અમેરિકા, જાપાન, ઈટાલી, બ્રિટેન કરતા ભારતમાં કોરોના ટેસ્ટ વધારે થાય છે અને પરિણામ પણ ભારત માટે આનંદ આપનારુ આવે છે

    ૧૭-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

 icmr_1  H x W:

હમણા જ દેશમાં કોરોના વાઈરસ સંક્રમણને લઈને કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારોને જણાવ્યુ હતું કે, લોકડાઉન કોરોનાનો ઈલાજ નથી, માત્ર પોઝ બટન છે. લોકડાઉન માત્ર સમય આપી શકે છે, જેનાથી તમે તૈયારી કરી શકો છો, કોરોનાને હરાવવા માટે ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી જ નહી પણ અનેક લોકો ભારત સામે ટેસ્ટિંગનો આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. અનેક લોકોનું માનવું છે કે ભારતમાં કોરોનાનું ટેસ્ટિંગ ખૂબ ઓછું થઈ રહ્યું છે. પણ આનો સચોટ જવાબ આજે સરકારે આપ્યો છે…
 
ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) ના વરિષ્ઠ વિજ્ઞાનીક રમન આર ગંગાખેડકરે આનો જવાબ આપતા જણાવ્યું છે કે કોરોના પરિક્ષણની નીતિને જનસંખ્યાના આધાર પર નક્કી કરવી એ સમજદારી નથી. આને બીજી રીતે સમજવી પડે.
 

 icmr_1  H x W:
 
ICMR એ દાવો કર્યો છે કે દેશમાં ૨૪ કોરોના ટેસ્ટ થાય છે તેમાથી માત્ર ૧ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે. આપણે ખૂબ ટેસ્ટિંગ કરનારા જે દેશોના વખાણ કરીએ છીએ તે દેશોમાં આવો આંકડો નથી. જાપાનમાં ૧૧.૭, ઇટાલીમાં ૬.૭, અમેરિકામાં ૫.૩, બ્રિટેનમાં ૩.૪ વ્યક્તિનું ટેસ્ટિંગ થાય અને એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે, જ્યારે ભારતમાં ૨૪ કોરોના ટેસ્ટ થાય છે તેમાથી માત્ર ૧ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે.  એટલે જે લોકો વધારે કોરોના ટેસ્ટિંગ કરવાની વાતો કરી રહ્યા છે તેમને આ સમજવું જોઇએ કે દેશમાં પ્રતિ સંક્રમિત વ્યક્તિ પર વધારે ટેસ્ટ થઈ રહ્યા છે.
 
ગંગાખેડકરે એ પણ જણાવ્યું કે અમેરિકા, ઇટાલી, બ્રિટન અને જાપાન કરતા ભારતમાં વધારે ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આ ટેસ્ટિંગ તે દેશો કરતા વધારે તાર્કિક અને વેવેકપૂર્ણ રીતે થઈ રહ્યું છે…