. 227 વાહન જપ્ત કરાયા છે અને 18 હજારથી વધુ લોકોને રોક્યા છે. 54 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું કે, લોકડાઉન માટે તમામ શહેરોમાં પોલીસ ડ્રોનનો ઉપયોગ કરશે.
 
 

gujarati corona_1 &n 
 

છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં : ડૉ.જયંતિ રવિ

 
# ગઈકાલના તમામ 11 રિપોર્ટ નેગેટિવ, 12 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં:
# 20,103 લોકોને 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા
# 10 હજાર હેલ્થ વર્કરો દ્વારા ડોર ટૂ ડોર સર્વે
# ગુજરાતની અડધી વસ્તી એટલે કે 3 કરોડ, 50 લાખ, 69, 926નો સર્વે કર્યો
# 8,265 જેટલી વ્યક્તિઓએ વિદેશ અને 37,885 વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા
 
 

કાલુપુર શાકમાર્કેટ સામાન્ય જનતા માટે બંધ

 
મળતી માહિતી મુજબ કોરોના વાયરસથી સાવચેતીને પગલે આજથી કાલુપુર શાકમાર્કેટ સામાન્ય જનતા માટે પણ બંધ રાખવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માત્ર જથ્થાબંધ વેપારી જ અહીંથી માલસામાન ખરીદી શકશે. લોકડાઉન વચ્ચે છૂટક વેપારીઓ અને લોકોની ભીડ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 

raf_1  H x W: 0 
 

જાગૃતિ લાવવા  RAF દ્વારા ફ્લેગમાર્ચ

 
ગુજરાતના અમદાવાદ શહેરમાં લોકોને લોકડાઉનને લઈ જાગૃત કરવા RAF દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આ ફ્લેગમાર્ચ યોજાઈ છે. જેમાં DCP નીરજ બડગુર્જર પણ જોડાયા હતા. આ ફ્લેગમાર્ચના માધ્યમથી વેપારીઓ અને લોકોમાં લોકડાઉન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફ્લેગમાર્ચના માધ્યમથી વેપારીઓને ભીડભાડ ના કરવા સમજાવવામાં આવ્યા છે.