હું એકલો આમ નહીં કરું તો તેનાથી શો ફરક પડવાનો છે ?

    ૧૫-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

pathey_1  H x W 
 

પાથેય । મહામારી

 
એક સમયે એક રાજ્યમાં મહામારી ફેલાઈ. ચારેય તરફ લોકો મરવા લાગ્યા. અનેક ઉપાયો છતાં પરિસ્થતિ વણસતી જતી હતી. દુઃખી રાજા પોતાના રાજ્યને બચાવી લેવા ઈશ્વરને પ્રાર્થના કરી કરગરવા લાગ્યા ત્યારે અચાનક એક આકાશવાણી થઈ
 
હે, રાજા, જા તારે તારા રાજ્યના લોકોને બચાવવા હોય તો રાજ્યની રાજધાની વચ્ચોવચ્ચ જે સુકાઈ ગયેલો કૂવો છે તેમાં અમાસની રાતે રાજ્યના પ્રત્યેક નાગરિકે એક એક ડોલ દૂધ નાખી તેને ભરવો પડશે. જા આમ થશે તો જ આ મહામારી ખતમ થશે. રાજાએ તત્કાળ નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે અમાસની રાતે રાજ્યના દરેક ઘરેથી એક એક ડોલ ભરી દૂધ રાજધાનીમાં આવેલા કૂવામાં નાખવાનું છે. અમાસની રાત્રે રાજ્યમાં રહેનાર એક કંજૂસ વૃદ્ધને વિચાર આવ્યો. આખું રાજ્ય કૂવામાં દૂધ નાખવાનું છે, ત્યારે જા હું તેમાં દૂધને બદલે એક ડોલ પાણી નાખી દઈશ તો શો ફરક પડવાનો છે અને આની કોઈને જાણ પણ નહીં થાય. વૃદ્ધે એવું જ કર્યું. બીજે દિવસે સવાર પડી ત્યારે લોકો એવી જ રીતે મરી રહ્યા હતા, કારણ કે મહામારી તો ગઈ જ ન હતી.
 
રાજાએ કૂવા પર જઈ આનું કારણ જાણવાનું નક્કી કર્યું. રાજાએ જાયું કે લોકોએ મારા દિશાનિર્દેશનું પાલન કર્યું નથી. પરિણામે મહામારી દૂર થઈ નથી. હકીકતમાં આવું એટલા માટે થયું કે જે વિચાર પેલા વૃદ્ધના મનમાં આવ્યો હતો તે વિચાર રાજ્યના તમામ લોકોના મનમાં આવ્યો હતો. હું એકલો આમ નહીં કરું તો તેનાથી શો ફરક પડવાનો છે ? આવો વિચાર મોટાં મોટાં અભિયાનોને નિષ્ફળ બનાવી દે છે. જ્યારે પણ એવું કોઈ કામ કરવાનું હોય છે જેને ખૂબ જ બધા લોકોએ સાથે મળીને કરવાનું હોય છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિષ્ઠાથી નિભાવવી જ પડે છે. આપણે નહીં કરવાથી શો ફરક પડી જવાનો છે ? આવા વિચારથી પરિસ્થતિ જેમની તેમ જ રહે છે.