ચીનમાં જન્મેલો કોરોના વાઈરસ આટલો જીવલેણ શા માટે ?

    ૩૦-માર્ચ-૨૦૨૦

corona_1  H x W
 
ચીનના વુહાન પ્રાંતમાં એકાએક ફૂટી નીકળેલો અને COVID-19 તરીકે જાણીતો બનેલો કોરોના વાઈરસ તદ્દન અનોખી જાતનો છે એવું નથી. ગુણવિકારો પામતા સ્વાઈન ફ્લુના અને બર્ડ ફ્લુના વાઈરસ જેવો જ તે નવી કોરોના આવૃત્તિનો છે. માટે તેને CORONA કહે છે.
 

વાઈરસની નઠારી ખાસિયત એ છે કે 

 
વાઈરસની નઠારી ખાસિયત એ છે કે Mutation દ્વારા કાયાપલટ કરવામાં તેને વાર નથી લાગતી. સીઝન-ટુ-સીઝન જ નહીં, બલકે ચોતરફ પોતાનો ફેલાવો કરતી વેળા માર્ગમાં પણ તે પોતાનો બાયોલોજિકલ ઢાંચો બદલી નાંખે છે. ૧૯૧૮-૧૯નો સ્પેનિશ ફ્લુ, ૧૯૫૭-૫૮નો એશિયન ફ્લુ ૧૯૬૭-૬૮નો હોંગકોંગ ફ્લુ, ૧૯૯૮નો નિપાહ, ૧૯૯૯નો વેસ્ટ નાઈલ, ૨૦૦૩નો SARS અને ૨૦૦૯નો H1N1 એટલે કે સ્વાઈન ફ્લુ વગેરે રોગોઆવ જ વિવિધ બહુરૂપી વાયરસે ફેલાવ્યો છે. છેલ્લા ચારેક દસકાઓ થયે સ્વાસ્થ્યના ક્ષેત્રે પરિસ્થિતિ ઓર બગડી છે. વધુ પડતી ગોઝારી અને ગંભીર બની છે. વસ્તીવધારાને લીધે તેમજ એ વધારાની સાપેક્ષે અન્નપુરવઠાના ઘટાડાને લીધે માણસો વિવિધજનાવરોને પોતાનો આહાર બનાવી રહ્યા છે. આ બહાને તેઓ જનાવરોના નજદીકી તેમજ નિયમિત ધોરણના સંપર્કમાં આવી રહ્યા છે, પરિણામે તે બધા મનુષ્યતર સજીવોના શરીરમાં રહેલા વાઈરસ ક્યારેક જમ્પ લગાવી મનુષ્યના શરીરમાં પેસારો કરે છે.
 

એ રોગે તેના શરીરને ખંડિયેર બનાવી દીધું હતું 

 
અમેરિકન પ્રજાને એઈડ્સનો પહેલો સજ્જડ આઘાત ૧૯૮૫માં એ વખતે મળ્યો કે જ્યારે Come September તથા Ice Station Zebra જેવી લોકપ્રિય ફિલ્મોનો સોહામણો હીરો રોક હડસન એઈડડ્સને લીધે મૃત્યુ પામ્યો. બીમારીના અંતિમ દોરમાં લેવાયેલી રોક હડસનની તસવીરોએ પહેલી વખત લોકોને એઈડ્સના કાળાસ્વરૂપનો ખ્યાલ આપ્યો, કેમ કે એ રોગે તેના શરીરને ખંડિયેર બનાવી દીધું હતું. આ જાતના વધુ ને વધુ કેસો યુરોપ-અમેરિકાની હોસ્પિટલોમાં નોંધાતા ગયા ત્યારે જગતવ્યાપીમહામારીનું આગમન નિશ્ચિત જણાવા લાગ્યું.
 

corona_1  H x W 
 

સવાલ એ પેદાથયો કે એઈડ્સનો વાયરસ આફ્રિકન પ્રજાના લોહીમાં આવ્યો ક્યાંથી ? 

 
એક વાત નક્કી હતી : વાઈરસ યુરોપ-અમેરિકામાં નહોતા ઉદ્ભવ્યા. કેમ કે જૂન, ૧૯૮૧ સુધી એઈડ્સનારોગનો એ કે વાઈરસ જુદા મુલકના હતા અને વિમાનના પ્રવાસીઓ દ્વારા યુરોપ-અમેરિકા પહોંચ્યા હતા. બેલ્જિયમના અને ફ્રાન્સના તબીબોને આફ્રિકા પ્રત્યેસંશય જાગ્યો. મધ્ય આફ્રિકાના તત્કાલિનબેલ્જિયમ કોંગોનો અને તત્કાલિન ફ્રેન્ચકોંગોનો દિવસો લાંબો પ્રવાસ કરીને યુરોપ પાછા આવેલા કેટલાક મુસાફરોના લોહીમાં એઇડ્સના વાયરસ પકડાયા હતા. આ સુરાગનાઆધારે ૧૯૮૩માં યુરોપી તબીબોની ટીમે મધ્ય આફ્રિકાની મુલાકાત લીધી, જ્યાં તેમને ૬૪ એઈડ્સગ્રસ્ત સીદીઓ મળી આવ્યા. વાયરસ પણ યુરોપ-અમેરિકાના કેસોમાં જોવા મળેલા વાયરસ જોડે સામ્ય ધરાવતા હતા. મધ્યઆફ્રિકાના તબીબી સંશોધન કેન્દ્રો પાસે ૧૯૭૦ના અરસામાં લેવાયેલા બ્લડ સેરમના કેટલાક નમૂના હતા. તબીબી ટીમે એ સેમ્પલો તપાસ્યાં અને જોયું કે તેમાં એઈડ્સના વાયરસનો પ્રતિકાર કરવા માટેનાં પ્રતિદ્રવ્યો મોજુદ હતાં. મધ્ય આફ્રીકી દેશોમાં એઈડ્સનો રોગ ઓછામાં ઓછો દસેક વર્ષ જુનો હોવાનું તે પ્રમાણ હતું. હવે તબીબી સંશોધકો માટે સવાલ એ પેદાથયો કે એઈડ્સનો વાયરસ આફ્રિકન પ્રજાના લોહીમાં આવ્યો ક્યાંથી ? 
 

જવાબ શોધવો મુશ્કેલ ન હતો 

 
જવાબ શોધવો મુશ્કેલ ન હતો. મધ્ય આફ્રિકાના ઝેર (કોંગો), બુરુન્ડી, ટાન્ઝાનિયા, રવાન્ડા, ઝામ્બિયા, યુગાન્ડા વગેરે દેશોમાં થતા ગ્રીન મન્કી જાતના વાંદરામાં એઈડ્સ જેવા જ વાયરસનો ચેપ જોવા મળતો હતો. બાયોલોજિકલ ઢાંચો જોતાં બન્ને વાયરસ આમ તો જુદીકિસમના છતાંબહુ ફરક નહીં. સંશોધકોના અનુમાન મુજબ ગ્રીન મન્કીલગભગ ૫૦,૦૦૦ વર્ષ થયે વાયરસના કેરિઅર હતા. વાયરસ તેમનામાટે જાન લેવા નહોતો બનતો. કેમ કે, આજ દિન સુધી ન ઓળકાયેલુંકશુંક રહસ્યમ્ય શારિરીક મિકેનિઝમ ગ્રીન મન્કીનેએ વાયરસ સામે રક્ષણ આપતું હતું. પરિણામે મધ્ય આફ્રિકાના લગભગ ૬૦ ટકા ગ્રીન મન્કી ચેપગ્રસ્ત હોવાછતાંવર્ષો સુધી એ વાત સંશોધકોના ધ્યાન બહાર રહી જવા પામી. અર્ધશિક્ષિત સીદી આફ્રિકનો પાસે તો એવા જ્ઞાનની અપેક્ષા પણ યાદ રાખી શકાય નહીં.
 

HIV તરીકે ઓળખાતા વાયરસનો એ રીતે જન્મ થયો અને... 

 
આ લોકો વખતોવખત ગ્રીન મન્કીના સંસર્ગમાં આવતા હતા અને પછાત જાતિના આફ્રિકનોને ગ્રીન મન્કીનોશિકાર કરી તેનું કાચુ માંસ ખાવાની અને લોહી પીવાની આદત હતી. અલબત્ત વાયરસ હોજરીના જલદ પાચકરસમાં જીવંત રહી ન શકે અને ચેપગ્રસ્ત વાંદરાનું લોહી મનુષ્યના રક્તપ્રવાહમાં ન ભળે ત્યાં સુધી ઈન્ફેક્શન પણ ન લાગે, માટે એમ માની લેવાનું રહે કે વર્ષો પહેલા વાંદરાની ચીરફાડ કરતાં એકાદહબસીને છરીનો જખમ થયો અને વાંદરાનું બુંદભર લોહી સંજોગોવશાત્ તે જખમમાં પ્રવેશતાં તેને વાયરસનો ચેપ વળગ્યો. ગ્રીન મન્કીહંમેશા મનુષ્યના વસવાટની નજીક રહેવાનું પસંદ કરે. એટલે બંને વચ્ચે રોજબરોજ સંપર્ક થાય અને સંબંધ શિકાર તથા શિકારીનો સ્થપાય તે સાહજિક હતું. ગમે તેમ પણ ૧૯૭૦ની આસપાસના સમયમાં ગ્રીનમન્કીના વાયરસે ગુણવિકાર દ્વારા પોતાનું સ્વરૂપ બદલ્યું અને વાંદરાનાં શરીરને બદલે માનવશરીરને નિશાન બનાવતો નવો બાયોલોજિકલ અવતાર ધારણ કરી વાંદરામાંથી મનુષ્ય નામના યજમાન તરફ જમ્પ માર્યો. એઈડ્સના Human Immunodeficiencey Virus / HIV તરીકે ઓળખાતા વાયરસનો એ રીતે જન્મ થયો અને જોતજોતામાં હજારો આફ્રિકી લોકોના શરીરમાં તેણે ઘર કર્યું.