શું ગરમી ભારતને કોરોનાથી બચાવશે? સંકેત સારા મળી રહ્યા છે!

    ૨૮-માર્ચ-૨૦૨૦

corona_1  H x W 
 

ભારતમા ગરમી કોરોના સામે લડવા સમિ બ્રહ્માસ્તર સાબિત થઈ શકે છે : રિપોર્ટ

કોરોના હાલ સમગ્ર વિશ્વમાં કાળો કહેર બની ત્રાહિમામ વર્તાવી રહ્યું છે. વિશ્વના સંપન્ન દેશોમાં પણ કોરોના પિડીતો અને મૃત્યુ આંક વધી રહ્યો છે. આ બધાની વચ્ચે એક વૈજ્ઞાનિકોના એક સંશોધને થોડી રાહત આપી છે. સંશોધનમુજબ જેમ જેમ વિશ્વમાં ગરમીનો પારો વધશે તો બની શકે કે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ શકે છે. વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી અને સંસ્થાનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, વાતાવરણમાં પલટો થશે અને ગરમીનોપારો ઉપર ચડશે તેમ કોરોના કેસ નિયંત્રણમાં આવશે.જોકે ભારતમાં હાલ ગરમી થોડી ઓછી છે પરંતુ જેમ જેમ ગરમી વધશે કે કોરોનાથીબચવાની આસા વધશે. આ આશા વિશ્વના જાણીતા મેસાચ્યુએટસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે એમઆઈટી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

એમઆઈટીનો અહેવાલ ભારત માટે આશાનું કિરણ

આ ઇન્સ્ટિટ્યૂટના એક તાજા અધ્યયન મુજબ વાતાવરણમાં ગરમી વધે તો કોરાનાના પ્રસરવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે. જે દેશોમાં તાપમાનનો પારો ૩ થી ૧૭ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યો અને ભેજનું પ્રમાણ ૪ થી ૯ ગ્રામ પ્રતિ ક્યુબિક મીટર રહ્યું છે ત્યાં કોરોનાના કેસો ૯૦ ટકા છે જ્યારે જે દેશોમાં પારો ૧૮ ડીગ્રીથી વધારે રહ્યો છે અને ભેજ ૯ ગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી વધારે નોંધાયો હતો ત્યાં આ પ્રકારના કેસો ૬ ટકા સામે આવ્યા છે.
 
એમઆઈટીનો અહેવાલ કમ સે કમ ભારતમાં ખૂબ જ રાહત આપનારો છે કારણ કે મૌસમ વિભાગ મુજબ આગામી દિવસોમાં બારતમાં તાપમાનનો પારો વધવાનો છે.

અમેરિકામાં જ બે વિસ્તારોમાં સ્પષ્ટ અંતર

અમેરિકામાં જ આ સંશોધન ગરમ અને ઠંડા વિસ્તારોમાં સ્પષ્ટ ભેદ દર્શાવે છે. અમેરિકાના ઉત્તરી રાજ્યોમાં જ્યાં ઠંડી વધારે છે તો દક્ષિણમાં ગરમ રાજ્યોની સરખામણીએ કોરોનાના કેસોની સંખ્યા બમણી છે.
આ સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને આફ્રિકન દેશોમાં કોરોનાના કેસોતે દેશોના ગરમ તાપમાનને કારણે ઓછા આવ્યા છે. જ્યારે કે આ દેશોમાં વસ્તીગીચતા વધારે છે અને સ્વાસ્થ્ય સુવિધાઓ પણ ચીન યુરોપ અને અમેરિકાની સરખામણીમાં ક્યાંક નથી.

ગરમી ભારતને કોરોના મામલે ઠંડક આપી શકે છે

અમેરિકા અને યુરોપિયન દેશોમાં કોરોના એ જે નુકસાન કર્યું છે તેની સરખામણીએ ભારત માટે રાહતના સમાચાર એ છે કે ૧૩૦ કરોડ આબાદી છતાં ભારતમાં કોરોનાના કેસો ખૂબ ઓછા છે. તેવામાં જો એમઆઈટીનો અહેવાલ સાચો સાબિત થાય છે તો તે ભારત માટે સૌથી મોટા રાહતના સમાચાર સાબિત થઈ શકે છે.