વાડાપ્રધાને કેમ સોશિયલ મીડિયા છોડવાની વાત કરી? ખબર પડી ગઈ છે!!

    ૦૩-માર્ચ-૨૦૨૦

narendra modi social medi
 
આજના બધા ન્યુઝ પેપરની હેડલાઈન છે કે વડાપ્રધાન સોશિયમ મીડિયા છોડવાના છે તેનાથી દૂર રહેવાના છે. ગઈ લાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરી અને પછી રીતસર અહીં જબરી ચર્ચા થવા લાગી. અને આજે આ સંદર્ભે ફરી વડાપ્રધાને એક ટ્વીટ કરી છે અને બધી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે.
 

શું લખ્યું હતું પહેલી ટ્વીટમાં???

 
૨ માર્ચની રાત્રે વડાપ્રધાને ટ્વીટ કરીને જણાવયું કે,
 
“આ રવિવારે સોશિયલ મીડિયા છોડવાનો વિચાર કરી રહ્યો છું. ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ-ટ્યુબ. તમને બધાને આગળની જાણકારી આપીશ”
 
 
 
વડાપ્રધાનની આ ટ્વીટ પછી જે થયું તે આપણે સૌ જાણીએ છીએ. સોશિયલ મીડિયા પર તો લોકો અનેક કયાસો કાઢવા લાગ્યા! લાગે છે કે હવે મોદી સરકાર સોશિયલ મીડિયા પર કોઇ નવી નીતિ લાવવાના છે, પ્રતિબંધ લાવવાના છે, વડાપ્રધાને સોશિયલ મીડિયા ન છોડવું જોઇએ, મોદી સરકાર કોઇ નવો રસ્તો શોધી લાવ્યા હશે…#NoSir, #PMModiQuit Social Media જેવા હેસ ટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા. મીડિયામાં હેડલાઇન બની.
 
સોશિયલ મીડિયા આ વાતોથી ભરાઈ ગયું અંતે વડાપ્રધાનને લાગ્યું કે આ વાત વધારે આગળ વધે, અફવા ફેલાવા લાગે તે પહેલા આ વિશે જાણકારી આપી દેવી જોઇએ અને આ પહેલી ટ્વીટ પછી વડાપ્રધાને બીજું ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે આ વિશે સ્પષ્ટા કરી દીધી છે કે તેઓ સોશિયલ મીડિયા છોડવાના છે કે કેમ?
 
મુદ્દાની વાત એ છે કે વડાપ્રધાન સોશિયલ મીડિયા છોડવાના નથી. જરા વિચારો જેમના ટ્વિટર પર ૫૩.૩ મિલિયન, ફેસબૂક પર ૪.૪૭ કરોડ, ઇન્સ્ટાગ્રામ પર ૩૫.૨ મિલિયન ફોલોઅર્સ હોય, યુ-ટ્યુબ પર ૪.૫ મિલિયન સબ્સક્રાઈબર્સ હોય તે સોશિયલ મીડિયાને છોડી શકે? ના છોડી શકે…
 

વડાપ્રધાને આજે ફરી ટ્વીટ કરી લખ્યું છે કે

 
“આ મહિલા દિવસે હું મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટસ એ મહિલાઓને આપી દઈશ જેમનું જીવન અને કાર્ય આપણને પ્રેરણા આપે છે. આનાથી તેમને લાખ્ખો લોકોને પ્રેરણા આપવામાં મદદ મળશે. શું તમે આવી મહિલા છો અથવા તમે આવી કોઇ મહિલાને જાણો છો? તેમની સ્ટોરી અમને #SheInspiresUs પર શેર કરો ”
 
 
 
ટૂંકમાં આ ટ્વીટ કરીને વડાપ્રધાને સોશિયલ મીડિયા પર ચાલતા આ સંદર્ભના બધા તુક્કાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે…