રાજ્યના શહેરી વિસ્તારોમાં પોલીસનું જડબેસલાક સર્વેલન્સ- ચેકીંગ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની ચુસ્ત અમલવારીના આદેશ : ડીજીપી શ્રી શિવાનંદ ઝા

    ૨૮-માર્ચ-૨૦૨૦

shivananda jha_1 &nb

રાજ્યના શહેરી વિસ્તારોમાં પોલીસનું જડબેસલાક સર્વેલન્સ ડીજીપી શ્રી શિવાનંદ ઝા

 
# ચેકીંગ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની ચુસ્ત અમલવારીના આદેશ :
 
# સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સ મારફતે ગઇકાલથી અત્યાર સુધીમાં ૧૪ ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરાઇ:
 
# સોશ્યલ મીડિયાના દુરુપયોગ મામલે ૪૬ ગુનાઓ નોંધાયા
 
# હોમ કવોરન્ટાઈન કરાયેલી કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો તાત્કાલિક ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરવા પડોશીઓને અપીલ
 
# લોકડાઉનની કડક અમલવારી માટે રાજ્યની ૮૦ ટકા પોલીસ ખડેપગે
 
# હવે ક્રાઇમ બ્રાન્ચ અને રેપિડ એક્શન ફોર્સ પણ કડક અમલવારી કરાવશે
 
#નોવેલ કોરોના વાયરસ સંદર્ભે ગુજરાત રાજયમાં ૫૮ રોગના કેસ નોંધાયેલ છે.
 

નોવેલ કોરોના સંદર્ભે - આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ

 
# તમામ પ્રકારની સંભવિત સંક્રમણની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જઃ
 
# રાજ્યમાં કોરોના ના કુલ 63 કેસ :
 
# ગુજરાતમાં કોરોના કોવીડ19 ના કુલ 63 પોઝિટિવ કેસ નોંધાયા છે.
 
# ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં ત્રણ નવા કેસ નોંધાયા છે.
 
# રાજ્યના ચારેય મહાનગરો સહિત જિલ્લા કક્ષાએ 5500 બેડની અલાયદી સુવિધા ઉભી કરાઈ
 
# રાજ્યમાં સરકારી-ખાનગી હોસ્પિટલ સહિત 2761 વેન્ટીલેટર ઉપલબ્ધ
 
# માસ્ક, દવાઓ, ઈક્વીપમેન્ટ તમામ રાજ્યોને જરૂરિયાત મુજબ પૂરા પાડવા ભારત સરકાર સુગ્રથિત રીતે આપશે : ગુજરાતે ઈન્ડેન્ટ મોકલી આપ્યુ જથ્થો આવવાનો શરૂ થઈ ગયો

corona gujarat_1 &nb
 
 
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ યોજી ગુજરાતની આજની સ્થિતિ વિશે માહિતી આપી હતી. કોરોના સામે લડવા ગુજરાત સરકાર શું શું કરી રહી, ગુજરાતમાં કેટલા કેસ પોઝિટિવ આવ્યા છે, નાગરિકોને કોઇ મુશ્કેલી ન પડે ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તું મળી રહે તે માટેની સરકારની તૈયારી વિગેરે પર તેમણે વિગતે વાત કરી હતી…
 

4.91 કરોડ નાગરિકોનો સર્વે પૂર્ણ, રાજ્યમાં કોરોનાના કુલ 55 પોઝિટિવ કેસ થયા, 19 હજારથી વધુ લોકો ક્વોરેન્ટાઇનમાં છેઃ ડો. જયંતિ રવિ

 
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 20,103 નાગરિકોને હોમ ક્વોરેન્ટાઈનમાં રખાયા હતા તેમાં ઘટાડો થયો છે અને હવે 19,340 લોકોને જ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે જ્યારે સરકારી ક્વોરેન્ટાઈનમાં 657 લોકોને રખાયા છે.
 
# રાજ્યમાં કુલ 30,311 લોકો 1 માર્ચથી 18 માર્ચ સુધીમાં આવ્યાં છે. જેમાંથી 19,340 લોકો હાલ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
 
# હાલ રાજ્યમાં અન્ય રાજ્ય તથા વિદેશથી આવેલા પ્રવાસીઓના આરોગ્યની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4.91 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.
 
# રાજ્યમાં અત્યાર સુધીમાં 993 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે, જે પૈકી 938 સેમ્પલ નેગેટિવ આવ્યા છે, માત્ર 53 કેસ પોઝિટિવ છે તેમજ બે રિપોર્ટમાં કન્ફર્મેટરી ટેસ્ટ ચાલી રહ્યા છે. # રાજ્યમાં આજે 8 નવા કેસ પોઝિટિવ કુલ 55 કેસ પોઝિટિવ
 
# રાજ્યના ચાર મહાનગરોમાં કોવીડ-19ની સ્પેશ્યલ હોસ્પિટલો કાર્યરત થઈ ગઈ છે. આ ચારેય હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હાલ સરકારીમાં 660 અને ખાનગીમાં 1739 એમ કુલ મળી કુલ 2399 વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે.
 
# રાજ્યમાં માસ્ક અને જરૂરી દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. એન-95 માસ્ક રોજના 30 હજાર અને ત્રિપલ લેયર માસ્ક રોજના 3 લાખ આવે છે. જેનું વિતરણ કરાવામાં આવી રહ્યું છે.


કોરોના વાયરસને પગલે લોકડાઉનની ચોથા દિવસની સ્થિતી – ગૃહમંત્રી-કેન્દ્રીય રાજ્યમંત્રી-મુખ્યમંત્રીશ્રીની દરમિયાનગીરીની ફલશ્રુતિ

 
# લોકડાઉનની સ્થિતીમાં હરિદ્વાર – નેપાળ જેવા દૂરના સ્થળે સ્થગિત થઇ ગયેલા ૧૮૦૦ જેટલા ગુજરાતી યાત્રિકો-મુસાફરોને ર૮ બસ દ્વારા પરત લાવવાની વ્યવસ્થા થઇ
 
#મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશમાં ૧૦ હજારથી વધુ શ્રમિકો-કામદારોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા તંત્રવાહકોએ માનવીય સંવેદનાથી કરી આપી
 
# કોરોના સામેનો જંગ લડવાના ફંડ માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે દાન ફાળો આપવા મુખ્યમંત્રીશ્રીની અપિલને વ્યાપક પ્રતિસાદ – અંદાજે ૧૨.૮૫ કરોડ રૂપિયાનું ભંડોળ બે દિવસમાં જ ૫૨૦૦ લોકો-સંસ્થાઓએ આપ્યું
 
# આ દાન ઇન્કમટેક્ષની કલમ ૮૦-જી અન્વયે કરમુકત છે
 
# રાજ્યની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડઝમાં કોરોના શંકાસ્પદ કેસ કે કોરોના સંક્રમિત તરીકે સારવાર લઇ રહેલા લોકો પ્રત્યે મુખ્યમંત્રીશ્રીની સહજ સંવેદના-હોસ્પિટલના આવા વોર્ડઝમાં ટેલિવિઝન સેટ ગોઠવવાની વ્યવસ્થાઓ માટે તંત્રને સૂચનાઓ આપી
 
# આઇસોલેશન વોર્ડઝમાં ફ્રીઝ-એ.સી અને ટીવી દાનમાં મેળવવા વિધાનસભાના દંડકશ્રી એલ.જી. ઇલેકટ્રોનિકસ સાથે સંકલનમાં
 
# રાજ્યમાં દૂધ-શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ :
 
# રાજ્યમાં ૭ર હોલસેલ શાક માર્કેટ કાર્યરત
 
# ૪ર લાખ ૪૦ હજાર લીટર દૂધનું વિતરણ થયું 
 
# ૧ લાખ ર૯ હજાર કવીન્ટલ શાકભાજીનો આવરો
 
# રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૮૨ લાખ ફૂડપેકેટનું વિતરણ
 
# આવશ્યક ચીજવસ્તુઓ લોકો સુધી પહોચાડવા માટે ૯૬૧૫૮ જેટલા પાસ ફેરિયાઓ-છૂટક વેપારીઓને અપાયા
 
# જિલ્લા કંટ્રોલરૂમ હેલ્પલાઇન ૧૦૭૭ ઉપર ૧૭૨૭ કોલ્સ મળ્યા – સ્ટેટ કંટ્રોલ હેલ્પલાઇન ૧૦૭૦ને ૪૭૭ કોલ્સ મળ્યા