VIDEO - આ વીડિયો ખોટો છે, તમારા મોબાઈલમાં હોય તો આગળ ન વધારતા, ડિલિટ કરી દેજો

    ૨૮-માર્ચ-૨૦૨૦

fake video_1  H
 
 
કોરોનાને લઈને અત્યાર સુધી સોશિયલ મીડિયાએ જાગૃતિ ફેલાવવાનું સારું કામ કર્યુ છે પણ તેમ છતા જાણૅ –અજાણ્યે કોઇ ખોટો વીડિઓ કે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જાય છે, જે ઘણીવાર ફેક કે ખોટા હોય છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિઓ જુવો તો એવું જ લાગે કે આ સાચું જ છે પણ ઘણી વાત આંખે જોયેલું પણ ખોટું હોય શકે છે.
 
હાલ સુરતના વોટ્સએપ ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયા એપમાં આ યુવકનો વિડીયો કોરોનાના દર્દી હોવાનું કહીને વાયરલ થઈ રહ્યો છે. જે સદંતર ખોટો છે. આ યુવક કથિત રીતે માનસિક અસ્થિર છે. અને હાલ સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. મળતી વિગતો અનુસાર આ યુવક એક મેડીકલમાં નોકરી કરે છે.
 
અફવાઓ ન ફેલાય તે હેતુથી જો તમારી પાસે કોરોના સુરતના ડીંડોલી નામથી કોઈ વિડીયો આવ્યો હોય, તો તેને તાત્કાલિક ડીલીટ કરશો અને આ વિડીયો ફોરવર્ડ કરી રહેલા વ્યક્તિઓને પણ આ બાબતે સૂચિત કરશો. વીડિયોમાં નજરે પડતો વ્યક્તિ કોરોના નો પેશન્ટ નથી પણ માનસિક બીમાર હોવાથી એવી હરકતો કરી રહ્યો છે.
 

જુવો વીડિઓ.....